Not Set/ મનમોહન સિંહ પર બની રહેલી ફિલ્મ રિલીઝ પર રોક લગાવવાનો કોર્ટનો આદેશ

મુંબઇ પુર્વ વડા પ્રધાન મનમોહન સિંહ પર બની રહેલ બાયોપિક ‘ધ એક્સિડેંટલ પ્રાઈમ મિનિસ્ટર‘ અટકાવી દેવામાં આવી છે. બોમ્બે હાઈકોર્ટે સીબીએફસીને ફિલ્મ રિલીઝ કરવાની પરવાનગી ન આપવાનો આદેશ આપ્યો છે. આ ફિલ્મ આ જ નામની પુસ્તક પર આધારિત છે. ફિલ્મમાં મનમોહન સિંહની ભૂમિકા અનુપમ ખેર ભજવી રહ્યા છે. આ ફિલ્મ બોહરા બ્રધર્સ પ્રાઇવેટ લિમિટેડના બેનર હેઠળ બની […]

Trending Entertainment

મુંબઇ

પુર્વ વડા પ્રધાન મનમોહન સિંહ પર બની રહેલ બાયોપિક ધ એક્સિડેંટલ પ્રાઈમ મિનિસ્ટર‘ અટકાવી દેવામાં આવી છે. બોમ્બે હાઈકોર્ટે સીબીએફસીને ફિલ્મ રિલીઝ કરવાની પરવાનગી ન આપવાનો આદેશ આપ્યો છે. આ ફિલ્મ આ જ નામની પુસ્તક પર આધારિત છે. ફિલ્મમાં મનમોહન સિંહની ભૂમિકા અનુપમ ખેર ભજવી રહ્યા છે.

આ ફિલ્મ બોહરા બ્રધર્સ પ્રાઇવેટ લિમિટેડના બેનર હેઠળ બની રહી છે. જેની સામે મુંબઇ સ્થિત કંપની જૈન એન્ટરટેઇનમેન્ટ નેટવર્કએ એવો આક્ષેપ કર્યો છે કે તેની રકમ ચૂકવવામાં આવી નથી. કંપનીએ કોર્ટમાં અરજી દાખલ કરી. આ સુનાવણી દરમિયાનકોર્ટએ ફિલ્મને રજૂ ન કરવા માટે આદેશ આપ્યો.

Vijay Ratnakar Bohra Brothers के लिए इमेज परिणाम

જૈન એન્ટરટેઇનમેન્ટ નેટવર્કના સીનીયર એડવોકેટ દિનેશ તિવારીએ જણાવ્યું હતું કે મારા ક્લાયન્ટે બોહરા બ્રધર્સને કરોડો રૂપિયા ઉધાર આપ્યા હતા.કરોડો રૂપિયા લઇને બોહરા બ્રધર્સ ભાગી જતાં મારા ક્લાયન્ટે કોર્ટમાં કેસ કરવાનો નિર્ણય કર્યો હતો.અદાલતે ડિસેમ્બર 2017માં મારા ક્લાયન્ટની તરફેણમાં નિર્ણય આપ્યો હતો. પરંતુ કોર્ટના આદેશને પણ માનવામાં નહોતો આવ્યો.

Vijay Ratnakar Bohra Brothers के लिए इमेज परिणाम

ધ એક્સિડેંટલ પ્રાઈમ મિનિસ્ટરના ડાયરેક્ટર વિજય રત્નાકર ગુટ્ટેને મુંબઈમાં ધરપકડ કર્યા પછી નેશનલીસ્ટ કોંગ્રેસ પાર્ટીઅનુપમ ખેરની પૂછપરછ કરવાની માગણી કરી હતી.જો કે પોલિસ દ્રારા વિજય રત્નાકર પર એક્શન લેવામાં આવેલ છે. વિજય રત્નાકર પર 34 કરોડના જીએસટી કૌભાંડનો કેસ થયો છે.