Not Set/ Ind Vs WI : પોર્ટ ઓફ સ્પેનમાં ભારત 13 વર્ષથી હાર્યું નથી,શું કહે છે પીચ રિપોર્ટ વાંચો

પોર્ટ ઓફ સ્પેન, ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે બીજી વન ડે આજે એટલકે રવિવારે પોર્ટ ઓફ સ્પેન ખાતે રમાશે.ભારત વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની પહેલી મેચ ખરાબ મોસમને  કારણે રદ થઈ હતી.હવે આજે ભારત 1 -0 થી આગળ થવા મેદાનમાં ઉતરશે. પોર્ટ ઓફ સ્પેનની શરૂઆતમાં ફાસ્ટ બોલરોને મદદ કરશે.એ પછી બેટ્સમેનોને.પીચ રિપોર્ટ કહે છે કે પહેલી બેટિંગ […]

Top Stories Sports

પોર્ટ ઓફ સ્પેન,

ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે બીજી વન ડે આજે એટલકે રવિવારે પોર્ટ ઓફ સ્પેન ખાતે રમાશે.ભારત વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની પહેલી મેચ ખરાબ મોસમને  કારણે રદ થઈ હતી.હવે આજે ભારત 1 -0 થી આગળ થવા મેદાનમાં ઉતરશે.

પોર્ટ ઓફ સ્પેનની શરૂઆતમાં ફાસ્ટ બોલરોને મદદ કરશે.એ પછી બેટ્સમેનોને.પીચ રિપોર્ટ કહે છે કે પહેલી બેટિંગ લેશે એના જીતવાના ચાન્સ વધી જશે.પીચ ત્રીજા દિવસે ટર્ન પણ લઈ શકે છે.આવી સ્થિતિમાં ભારત બે સ્પિનરો સાથે રમી શકે છે.

પોર્ટ ઓફ સ્પેનમાં ભારત વિન્ડીઝ વિરુદ્ધ છેલ્લા 13 વર્ષથી હાર્યું નથી.વેસ્ટ ઇન્ડિઝ છેલ્લી 3 મેચ પણ ખરાબ રીતે હાર્યું છે.આવા સંજોગોમાં ભારતના જીતવાના ચાન્સ વધુ મનાય છે.

ભારતની ટીમ છેલ્લે ટીમ અહિયાં 28 મે 2006ના રોજ હારી હતી. તે પછી ટીમે 5માંથી 4 મેચમાં જીત મેળવી, જ્યારે 1 મેચમાં રિઝલ્ટ આવ્યું ન હતું.

આ મેદાન ઓર અત્યાર સુધી 67 વનડે રમાઈ છે. તેમાંથી 29 વખત પ્રથમ બેટિંગ કરનાર ટીમ જીતી છે.

ભારત: વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, શ્રેયસ ઐયર,ઋષભ પંત, કેદાર જાધવ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમાર, લોકેશ રાહુલ, મનીષ પાંડે, યૂઝવેન્દ્ર ચહલ, નવદીપ સૈની અને ખલીલ અહેમદ

વેસ્ટ ઇન્ડિઝ:જેસન હોલ્ડર (કેપ્ટન), ક્રિસ ગેલ, એવીન લુઈસ, શાઈ હોપ, શિમરોન હેટમાયર, નિકોલસ પૂરન, રોસ્ટન ચેઝ, ફેબિયન એલેન, કાર્લોસ બ્રેથવેટ, શેલ્ડન કોટરેલ, ઓશેન થોમસ અને જોન કેમ્બેલ અને કેમર રોચ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.