કુબુદ્ધિ/ ભચાઉ મર્ડર કેસ: વૃદ્ધાની હત્યા પાછળ ફિલ્મી સ્ટોરી; પ્રેમિકાને પામવા પ્રેમીનો પ્લાન

વોંધડા ગામનો યુવકને એક યુવતી સાથે લગ્ન કરવાના હતા. પરંતુ, પોતાના કુંટુબની જ યુવતી હોય તેના લગ્ન શક્ય ન હતા.

Gujarat Others
  • ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવો હત્યાનો બનાવ
  • પ્રેમિકાને મૃત જાહેર કરવા પ્રેમીએ વૃદ્ધાની હત્યા કરી,
  • લાશને સળગાવી સ્ટોરી પૂરી કરે તે પહેલા પ્રેમીયુગલનો ભાંડો ફૂટી ગયો

ભચાઉ: કચ્છના ભચાઉમાં ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવો હત્યાનો બનાવ સામે આવ્યો છે. કચ્છના ભચાઉમાં એક વૃદ્ધ મહિલાની હત્યા કરવામાં આવી હતી. આ હત્યાને લઈને અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. આ કેસને લઈને પોલીસને પોતાની તપાસમાં એવી તો માહિતી મળી છે કે, પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ છે. આ સ્ટોરી તમે સાંભળશે તો તમે પણ કહેશો કે, લોકો કેવા-કેવા મગજ દોડાવીને અપરાધને રસ્તે જઈ રહ્યા છે.

ત્રણ દિવસ પહેલા પોતાના ઘરેથી ગુમ થયેલા 87 વર્ષીય વૃદ્ધાની શોધખોળ દરમિયાન હત્યાના ચોંકાવનારા બનાવનો ઘટસ્ફોટ થયો છે.

વોંધડા ગામનો યુવકને એક યુવતી સાથે લગ્ન કરવાના હતા. પરંતુ, પોતાના કુંટુબની જ યુવતી હોય તેના લગ્ન શક્ય ન હતા. પરંતુ, બંને અલગ થવા તૈયાર ન હતા. જેથી બંનેએ સાથે મળીને એક સ્ટોરી ઘડી કાઢી હતી. જેમાં પ્રેમિકાને ગુમ કરી મૃત જાહેર કરવાનું નક્કી કર્યું હતું. જેના માટે પ્રેમિકાએ સળગી જઈ આત્મહત્યા કરી હોવાનું પ્રસ્થાપિત કરવા હાડકા મેળવવાનો નિર્ણય કર્યો હતો.

આરોપીએ સૌ પ્રથમ કબ્રસ્તાનમાંથી હાડકાની શોધખોળ કરી હતી. પરંતુ, ત્યાંથી નિષ્ફળતા હાથ લાગતા ભચાઉમાં વૃદ્ધાની હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. જો કે, આરોપી વૃદ્ધાની લાશને સળગાવે તે પહેલા જ સમગ્ર કાવતરાનો પર્દાફાશ થઈ ગયો હતો. પોલીસે વોંધડાના રાજુ ગણેશભાઇ છાંગા અને તેની પ્રેમિકા રાધિકાની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો-સુરતમાંથી નકલી IPS અધિકારી ઝડપાયો,વર્ધી IPSની અને ટોપી કોન્સ્ટેબલની!

આ પણ વાંચો- તહેવાર ટાણે પણ અમરેલીની ફટાકડા બજાર સુમસામ, વેપારીઓ મુંઝવણમાં