Relationship News/ પીડામાં ઉકેલ નહીં, સાથ જોઈએ છે? જાણો કેવી રીતે પાર્ટનરને તમારી લાગણીઓ સમજાવવી

સંબંધોમાં જ્યારે એક Partner ભાવનાત્મક પીડામાં હોય ત્યારે તેને સલાહ કરતા સાંત્વનાની વધુ જરૂર હોય છે. આ સ્થિતિને સુધારવા માટે પોતાની જરૂરિયાતો સ્પષ્ટપણે જણાવવી, પાર્ટનર પાસે ‘સોલ્યુશન’ ને બદલે ‘સપોર્ટ’ માંગવો અને શાંતિથી સંવાદ કરવો જરૂરી છે.

Trending Tips & Tricks Lifestyle Relationships
Partner

Relationship Tips:  લગ્નજીવન કે પ્રેમ સંબંધમાં ઘણીવાર એવી સ્થિતિ સર્જાય છે જ્યારે આપણે કોઈ વાતથી પરેશાન હોઈએ અને પાર્ટનર (Partner) પાસે માત્ર થોડો સાથ અને સાંત્વના ઈચ્છતા હોઈએ. પરંતુ, સામેની વ્યક્તિ તમારી લાગણીઓને સમજવાને બદલે તરત જ ‘ઉકેલ’ (Solutions) કે ‘સલાહ’ આપવાનું શરૂ કરી દે છે. આ સ્થિતિમાં ઘણીવાર વ્યક્તિને એવું લાગે છે કે તેની પીડાની કોઈ કિંમત નથી અથવા તેને સાંભળવામાં આવી રહ્યો નથી. આ સમસ્યાનો ઉકેલ ઝઘડામાં નહીં પણ યોગ્ય સંવાદમાં છુપાયેલો છે. આવી પરિસ્થિતિને હેન્ડલ કરવા માટેની ખાસ ટિપ્સ.

Partner

તમારી જરૂરિયાત સ્પષ્ટપણે જણાવો

મોટાભાગના કિસ્સાઓમાં પાર્ટનર (Partner) ખરાબ ઈરાદાથી સલાહ નથી આપતો, પણ તેને લાગે છે કે ઉકેલ બતાવીને તે તમારી મદદ કરી રહ્યો છે. આવી સ્થિતિમાં વાત શરૂ કરતા પહેલા જ કહો, “મારે અત્યારે કોઈ સલાહની જરૂર નથી, મારે બસ તારી સામે મારું મન હળવું કરવું છે. શું તું મને માત્ર સાંભળી શકે?” તમારી જરૂરિયાત સ્પષ્ટ કરવાથી સામેની વ્યક્તિ લિસનિંગ મોડમાં આવી જશે.

Partner

‘સોલ્યુશન’ નહીં પણ ‘સપોર્ટ’ માંગો

પુરુષોમાં સામાન્ય રીતે સમસ્યા સાંભળતા જ તેનો ઉકેલ લાવવાની વૃત્તિ હોય છે. જો તમારા પાર્ટનર (Partner) પણ આવા હોય, તો તેમને સમજાવો કે અત્યારે તમને તેમની બુદ્ધિ કે તર્કની નહીં, પણ તેમના ભાવનાત્મક સાથની જરૂર છે. “હું જાણું છું કે તારી પાસે ઉકેલ છે, પણ અત્યારે મારે બસ તારો હાથ પકડીને બેસવું છે” – આ એક વાક્ય આખો માહોલ બદલી શકે છે.

Partner

Partnerના દૃષ્ટિકોણને પણ સમજો

જ્યારે પાર્ટનર (Partner) સલાહ આપે છે, ત્યારે તેનો અર્થ એ પણ હોઈ શકે કે તે તમને દુઃખી જોઈ શકતો નથી અને ઈચ્છે છે કે તમારી સમસ્યા જલ્દી ખતમ થઈ જાય. તેમના આ પ્રયાસને નકારાત્મક રીતે જોવાને બદલે તેને પ્રેમની એક રીત તરીકે જુઓ. જોકે, તેમને એ જણાવવું જરૂરી છે કે તેમની સલાહ અત્યારે તમારી અશાંતિ વધારી રહી છે.

Partner

વાતચીત માટે યોગ્ય સમય પસંદ કરો

જ્યારે તમે અત્યંત ગુસ્સામાં કે પીડામાં હોવ ત્યારે ગંભીર ચર્ચાઓ ટાળો. જ્યારે બંનેનું મન શાંત હોય, ત્યારે એકબીજાને પૂછો, “જ્યારે હું પરેશાન હોઉં ત્યારે તારે કેવો પ્રતિભાવ આપવો જોઈએ તે હું તને સમજાવવા માંગુ છું.” આનાથી ભવિષ્યમાં થતી ગેરસમજ અટકી જશે.

Partner

લાગણીઓનું મૂલ્ય (Validation) સમજાવો

સંબંધમાં સૌથી મહત્વની બાબત એ છે કે પાર્ટનર (Partner) તમારી પીડાને સ્વીકારે. તેમને કહો કે, “તારી સલાહ સાચી હોઈ શકે, પણ અત્યારે મને એવું લાગે છે કે તું મારી લાગણીઓને ગંભીરતાથી નથી લઈ રહ્યો.” જ્યારે પાર્ટનર (Partner) તમારી પીડાને ‘વેલિડેટ‘ કરે છે, ત્યારે અડધી સમસ્યા ત્યાં જ ખતમ થઈ જાય છે.


આ પણ વાંચો:  શું તમે ઇનફર્ટિલિટી પાછળના આ છુપાયેલા કારણો જાણો છો? પુરુષ અને મહિલા બંનેમાં હોઈ શકે છે આ સમસ્યા

આ પણ વાંચો:શું તમે તમારા પાર્ટનર સાથે ખુલીને વાત કરી શકો છો? જાણો કમ્યુનિકેશન ગેપ દૂર કરવાની રીતો!

આ પણ વાંચો: શું સેક્સ ખરેખર ડિપ્રેશન દૂર કરી શકે છે? જાણો શું કહે છે વિજ્ઞાન અને માનસિક સ્વાસ્થ્ય પર તેની અસર