Haunted Roads: ભારતમાં અનેક રસ્તાઓ (Roads) અને હાઈવે એવા છે જે તેની સુંદરતા માટે જાણીતા છે, પરંતુ કેટલાક રસ્તાઓ એવા પણ છે જેના વિશે સાંભળીને જ રૂંવાડા ઉભા થઈ જાય છે. રાત્રિના સમયે આ રસ્તાઓ (Roads) પર મુસાફરી કરવી એ જીવનું જોખમ લેવા બરાબર છે. લોકોએ આ રસ્તાઓ પર અજીબોગરીબ પડછાયાઓ, લિફ્ટ માંગતી સ્ત્રીઓ અને અચાનક થતા અકસ્માતોનો અનુભવ કર્યો છે. જો તમે પણ એડવેન્ચરના શોખીન હોવ, તો ભારતના આ સૌથી ડરામણા રસ્તાઓ વિશે જાણી લો. ભારતના સૌથી ભૂતિયા રસ્તાઓ અને તેની પાછળની વાતો.
1.દિલ્હી કેન્ટોનમેન્ટ Roads :
આ રસ્તાને (Roads) દિલ્હીનો સૌથી ડરામણો રસ્તો માનવામાં આવે છે. અહીંથી પસાર થતા લોકોએ સફેદ સાડી પહેરેલી એક મહિલાને વારંવાર લિફ્ટ માંગતી જોઈ છે. લોકવાયકા મુજબ, જો તમે ગાડી ઊભી ન રાખો, તો તે મહિલા અચાનક ગાડીની સ્પીડમાં દોડવા લાગે છે અને ક્યારેક ગાડીની આગળ આવી જાય છે. ડ્રાઈવરોનું કહેવું છે કે તે મહિલાની ગતિ વાહન જેટલી જ ઝડપી હોય છે અને તેને જોતા જ લોહી થીજી જાય તેવો અનુભવ થાય છે.
2.કસારા ઘાટ, મુંબઈ-નાસિક હાઈવે:
મુંબઈ-નાસિક હાઈવે પર આવેલો કસારા ઘાટ તેની સુંદરતા માટે પ્રખ્યાત છે, પરંતુ રાત્રે આ રસ્તો અત્યંત ભયાનક બની જાય છે. અહીં લોકોએ માથું વગરના મૃતદેહો અને ઝાડ પર બેઠેલી અજીબ આકૃતિઓ જોવાનો દાવો કર્યો છે. આ ઘાટ પર અકસ્માતોની સંખ્યા પણ વધુ છે, જેનું કારણ લોકો પેરાનોર્મલ ગતિવિધિઓને માને છે. અનેક ટ્રક ડ્રાઈવરોએ અહીં રાત્રે વિચિત્ર અવાજો સાંભળ્યા હોવાની પણ કબૂલાત કરી છે.
3.સત્યમંગલમ વન્યજીવ અભયારણ્ય હાઈવે:
તમિલનાડુમાં આવેલો આ હાઈવે એક સમયે કુખ્યાત ડાકુ વીરપ્પનનો ગઢ હતો. વીરપ્પનના મૃત્યુ પછી પણ આ જંગલ અને તેની વચ્ચેથી પસાર થતો હાઈવે અત્યંત ડરામણો છે. મુસાફરોએ અહીં હવામાં ઉડતા ફાનસ, વિચિત્ર ચીસો અને અચાનક અદ્રશ્ય થઈ જતી આકૃતિઓ જોઈ છે. કહેવાય છે કે આ રસ્તા પર વીરપ્પન અને તેના સાથીઓની આત્માઓ આજે પણ ભટકે છે.
4.ઇસ્ટ કોસ્ટ રોડ, ચેન્નાઈ:
ચેન્નાઈથી પોન્ડિચેરીને જોડતો આ હાઈવે (Roads) દિવસે જોવામાં ખૂબ જ સુંદર લાગે છે, પણ રાત્રે અહીં ડ્રાઈવરોને અજીબ અનુભવો થાય છે. અહીં રસ્તાની બરાબર વચ્ચે સફેદ સાડી પહેરેલી સ્ત્રી અથવા એક નાનું બાળક અચાનક દેખાય છે, જેના કારણે ડ્રાઈવરોનું સંતુલન બગડે છે અને અકસ્માત સર્જાય છે. રાત્રે અહીં ગાડી ચલાવતી વખતે તાપમાનમાં અચાનક ઘટાડો અને અકારણ ઠંડીનો અનુભવ પણ સામાન્ય છે.
5.નેશનલ હાઈવે 209:
આ રસ્તો પણ દક્ષિણ ભારતના સૌથી ભૂતિયા રસ્તાઓમાંનો (Roads) એક છે. ડ્રાઈવરોએ અહીં રસ્તાની વચ્ચે સળગતી મશાલ લઈને ઉભેલા લોકો જોયા છે જે ગાડી નજીક આવતા જ ગાયબ થઈ જાય છે. રાત્રિના સમયે અહીં ગાડીનું અચાનક બંધ થઈ જવું કે ટાયર પંચર થઈ જવા જેવી ઘટનાઓ વારંવાર બને છે, જેના કારણે આ રૂટ પર રાત્રે મુસાફરી કરવાનું ટાળવામાં આવે છે. જો તમે પણ આ રસ્તાઓ પરથી પસાર થવાના હોવ, તો હિંમત રાખવી અને ક્યારેય પણ અજાણી વ્યક્તિ માટે લિફ્ટ આપવા ગાડી ન થોભવવી.
આ પણ વાંચો: રડવાના અને ઊંઘવાના પણ મળે છે લાખો રૂપિયા! દુનિયાની આ 5 અજીબોગરીબ નોકરીઓ વિશે જાણીને તમારું માથું ભમી જશે
આ પણ વાંચો: ક્યાંક પત્નીનો જન્મદિવસ ભૂલવો છે ગુનો, તો ક્યાંક બાળક પેદા કરવા પર છે મનાઈ! દુનિયાના અજીબોગરીબ કાયદા
આ પણ વાંચો: ક્યાંક કમર જોઈને મળે છે નોકરી, તો ક્યાંક એક્સ્ટ્રા કામ કરવું છે ગુનો! જાણો દુનિયાના અજીબોગરીબ જોબ રૂલ્સ





