Gandhinagar News: ગુજરાત વિધાનસભામાં આજે ગૃહ, જેલ, (Police) કાયદા અને ન્યાય વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પર ચર્ચા હાથ ધરવામાં આવી હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિપક્ષના આક્ષેપોનો જડબાતોડ જવાબ આપતા રાજ્યની સુરક્ષા માટે સરકારની કટિબદ્ધતા દોહરાવી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, “ગૃહ વિભાગ એ ગુજરાતની ઢાલ છે અને ન્યાયતંત્ર એ રાજદંડ છે.” વિધાનસભા ગૃહમાં કુલ 16,967 કરોડ રૂપિયાની અંદાજપત્રીય માંગણીઓ બહુમતીથી પસાર કરવામાં આવી હતી. હર્ષ સંઘવીના સંબોધનના મુખ્ય અંશ અને મહત્વના નિર્ણયો.
અસામાજિક તત્વો પર ‘દાદાનું બુલડોઝર’
નાયબ મુખ્યમંત્રીએ ભૂમાફિયાઓને ખુલ્લી ચેતવણી આપતા જણાવ્યું કે, શાંત ગુજરાતમાં દયા અને દાદાગીરી બંને એકસાથે નહીં ચાલે. રાજ્યના 6 જિલ્લાઓમાં જાન્યુઆરી-2026 સુધીમાં 7,902 ગેરકાયદે સાઇટ્સ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. આ કામગીરી દ્વારા 1,807 હેક્ટર જમીન દબાણમુક્ત કરાઈ છે, જેની બજાર કિંમત 2,246 કરોડ રૂપિયાથી વધુ થાય છે.
દીકરીઓની સુરક્ષા: 14 નરાધમોને ફાંસીની સજા
મહિલા સુરક્ષા અંગે આંકડા રજૂ કરતા તેમણે જણાવ્યું કે, છેલ્લા ચાર વર્ષમાં પોક્સો (POCSO) એક્ટ હેઠળ ગુજરાત પોલીસે (Police) અભૂતપૂર્વ કામગીરી કરી છે. 1,439 કેસોમાં કોર્ટે સજા ફટકારી છે, જેમાં 907 ગુનેગારોને આજીવન કેદ અને 14 નરાધમોને ફાંસીની સજા અપાવવામાં આવી છે. રાજ્યમાં દીકરીઓની સુરક્ષા માટે 18 નવી એક્સ્ક્લુઝીવ ફાસ્ટ-ટ્રેક પોક્સો કોર્ટની સ્થાપના પણ કરવામાં આવશે.
આતંકવાદ સામે કડક કાર્યવાહી: 29 આતંકીઓ ઝડપાયા
ગુજરાત એટીએસ (ATS) ની કામગીરીના વખાણ કરતા શ્રી સંઘવીએ કહ્યું કે, વર્ષ 2023 થી 2026 દરમિયાન અલ-કાયદા અને ISKP ના 29 ખતરનાક આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે. ખાસ કરીને અયોધ્યા રામ મંદિર પર હુમલાનું કાવતરું રચનાર આતંકીને જીવતા ગ્રેનેડ સાથે પકડી પાડી ગુજરાત પોલીસે મોટી દુર્ઘટના ટાળી છે.
Police પરિવારો માટે ઐતિહાસિક આવાસ યોજના
પોલીસ (Police) દળના કલ્યાણ માટે સરકારે મોટો નિર્ણય લીધો છે. ઇતિહાસમાં પ્રથમવાર એકસાથે 20,400 થી વધુ નવા આવાસોને મંજૂરી અપાઈ છે. હવે પોલીસ કોન્સ્ટેબલ અને જેલ સિપાહીઓને જૂના 1-BHK ને બદલે આધુનિક સુવિધાયુક્ત 2-BHK ના આવાસો ફાળવવામાં આવશે. અત્યાર સુધીમાં 45,000 થી વધુ આવાસો સોંપી દેવામાં આવ્યા છે.
‘BHARAT’ વિઝન અને આધુનિક સુરક્ષા
રાજ્યની સુરક્ષાને છ સ્તંભો (Border, Coastal, Cyber, High-Tech, Terror Action, Rapid Response) દ્વારા મજબૂત કરાશે. ‘ડાયલ 112 જન રક્ષક’ પ્રોજેક્ટને કારણે પોલીસનો (Police) રિસ્પોન્સ ટાઈમ ઘટીને માત્ર 11 મિનિટ 23 સેકન્ડ થયો છે. આ ઉપરાંત ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ કાર્યવાહી કરી અત્યાર સુધીમાં 14 હજાર કરોડથી વધુનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: શું તમે જાણો છો કે ભારતમાં કેટલા કરોડ લોકો મોબાઈલ વાપરે છે?,કેન્દ્ર સરકારે જાહેર કર્યો ડેટા
આ પણ વાંચો: BSNLના ડેટા થયા ચોરી, ડેટા લીકને રોકવા માટે પ્રયાસ કરાશે અને તપાસ હાથ ધરશે, સરકારે કર્યો ખુલાસો
આ પણ વાંચો: ઈસરોનું બાહુબલી LVM3 લોન્ચ કરાયું, હવે બદલાશે મોબાઇલ નેટવર્કનું ભવિષ્ય
