Covid-19/ દેશમાં ફરી કોરોનાનાં કેસોમાં ઉછાળો, જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા નોંધાયા કેસ?

ભારતમાં ફરી એકવાર કોરોના વાયરસનાં કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.

India
Mantavya 65 દેશમાં ફરી કોરોનાનાં કેસોમાં ઉછાળો, જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા નોંધાયા કેસ?

ભારતમાં ફરી એકવાર કોરોના વાયરસનાં કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા તાજેતરમાં જારી કરવામાં આવેલા આંકડા મુજબ, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 17,407 નવા કેસ નોંધાયા છે, જ્યારે 14,031 લોકો આ રોગથી ઠીક થઇ રહ્યા છે. વળી છેલ્લા 24 કલાકમાં આ સંક્રમણને કારણે 89 લોકોનાં મોત થયા છે.

Covid-19 / લો બોલો!! હવે કોરોના પહોંચ્યો શાળા સુધી, સુરતમાં ધોરણ 7 નાં 5 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ

આ નવીનતમ આંકડા સાથે, ભારતમાં કોરોના વાયરસનાં કુલ કેસો 1,11,56,923 થઇ ગયા છે, જેમાંથી 1,08,26,075 લોકો આ વાયરસથી ઠીક થઇ ગયા છે અને અત્યાર સુધી કુલ 1,57,435 લોકોનાં મોત થયા છે. હાલમાં દેશમાં કોરોના વાયરસનાં સક્રિય કેસોની સંખ્યા 1,73,413 છે. આરોગ્ય મંત્રાલયનાં જણાવ્યા અનુસાર, દેશમાં ચલાવવામાં આવી રહેલા કોરોના વાયરસ રસીકરણ અભિયાન અંતર્ગત 1,66,16,048 લોકોને રસી આપવામાં આવી છે.

Covid-19 / સાવધાન!! હજુ કોરોના ગયો નથી, સમગ્ર વિશ્વમાં નવા 3.59 લાખ નવા કેસ નોંધાયા

વળી જો આપણે મહારાષ્ટ્રની વાત કરીએ તો, એકલા મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 9,855 નવા કેસ નોંધાયા છે, જ્યારે આ સંક્રમણને કારણે 42 લોકોનાં મોત નીપજ્યાં છે. વળી મહારાષ્ટ્રનાં મુંબઇમાં પણ કોરોનાનાં કેસ વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં મુંબઇમાં આ વાયરસને કારણે 6 લોકોનાં મોત નીપજ્યાં છે. આ ઉપરાંત કેરળમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 2,765 નવા કેસ નોંધાયા છે, જ્યારે રાજસ્થાનમાં કોરોના વાયરસનાં કેસમાં રિકવરી જોવા મળી છે. રાજધાની દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 240 નવા કેસો નોંધાયા છે, જ્યારે 3 લોકો મોતને ભેટ્યા છે અને 196 લોકો આ રોગથી ઠીક થયા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ