સુરતમાં સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે. સિવિલ હોસ્પિટલમાં ટાંકી સાફ કરવા બાળકને ઉતારવામાં આવ્યો. ટાંકી સાફ કરવા સુરક્ષાના પગલા ના લેવાતા હોસ્પિટલ સત્તાવાળાઓની કામગીરી મામલે સવાલ ઉઠ્યા છે. સિવિલ હોસ્ટિલમાં અન્ય મજૂરોને પણ સેફ્ટી વિના ટાંકીમાં ઉતારાયા હોવાનું જાણવા મળ્યું છે.હોસ્પિટલની ટાંકીની સફાઈ કરતો બાળકનો વીડિયો સામે આવતા ઉહાપોહ મચ્યો છે. સામાન્ય રીતે મોટી વ્યક્તિઓ ટાંકી સાફ કરવા અંદર ઉતરે છે પરંતુ એક બાળક ટાંકી સાફ કરતો હોસ્પિટલની બેદરકારી સામે આવી છે.
અગાઉ પણ રાજકોટની સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી હતી. એક દર્દીને હાડકાના ઓપરેશન માટે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. આ કિસ્સામાં ડોક્ટરને બ્લડ ચડાવવાની જરૂર જણાઈ હતી. ઓર્થોપેડિક વિભાગમાં લોહી લેવામાં આવ્યું અને જરૂરી પ્રક્રિયા બાદ દર્દીને બ્લડ ચઢાવવામાં આવ્યું. આ બનાવમાં દર્દીને O પોઝીડીવ બ્લડની જરૂર હતી તેની સામે તેને B પોઝિટીવ બ્લડગ્રુપનું બ્લડ ચઢાવવામાં આવ્યું. જેના કારણે દર્દીની હાલત બગડી અને તે કોમામાં સરી પડ્યો.
હોસ્પિટલ અને ડોક્ટરની બેદરકારીમાં વધારો થઈ રહ્યો છે. ડોક્ટર ઓપરેશન વખતે દર્દીના પેટમાં કાતર ભૂલી જાય છે તો કેટલીક વખત હોસ્પિટલના નર્સિગ સ્ટાફ તરફથી અપાતી સેવામાં પણ ગંભીર બેદરકારી જોવા મળી રહી છે.
આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટમાં 3 નવા ક્રિમિનલ કાયદાઓ પર આજે સુનાવણી, અરજદારની અપીલ ‘સંસદમાં ચર્ચા વગર કરાયું બિલ પાસ’
આ પણ વાંચો: લોકસભા ચૂંટણી 2024 Live: 9 વાગ્યા સુધીમાં 10.28 % મતદાન
