Charger Safety: આજના સમયમાં સ્માર્ટફોન આપણી જરૂરિયાત બની ગયો છે અને તેની સાથે જ ચાર્જરનો ઉપયોગ પણ સતત વધ્યો છે. ઘણીવાર આપણે આળસમાં કે ઉતાવળમાં મોબાઈલ ચાર્જ થઈ ગયા પછી ફોન તો કાઢી લઈએ છીએ, પરંતુ ચાર્જરને પ્લગ પોઈન્ટમાં જ ચાલુ રહેવા દઈએ છીએ. જો તમે પણ આવી ભૂલ કરી રહ્યા હોવ, તો સાવધાન થઈ જવાની જરૂર છે. આ નાનકડી બેદરકારી તમારા વીજળીના બિલથી લઈને ઘરની સુરક્ષા સુધી મોટું જોખમ ઉભું કરી શકે છે. ચાર્જરને આખો દિવસ પ્લગમાં રાખવાથી થતા નુકસાન.
Charger ના કારણે શોટ સર્કિટ અને આગનું જોખમ
જ્યારે ચાર્જર પ્લગમાં હોય અને સ્વિચ ચાલુ હોય, ત્યારે તેમાં સતત વીજળીનો પ્રવાહ ચાલુ રહે છે. જો ચાર્જરની ગુણવત્તા નબળી હોય અથવા પાવર સપ્લાયમાં અચાનક વધારો (Power Surge) થાય, તો ચાર્જરમાં શોર્ટ સર્કિટ થઈ શકે છે. પ્લાસ્ટિકની બોડી હોવાને કારણે તે જલ્દી પીગળી શકે છે અને આગ લાગવાનું કારણ બની શકે છે.
પ્લગમાં રહેલું ચાર્જર ભલે ફોન સાથે જોડાયેલું ન હોય, પણ તેના આંતરિક ટ્રાન્સફોર્મર અને સર્કિટ કાર્યરત રહે છે. સતત પાવર સપ્લાય મળવાને કારણે ચાર્જરના અંદરના પાર્ટ્સ ગરમ થાય છે. આનાથી ચાર્જરની કાર્યક્ષમતા ધીમે-ધીમે ઘટતી જાય છે અને તે જલ્દી ખરાબ થઈ જાય છે.
વેમ્પાયર’ વીજળીનો વપરાશ
ઘણા લોકોને લાગે છે કે ફોન કનેક્ટ ન હોય તો વીજળી વપરાતી નથી, પણ આ એક ખોટી માન્યતા છે. પ્લગમાં રહેલું ચાર્જર ‘ફેન્ટમ લોડ’ અથવા ‘વેમ્પાયર પાવર’ તરીકે ઓળખાતી વીજળીનો વપરાશ કરે છે. ભલે તે ખૂબ જ ઓછા પ્રમાણમાં હોય, પરંતુ જો તમે આખા વર્ષ દરમિયાન અનેક ચાર્જર આ રીતે ચાલુ રાખો છો, તો તે તમારા વીજળીના બિલમાં બિનજરૂરી વધારો કરે છે.
બાળકો અને પાલતુ પ્રાણીઓ માટે જોખમી
જો ચાર્જર (Charger) પ્લગમાં ચાલુ હોય અને તેનો છેડો નીચે લટકતો હોય, તો ઘરમાં રહેલા નાના બાળકો કે પાલતુ પ્રાણીઓ તેને મોઢામાં નાખી શકે છે. ચાર્જરના (Charger) કેબલમાં રહેલો ડીસી (DC) કરંટ જીવલેણ ન હોવા છતાં, તે ગંભીર આંચકો કે ઈજા પહોંચાડી શકે છે.
સતત વીજળીના પ્રવાહને કારણે ચાર્જર (Charger) ગરમ થઈ જાય છે. જો તેની આસપાસ કોઈ જ્વલનશીલ વસ્તુ જેમ કે કપડાં, કાગળ કે બેડ હોય, તો તે ગરમી પકડી શકે છે. ખાસ કરીને ઉનાળામાં જ્યારે વાતાવરણ પહેલેથી જ ગરમ હોય, ત્યારે આ સ્થિતિ વધુ જોખમી સાબિત થાય છે.
આ પણ વાંચો:Chrome વાપરનારાઓ માટે ભારત સરકારની હાઈ-રિસ્ક ચેતવણી, હેકર્સ કરી શકે છે તમારા ડેટાની ચોરી
આ પણ વાંચો:એન્ડ્રોઇડ ફોનમાં જોવા મળી ગંભીર ખામી, તમારા પર્સનલ ડેટાને બચાવવા માટે ફોલો કરો આ સ્ટેપ્સ



