Not Set/ કુલદીપ સિંહ સેંગરની પુત્રીએ કોંગ્રેસ નેતા અલ્કા લાંબા વિરુદ્ધ નોંધાવી FIR, જાણો શું છે કારણ

દુષ્કર્મ કેસમાં દિલ્હીની તિહાડ જેલમાં સજા ભોગવી રહેલા પૂર્વ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરની પુત્રીએ કોંગ્રેસનાં નેતા અલકા લંબા સામે એફઆઈઆર નોંધાવી છે. આપને જણાવી દઈએ કે, અલ્કા લાંબાએ ટ્વિટ કરીને કુલદીપસિંહ સેંગર પર વડા પ્રધાન અને ગૃહ પ્રધાનનાં કહેવાથી કોર્ટમાંથી જામીન મેળવવાનો આરોપ લગાવ્યો હતો, જેને કોંગ્રેસનાં અન્ય એક નેતા ધરના પટેલે પણ ટેકો આપ્યો […]

India
b456acce832670d6b2aa82ce33ff7b96 કુલદીપ સિંહ સેંગરની પુત્રીએ કોંગ્રેસ નેતા અલ્કા લાંબા વિરુદ્ધ નોંધાવી FIR, જાણો શું છે કારણ
b456acce832670d6b2aa82ce33ff7b96 કુલદીપ સિંહ સેંગરની પુત્રીએ કોંગ્રેસ નેતા અલ્કા લાંબા વિરુદ્ધ નોંધાવી FIR, જાણો શું છે કારણ

દુષ્કર્મ કેસમાં દિલ્હીની તિહાડ જેલમાં સજા ભોગવી રહેલા પૂર્વ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરની પુત્રીએ કોંગ્રેસનાં નેતા અલકા લંબા સામે એફઆઈઆર નોંધાવી છે. આપને જણાવી દઈએ કે, અલ્કા લાંબાએ ટ્વિટ કરીને કુલદીપસિંહ સેંગર પર વડા પ્રધાન અને ગૃહ પ્રધાનનાં કહેવાથી કોર્ટમાંથી જામીન મેળવવાનો આરોપ લગાવ્યો હતો, જેને કોંગ્રેસનાં અન્ય એક નેતા ધરના પટેલે પણ ટેકો આપ્યો હતો.

ત્યારબાદ સેંગરની પુત્રીએ ટ્વિટને રાજકીય કાવતરું ગણાવતા વળતો પ્રહાર કર્યો હતો. તેઓ કહે છે કે જ્યારે જામીન અરજી કોર્ટમાં આપવામાં જ નથી આવી તો કેવી રીતે મંજૂર થશે? સેંગરની પુત્રી ઉન્નાવનાં એસપીને મળી છે અને અલકા લાંબાનાં ટ્વિટરનાં આધારે સદર કોતવાલીમાં કેસ નોંધાવ્યો છે.  આપને જણાવી દઇએ કે, 23 મે નાં રોજ વડા પ્રધાન અને ગૃહમંત્રી, ભાજપ સાંસદ સાક્ષી મહારાજનાં ઇશારા પર કુલદીપ સિંહ સેંગરને કોર્ટથી જામીન મળી હોવાનો ટ્વીટ કર્યો હતો. થોડા કલાકો પછી, સ્પષ્ટ થઈ ગયું કે કુલદીપસિંહ સેંગરને જામીન મળી નથી. કુલદીપ સેંગરની પુત્રી અને સમર્થકોએ પણ રિટ્વીટ કરીને અલ્કા લાંબાની માહિતી પર સવાલ ઉઠાવ્યા હતા.

રવિવારે સાંજે કુલદીપસિંહ સેંગરની પુત્રી ઐશ્વર્યા સેંગર તેના પરિવારનાં સભ્યો સાથે ઉન્નાવની એસપી કેમ્પ ઓફિસ પહોંચી હતી. કોંગ્રેસનાં નેતા અલ્કા લાંબા અને દિલ્હીનાં ધરના પટેલનાં ટ્વીટ્સને નકલી ગણાવતા, તેઓએ પરિવાર સામે અપમાનજનક ટિપ્પણી સાથે ભ્રામક માહિતીની ફરિયાદ કરી હતી. સેંગરની પુત્રીએ જણાવ્યું કે, અલ્કા લાંબાએ ટ્વીટ કર્યું હતું અને તેમા લખ્યુ કે તેના પિતાની જામીન થઇ ગઇ છે. સાથે જ અપમાનજનક શબ્દોનો ઉપયોગ પણ કરવામાં આવ્યો હતો.

તેમણે કહ્યું, “હું કહેવા માંગુ છું કે મારા પિતાને નહી પણ અન્ય કોઈ શખ્સને જામીન મળ્યા છે.” અમે હજી સુધી જામીન અરજી દાખલ કરી નથી. અલ્કા લાંબા બનાવટી સમાચાર ફેલાવી રહી છે જે ટિપ્પણીઓ આવી રહી છે, તેનાથી અમારો પરિવાર માનસિક રીતે પરેશાન છે.આ મામલે એસપીનાં આદેશ પર આઈટી એક્ટ હેઠળ સદર કોતવાલી ઉન્નાવમાં અલ્કા લાંબાનાં ટ્વીટર એકાઉન્ટને આધાર બનાવતા કેસ દાખલ કરવામાં આવ્યો છે. એસપી વિક્રાંતવીરે જણાવ્યું હતું કે, ફરિયાદનાં આધારે અલ્કા લાંબા અને ધરના પટેલ વિરુદ્ધ ગુનો નોંધવાની સૂચના આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.