Lifestlye/ રોજ લિપસ્ટિક લગાવતા હોવ તો સાવધાન! હોઠ કાળા ન પડે તે માટે આ 5 વાતોનું રાખો ધ્યાન

લિપસ્ટિકના સતત ઉપયોગથી Lips માં કાળાશ અને શુષ્કતા આવી શકે છે. આ સમસ્યાથી બચવા માટે લિપ બામનો ઉપયોગ કરવો, રાત્રે લિપસ્ટિક સાફ કરવી અને હોઠને નિયમિત એક્સફોલિએટ કરવા જોઈએ.

Trending Tips & Tricks Lifestyle
Lips

Lipstick Side Effects: લિપસ્ટિક એ દરેક સ્ત્રીના મેકઅપ બોક્સનો અનિવાર્ય ભાગ છે. ઓફિસ હોય કે ફંક્શન, લિપસ્ટિક ચહેરાની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે છે. પરંતુ શું તમે જાણો છો કે તેનો વધુ પડતો અને રોજિંદો ઉપયોગ તમારા ગુલાબી હોઠને (Lips)કાળા અને નિર્જીવ બનાવી શકે છે? લિપસ્ટિકમાં રહેલા કેમિકલ્સ અને લેડ (સીસું) લાંબા ગાળે હોઠની ત્વચાને નુકસાન પહોંચાડે છે. જો તમે લિપસ્ટિક વગર રહી શકતા નથી, તો હોઠની સુરક્ષા માટે આ 5 બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. લિપસ્ટિકના ઉપયોગ વખતે હોઠની સંભાળ માટેની ટિપ્સ.

ક્યારેય પણ હોઠ પર સીધી લિપસ્ટિક ન લગાવો. લિપસ્ટિક લગાવતા પહેલા હંમેશા સારી ગુણવત્તાનું લિપ બામ લગાવો. લિપ બામ હોઠ (Lips) પર એક રક્ષણાત્મક પડ (Protective Layer) બનાવે છે, જે લિપસ્ટિકમાં રહેલા હાનિકારક કેમિકલ્સને હોઠની અંદર પ્રવેશતા અટકાવે છે અને હોઠને હાઇડ્રેટેડ રાખે છે.

Lips

રાત્રે લિપસ્ટિક હટાવવાનું ન ભૂલશો

ઘણી મહિલાઓ રાત્રે મેકઅપ સાફ કર્યા વગર જ સૂઈ જાય છે, જે હોઠ માટે સૌથી વધુ નુકસાનકારક છે. લિપસ્ટિક લાંબા સમય સુધી હોઠ પર રહેવાથી ત્વચાના છિદ્રો બંધ થઈ જાય છે અને હોઠ કાળા પડવા લાગે છે. રાત્રે સૂતા પહેલા મેકઅપ રિમૂવર અથવા નારિયેળ તેલની મદદથી હોઠને નરમાશથી સાફ કરવા જોઈએ.

સસ્તી અને લોકલ બ્રાન્ડની લિપસ્ટિકમાં પેરાબેન્સ અને હેવી મેટલ્સનું પ્રમાણ વધુ હોય છે, જે હોઠને કાયમી નુકસાન કરી શકે છે. હંમેશા બ્રાન્ડેડ અને સારી ગુણવત્તાની લિપસ્ટિક જ ખરીદો. આ ઉપરાંત, લિપસ્ટિકની એક્સપાયરી ડેટ વારંવાર ચેક કરતા રહો. જૂની થઈ ગયેલી લિપસ્ટિક ઇન્ફેક્શન અને કાળાશનું મુખ્ય કારણ બને છે.

Lips

Lips ને એક્સફોલિએટ કરો

હોઠની (Lips) મૃત ત્વચા (Dead Skin) દૂર કરવી ખૂબ જરૂરી છે. અઠવાડિયામાં 2 થી 3 વખત હોઠ (Lips) ને સ્ક્રબ કરો. તમે ઘરે જ ખાંડ અને મધનું મિશ્રણ બનાવીને હોઠ પર હળવા હાથે મસાજ કરી શકો છો. આનાથી હોઠનું લોહીનું પરિભ્રમણ વધશે અને તેનો કુદરતી ગુલાબી રંગ જળવાઈ રહેશે.

મેટ લિપસ્ટિક લાંબા સમય સુધી ટકે છે, પરંતુ તે હોઠમાંથી (Lips) ભેજ છીનવી લે છે અને હોઠને ડ્રાય બનાવી દે છે. જો તમારા હોઠ (Lips) વારંવાર ફાટી જતા હોય કે કાળા પડી રહ્યા હોય, તો મેટ લિપસ્ટિકને બદલે મોઇશ્ચરાઇઝિંગ અથવા ક્રીમી લિપસ્ટિકનો ઉપયોગ કરવો વધુ હિતાવહ છે.


આ પણ વાંચો:નોકરીની સાથે ફ્રીલાન્સિંગ કરવું કાયદેસર છે કે ગુનો? સાઈડ ઇન્કમ કરતા પહેલા જાણો નિયમ

આ પણ વાંચો :મોંઘા ક્રીમની જરૂર નથી! ઘરે જ બનાવો આ કુદરતી ટોનર્સ અને મેળવો કાચ જેવી ચમકતી ત્વચા

આ પણ વાંચો: એસિડિટી થાય ત્યારે ભૂલથી પણ ન ખાવો આ ફળો, ફાયદાની જગ્યાએ થઈ શકે છે મોટું નુકસાન!