રાજકોટઃ રાજકોટના જસદણમાં (Jasdan) બાળકો વેચવાના કૌભાંડનો પર્દાફાશ થતાં ચકચાર મચી ગઈ છે. સગીરાને અધૂરા મહિને પ્રસૂતિ કરાવીને બાળક વેચી દેવામાં આવતા આ કૌભાંડનો પર્દાફાશ થયો હતો. ડોક્ટર રાદડિયાએ સગીરાને અધૂરા મહિને જન્મેલા બાળકને વેચી દીધુ હોવાની વાતનો ઘટસ્ફોટ થયો છે. આ કેસમાં ખૂલેલા એક પછી એક પત્તામાં ડોક્ટરે અગાઉ બે બાળકોને વેચ્યાનો પણ ચોંકાવનારો ખુલાસો થયો છે.
પોલીસે આ કેસની સઘન તપાસ હાથ ધરવાનું શરૂ કરતા બાળકો કોને વેચાયા છે તેની માહિતી પોલીસને મળી છે. બાળકોના વેચાણની વાત બહાર આવતા પોલીસે આ કેસમાં સઘન તપાસ શરૂ કરી છે. પોલીસ ડોક્ટરની પૂછપરછ કરી રહી છે અને બાળકોને વેચવાના કૌભાંડના એક પછી એક અંકોડા મેળવી રહી છે.
પોલીસને શંકા છે કે આ કૌભાંડ કદાચ ગુજરાત પૂરતુ સીમિત નથી, આ કૌભાંડ આંતરરાજ્ય કૌભાંડ પણ હોઈ શકે છે. તેની પાછળનું કારણ એ છે કે આવા કૌભાંડમાં જે રાજ્યમાં ચોરાયેલા બાળકો હોય તેનું તે રાજ્યમાં વેચાણ થતું નથી બીજા રાજ્યમાં વેચાણ થાય છે. તેથી પોલીસ આ કેસમાં આંતરરાજ્ય ગેંગની સંડોવણીની સંભાવના ચકાસી રહી છે.
આ પણ વાંચો:Entertainment/શું છે બબીતાજી અને ટપ્પુની સગાઈનું સત્ય? મુનમુન દત્તાએ આપી પ્રતિક્રિયા
આ પણ વાંચોઃAmitabh Bachchan Hospitalized/અમિતાભ બચ્ચનની તબિયત અચાનક બગડી,કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ, કરાવી એન્જિયોપ્લાસ્ટી સર્જરી
આ પણ વાંચોઃhina khan/યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ફેમ હિના ખાન ગંભીર બીમારીથી પીડિત, ચાહકો ચિંતિત થયા કહી આ વાત
