Junagadh News/ જૂનાગઢ કાર અને બાઇકનો અકસ્માત: બેના મોત

જૂનાગઢમાં કાર અને બાઇકનો અકસ્માત થયો છે. અકસ્માતમાં બેના મોત થયા છે. તેમા ચાર ગંભીર રીતે ઇજા પામ્યા છે. સોનાયડી નવા ગામ વચ્ચે પુલ પર અકસ્માત થયો તો. આ અકસ્માતમાં કારમાં સવાર બેના કરૂણ મોત થયા છે.

Gujarat Others

Junagadh News: જૂનાગઢમાં (Junagadh Accident) કાર અને બાઇકનો અકસ્માત થયો છે. અકસ્માતમાં બેના મોત થયા છે. તેમા ચાર ગંભીર રીતે ઇજા પામ્યા છે. સોનાયડી નવા ગામ વચ્ચે પુલ પર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર બેના કરૂણ મોત થયા છે.

અકસ્માતના પગલે સ્થાનિકો તરત જ દોડી આવ્યા હતા. તેઓએ ગાડીમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા અને તાત્કાલિક 108ને બોલાવવામાં આવી હતી. તેની સાથે કેટલાયને તો અકસ્માતના સ્થળે જ સારવાર આપવામાં આવી હતી.

સ્થાનિકોની મદદના કારણે કેટલાય લોકોના જીવ બચી શક્યા હતા. ઘટનાની જાણ થવાના પગલે સ્થાનિક પોલીસ દોડી આવી હતી અને તેણે અકસ્માત ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. તેની સાથે મૃત્યુ પામેલાઓને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.

પોસ્ટમોર્ટમ પછી પોલીસ મૃત્યુ પામેલાઓની ઓળખ કરીને તેમનો મૃતદેહ તેમના સગાસંબંધીઓને સોંપશે. આ ઉપરાંત પોલીસ ડ્રાઇવર નશામાં હતો કે નહીં તેની પણ ચકાસણી કરશે. આ માટે છેલ્લે આ વાહન જ્યાં રોકાયું હતું તે સ્થળ પણ જીપીએસની મદદથી શોધીને આગળની કાર્યવાહી કરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મહેસાણાના 2 મર્ડર કેસના નાસતા ફરતા આરોપીની ધરપકડ

આ પણ વાંચો: જુનાગઢ NSUI યુવા નેતાના અપહરણ-હત્યાના પ્રયાસના ગુનામાં ગણેશ ગોંડલની ધરપકડ

આ પણ વાંચો: ગુજરાત ભાજપના સાંસદોને આજ સાંજ સુધીમાં દિલ્હી પંહોચવા હાઈકમાન્ડનો આદેશ, તમામ સાંસદો 9 જૂન સુધી રોકાશે