Bhavnagar News/ ભાવનગરના મહુવામાં જમાઈએ સાસુ સસરાની હત્યા કરી, પત્ની અન્ય સાથે ભાગી જવાનો પતિનો આક્ષેપ, જમાઈની ધરપકડ

પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને હત્યારા જમાઈ અજય ભીલની ધરપકડ કરી

Gujarat

Bhavnagar News : ભાવનગરમાં ડબલ મર્ડરની હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં જમાઈએ તેના સાસુ અને સસરાની ઘાતકી હત્યા કરી નાંખી હતી. જોકે પોલીસે આરોપી જમાઈની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. તપાસમાં જમાઈએ પોતાની પત્નીના અન્ય સાથે ભાગી થઈ જવાના ક્રોધમાં સાસુ-સસરાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી નાખી હોવાનું બહાર આવ્યું છે. આ ડબલ મર્ડરની ઘટનાએ અતિ શાંતપ્રિય એવા મહુવા શહેરમાં ભારે ચકચાર જગાવી છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને હત્યારા જમાઈ અજય ભીલની ધરપકડ કરી છે.

મહુવાના ખારઝાપા વિસ્તારમાં રહેતા રમેશભાઈ અને ભારતીબેન ભીલની દીકરીના લગ્ન અજય રાજુ ભીલસાથે થયા હતા. જોકે, પતિ-પત્ની વચ્ચે લાંબા સમયથી અણબનાવ ચાલી રહ્યો હતો. આ કૌટુંબિક કલહનો અંત અત્યંત કરુણ રીતે આવ્યો હતો. તાજેતરમાં, અજય ભીલની પત્ની અન્ય કોઈ શખ્સ સાથે ભાગી થઈ ગઈ હતી. પોતાની પત્નીના ભાગી જવા પાછળ અજય ભીલે પોતાના સાસુ-સસરાનો હાથ હોવાનું માનીને તેમના પર રોષ ઠાલવ્યો હતો.આ ક્રોધના આવેશમાં, અજય ભીલ પોતાના સાસુ-સસરાના ઘરે ખારઝાપા વિસ્તારમાં પહોંચ્યો હતો.

ત્યાં તેણે સાસુ ભારતીબેન અને સસરા રમેશભાઈ સાથે ઉગ્ર બોલાચાલી શરૂ કરી હતી, જે જોતજોતામાં મારામારીમાં પરિણમી હતી. આ ઝઘડા દરમિયાન, અજય ભીલે આવેશમાં આવીને તીક્ષ્ણ હથિયાર કાઢી લીધું હતું અને સાસુ ભારતીબેન તેમજ સસરા રમેશભાઈ પર ઉપરાછાપરી હુમલો કર્યો હતો.હુમલો એટલો ઘાતકી હતો કે ભારતીબેન અને રમેશભાઈ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને તાત્કાલિક સારવાર મળે તે પહેલાં જ, બંને સાસુ-સસરાનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું.ડબલ મર્ડરની આ ઘટનાની જાણ થતાં જ મહુવા ટાઉન પોલીસનો કાફલો તાત્કાલિક ખારઝાપા વિસ્તારમાં ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે સ્થળ પર પહોંચીને મૃતદેહોનો કબ્જો મેળવીને પીએમ (પોસ્ટમોર્ટમ) અર્થે રવાના કર્યા હતા.

પ્રાથમિક તપાસ બાદ, પોલીસે આ ઘટનામાં અજય ભીલ નામના શખ્સ વિરુદ્ધ ડબલ મર્ડરનો ગુનો નોંધી, તેની વિરુદ્ધ તપાસ હાથ ધરી હતી.પોલીસે ગંભીરતાથી આ કેસની તપાસ હાથ ધરી હતી અને હત્યાના બીજા જ દિવસે આરોપી અજય ભીલને ઝડપી પાડ્યો હતો. હાલમાં, અજય ભીલ પોલીસ કસ્ટડીમાં છે અને તેની વધુ પૂછપરછ કરીને આ ગુના પાછળના અન્ય સંભવિત કારણો અને પાસાઓને ઉજાગર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.ભાવનગરના એસપી ડૉ. હર્ષદ પટેલે જણાવ્યું હતું કે, સાંજના 8 વાગ્યાની આસપાસ આરોપી અજય રાજુ ભીલે પોતાના સાસુ ભારતીબેન અને સસરા રમેશભાઈના ઘરે જઈને પોતાની પત્ની અન્ય વ્યક્તિ સાથે ભાગી ગઈ હોય તે વાતનું મનદુખ રાખીને સાસુ સસરાની સાથે ઝઘડો કરેલો હતો.

આ ઝઘડા દરમિયાન આરોપી અજય દ્વારા પોતાના સાસુ સસરા પર છરી અથવા ચપ્પું જેવા તીક્ષ્ણ હથિયારથી ઘા માર્યા હતા. જેમાં ઈજા થતાં જ એકસેસિવ બ્લેડિંગ થતા બંનેનું સ્થળ પર જ મોત થયું. જ્યારે આરોપી ભાગી ગયો હતો. મહુવા ટાઉન પોલીસ દ્વારા આરોપી અજય રાજુ ભીલને પકડી લેવામાં આવ્યો છે. હાલમાં, આરોપી અજય ભીલને જેલ ભેગો કરવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી ચાલુ છે.ભાવનગર જિલ્લાનું મહુવા શહેર સામાન્ય રીતે શાંતિપ્રિય શહેર તરીકે ઓળખાય છે. આવા શાંત વાતાવરણમાં જમાઈ દ્વારા જ સાસુ-સસરાની ઘાતકી હત્યાનો આ કિસ્સો નોંધાતા સમગ્ર શહેરમાં ભય અને ચકચારનો માહોલ ફેલાઈ ગયો છે. આ ઘટનાએ કૌટુંબિક સંબંધોની નાજુકતા અને ક્રોધના ભયાવહ પરિણામો વિશે સમાજમાં ગંભીર ચર્ચાઓ જગાવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજકોટમાં પોલીસકર્મીઓ વચ્ચે પ્રેમ પ્રકરણથી બાખડ, સાયબર ક્રાઇમ કોન્સ્ટેબલ જીત પાઠક અને મહિલા પોલીસકર્મી ફરાર

આ પણ વાંચો:રાજકોટમાં વોકળાના લીધે લોકોને પલાયન થવાની ફરજ પડી

આ પણ વાંચો:રાજકોટના ધોજીમાં દારૂ પીવા મામલે મિત્રએ મિત્રની કરી હત્યા, પથ્થરના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો