Ahmedabad News : સોશિયલ મીડિયા મારફતે કરેલી મિત્રતા અમદાવાદની સગીરાને ભારે પડી છે અંતે સગીરાને બળાત્કારનો ભોગ બનવાનો વારો આવ્યો છે . યુવકે પાલડી વિસ્તારની હોટલમાં 15 વર્ષીય સગીરા પર બળાત્કાર કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. પોલીસે બળાત્કાર કરનાર એક આરોપીની ધરપકડ કરી છે. જ્યારે બીજા આરોપીની અટકાયત ની તજવીજ હાથ ધરી છે.
ઇસનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 15 વર્ષીય સગીરા પર બળાત્કારની ફરિયાદ નોંધાઈ હતી. સોશિયલ મીડિયા મારફતે સંપર્કમાં આવેલા આરોપીએ સગીરાને ભોળવીને બળાત્કાર કર્યો હતો. સમગ્ર પ્રકરણમાં એસીપી વાય. એ. ગોહિલ નું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે 15 વર્ષની સગીર દીકરી પર ગત 22 સપ્ટેમ્બર ના રોજ બે અજાણ્યા ઇસમો દ્વારા બળાત્કાર થયો હોવાની ફરિયાદ તેના પિતાએ નોંધાવી હતી. હસન અલી અને વકાસ શેખ વિરુદ્ધ અપરણ, પોક્સો અને બળાત્કારનો ગુનો નોંધી ઇસનપુર પોલીસે તપાસ હાથ ધરી હતી.
જેમાં ઇસનપુર પોલીસે હસન અલીની બળાત્કારના ગુનામાં ધરપકડ કરી છે. જ્યારે વકાસ શેખની મદદગારીના ગુનામાં ધરપકડ કરી છે. ભોગ બનનાર સગીરા અને આરોપી એક માસ પહેલા સોશિયલ મીડિયા મારફતે સંપર્કમાં આવ્યા હતા. સોશિયલ મીડિયા મારફતે મોબાઈલ નંબરની બંને એ આપ લે કરી હતી. બંને આરોપીઓ 15 દિવસ પહેલા અમદાવાદ ખાતે મળ્યા હતા. 21 સપ્ટેમ્બર ના રોજ પાલડી વિસ્તારમાં આવેલી હોટલમાં લઈ જઈ ને સગીરા સાથે બળાત્કાર કર્યો હતો.
આરોપીના મિત્ર સાથે ભોગ બનનારની બહેનપણી પણ હોટલમાં ગઈ હોવાનું ઇસનપુર પોલીસની તપાસમાં ખુલવા પામ્યું છે. ભોગ બનનારની બહેનપણી અને આરોપીની મિત્રની પણ ઇસનપુર પોલીસે તપાસ હાથ ધરી છે. સગીરાની બહેનપણી અને આરોપીનો મિત્ર પણ સાથે હતા તો તેની સાથે પણ કોઈ બનાવ બન્યો છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે તપાસમાં શું આવે છે એ જોવું રહ્યું.
આ પણ વાંચો:સુરતમાં તાવના લીધે સાત વર્ષના બાળકનું મોત, ઇન્જેકશનના ઓવરડોઝનો આક્ષેપ
આ પણ વાંચો:સુરતમાં રોગચાળાએ ફરીથી માથુ ઊચક્યું ! ચાર વર્ષના બાળકનું ડેન્ગ્યુથી મોત
આ પણ વાંચો:સુરતના ઉધનાામાં ઊંડા ખાડામાં પડી જતા 8 વર્ષના બાળકનું મોત
