Interesting Facts: ઘણીવાર આપણે જોઈએ છીએ કે ઘરમાં આરામદાયક પલંગ કે ગાદલું હોવા છતાં, પાલતુ કુતરા (Dog) ઘરના મુખ્ય દરવાજા કે રૂમના પ્રવેશદ્વાર પાસે સૂવાનું પસંદ કરે છે. આપણને કદાચ આ એક સામાન્ય આદત લાગે, પરંતુ પ્રાણી નિષ્ણાતો અને વૈજ્ઞાનિકોના મતે આ વર્તન પાછળ કેટલાક મજબૂત કુદરતી અને મનોવૈજ્ઞાનિક કારણો છુપાયેલા છે. કુતરા (Dog) ઓના દરવાજા પાસે સૂવા પાછળના મુખ્ય કારણો.
રક્ષણ અને વફાદારીની ભાવના
કુતરાઓ મૂળભૂત રીતે વફાદાર અને રક્ષક પ્રાણી છે. તેમના પૂર્વજો (વરુ) હંમેશા તેમની ગુફાના પ્રવેશદ્વાર પર સૂતા હતા જેથી કોઈ પણ ખતરાનો સામનો કરી શકાય. પાલતુ કુતરાઓમાં પણ આ આનુવંશિક ગુણ (Genes) જોવા મળે છે. દરવાજા પાસે સૂઈને તેઓ સુનિશ્ચિત કરે છે કે પરિવારના સભ્યો સુરક્ષિત છે અને તેઓ કોઈપણ બહારની હિલચાલ પર નજર રાખી શકે છે.
કુતરાના શરીરનું તાપમાન મનુષ્ય કરતા થોડું વધારે હોય છે, તેથી તેમને જલ્દી ગરમી લાગે છે. ઘરના દરવાજા કે બારી પાસે બહારથી આવતી હવાની અવરજવરને કારણે ત્યાંની ટાઈલ્સ કે ભોંયતળિયું વધુ ઠંડુ હોય છે. ગરમીથી બચવા અને શરીરને ઠંડુ રાખવા માટે તેઓ દરવાજા પાસેની ઠંડી જગ્યા પસંદ કરે છે.
કુતરાઓ તેમના માલિક પ્રત્યે ખૂબ જ લગાવ ધરાવે છે. જ્યારે માલિક ઘરની બહાર હોય છે, ત્યારે દરવાજો એ એકમાત્ર જગ્યા છે જ્યાંથી તેઓ પરત ફરવાના છે. તેથી, કુતરાઓ (Dog) દરવાજા પાસે સૂઈને માલિકના આવવાની રાહ જોતા હોય છે જેથી તે આવતાની સાથે જ તેમનું સ્વાગત કરી શકે.
Dog ની તીવ્ર સાંભળવાની અને સૂંઘવાની શક્તિ
દરવાજો એ ઘરનો એવો ભાગ છે જ્યાંથી બહારના અવાજો અને ગંધ સૌથી વધુ આવે છે. કુતરાઓની (Dog) સાંભળવાની શક્તિ મનુષ્ય કરતા 4 ગણી વધુ હોય છે. દરવાજા પાસે સૂઈને તેઓ આસપાસની દરેક નાની આહટ પણ સાંભળી શકે છે, જે તેમને એલર્ટ મોડમાં રાખવામાં મદદ કરે છે.
કેટલાક કિસ્સાઓમાં, જો કુતરો (Dog) સતત દરવાજા પાસે જ બેસી રહેતો હોય અને બેચેન દેખાતો હોય, તો તે સેપરેશન એન્ઝાઈટી (માલિકથી દૂર થવાનો ડર) અથવા વધુ પડતી ચિંતાનું લક્ષણ હોઈ શકે છે. આવા સમયે તેમની બોડી લેંગ્વેજ સમજવી જરૂરી છે.
આ પણ વાંચો:ભારતનું સૌથી ડરામણું અને અદભૂત મંદિર, રાણીની ઈચ્છા માટે બનેલા આ શિવધામ પાછળ શું છે અસલી સત્ય?
આ પણ વાંચો: બારમેરના દેરાસર ગામની અનોખી કહાની, જાણો કેમ અહીં પુરુષો માટે બીજા લગ્ન કરવા છે અનિવાર્ય
આ પણ વાંચો: શું તમે જાણો છે આ ભૂતિયા રસ્તાઓનું રહસ્ય? જાણો ભારતના સૌથી ડરામણા રસ્તાઓની કહાની


