Gujarat News: અમદાવાદમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ 171 રહેણાક વિસ્તારમાં જ તૂટી પડી હતી. આ પ્લેનમાં સવાર લગભગ બધા જ મુસાફરોના મોત થયા, પરંતુ તેની સાથે ફ્લાઇટ હોસ્ટેલ પર ક્રેશ થઈ ત્યાં જમી રહેલા ઘણા કોલેજ સ્ટુડન્ટ્સ પણ મૃત્યુ પામ્યા હતા. આના પગલે એરપોર્ટની આસપાસના વિસ્તારોમાં સલામતીના માપદંડ નક્કી કરવા તે મહત્વની જરૂરિયાત બની ગઈ છે.
એરપોર્ટ જ નહીં તેની આસપાસના વિસ્તારોમાં સલામતી પણ મહત્વની છે. તેમા પણ ખાસ કરીને પ્લેનના લેન્ડિંગ અને ટેક-ઓફના રુટમાં આવતા વિસ્તારો સલામતીની રીતે જોખમી કેટેગરીમાં આવે છે. અમદાવાદમાં એરપોર્ટની આસપાસના વિસ્તારોમાં 45 ફૂટ સુધીની જ ઊંચાઈના બાંધકામની છૂટ છે. આમ છતાં પણ એરપોર્ટની આસપાસના વિસ્તારોની સલામતી માટે આટલું પૂરતુ છે જરા પણ નહીં.

પ્લેનના મુસાફરોની સલામતી જેટલી જરૂરી છે તો સલામતીની તેટલી જ જરૂરિયાત એરપોર્ટના આસપાસના વિસ્તારોની પણ છે. અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટના આગામી સમયમાં ફક્ત અમદાવાદ જ નહીં દેશના અનેક એરપોર્ટની આસપાસના વિસ્તારોમાં સલામતીના માપદંડો સુનિશ્ચિત કરવાનો અને તેનો તેટલા જ કડકાઈથી અમલ કરવાની જરૂરિયાત પણ બતાવે છે.

પ્લેન ક્રેશની દુર્ઘટના મોટાપાયે પ્લેનના ટેકઓફ કે લેન્ડિંગ વખતે જ થતી હોય છે. ઘણી વખત પ્લેન એરપોર્ટની સુરક્ષા દીવાલ તોડીને આજુબાજુના વિસ્તારોમાં ધસી ગયુ હોવાના અનેક કિસ્સા બન્યા છે. તેથી ફક્ત એરપોર્ટ સત્તાવાળાઓ જ નહીં જે તે શહેરના કોર્પોરેશનના સત્તાવાળાઓએ પણ એરપોર્ટ વિસ્તારમાં થતાં કોઈપણ પ્રકારના બાંધકામને લઈને આડેધડ મંજૂરી આપતા ચેતવું પડશે. તેમા પણ ગેરકાયદેસર બાંધકામ તો કોઈપણ પ્રકારના રહેવા જ ન દેવા જોઈએ. એરપોર્ટ ઓથોરિટી અને શહેરના કોર્પોરેશનના સત્તાવાળા બંનેએ ભેગા થઈને પહેલા એરપોર્ટ અને તેની આસપાસના વિસ્તારોની સુરક્ષાના માપદંડો બનાવવા જોઈએ અને તેનું બંનેએ ચુસ્તપણ પાલન કરવું જોઈએ. દરેક જીવની સલામતી જરૂરી છે, પછી તે પ્લેનમાં બેસનાર હોય કે એરપોર્ટની જોડે રહેનાર હોય.
આ પણ વાંચો:અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તબીબોની ટીમ ખડેપગે
આ પણ વાંચો:PM નરેન્દ્ર મોદી વિમાન અકસ્માતમાં મુસાફરોના મોત પર શોક વ્યક્ત કર્યો
આ પણ વાંચો:અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના: પોલીસ પરિવારજનોની કરી રહી છે સેવા
