સુરત,
સુરતમાં પશુઓને પકડવા ગયેલી ટીમ પર હુમલો કરવામાં આવ્યો. આ હુમલો પશુપાલકો દ્વારા કરવામાં આવ્યો હતો. આ હુમલા માં એસઆરપી જવાનનું માથું ફાટ્યું હતુ.

જેથી તેમને સારવાર માટે હોસ્પટિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ખટોદરા વિસ્તારની આ ઘટના છે કે, જ્યાં પાલિકાની ટીમ રોડ પર રખડતાં પશુઓને પકડવા માટે ગઇ હતી. જો કે રોડ પર રખડતા પશુઓને કારણે અકસ્માતના બનાવોમાં વધારો થઇ રહ્યો છે.

જેથી આ ટીમ પશુઓની પકડતી હતી તે દરમિયાન પશુપાલકો સાથે બોલાચાલી થતાં મામલો બિચક્યો હતો. બાદમાં પશુપાલકોએ પાલિકાની ટીમ પર હુમલો કર્યો હતો.

જેમાં એસઆરપી જવાનને માથાના ભાગે ઇજા પહોચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તો બીજી તરફ પોલીસે એસઆરપી જવાન પર હુમલો કરનાર શખ્સને પકડવાની તજવીજ હાથ ધરી છે.
