National News/ વધુ એકવાર PM મોદીનો Instagram વીડિયો ! જાણો શું કહ્યું

PM Modi Instagram Video: રાષ્ટ્રીય હાથકરઘા દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ Instagram પર ખાસ વીડિયો શેર કરીને દેશવાસીઓને સ્વદેશી અને સ્થાનિક હાથકરઘા ઉત્પાદનો અપનાવવાની અપીલ કરી. તેમણે વણકર સમુદાયના યોગદાનને પણ બિરદાવ્યું.

Top Stories India Trending Breaking News
PM Modi Instagram Video આપ્યો મોટો મેસેજ

India News: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 7 ઓગસ્ટના રાષ્ટ્રીય હાથકરઘા દિવસ નિમિત્તે પોતાના અધિકૃત Instagram એકાઉન્ટ પર એક ખાસ વીડિયો સંદેશ શેર કર્યો છે. વીડિયોમાં (PM Modi Instagram Video) તેમણે ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં સ્વદેશી આંદોલનના ઐતિહાસિક મહત્વને યાદ કરાવતાં દેશવાસીઓને સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અને પરંપરાગત વણકર સમુદાયને સશક્ત બનાવવાનું આહ્વાન કર્યું.

PM મોદીએ પોતાના સંદેશમાં ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં સ્વદેશી આંદોલનની મહત્વપૂર્ણ ભૂમિકાનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે સ્વદેશી માત્ર એક આંદોલન નહોતું, પરંતુ આત્મનિર્ભર ભારત તરફનું એક શક્તિશાળી પગલું હતું, જેણે દેશને આત્મગૌરવ અને આત્મવિશ્વાસ આપ્યો.

PM Modi Instagram Video: ‘7 ઓગસ્ટ 1905 દેશના ઇતિહાસનો મહત્વપૂર્ણ દિવસ’

વીડિયો સંદેશની શરૂઆતમાં PM મોદીએ કહ્યું કે, “સાથીઓ, 1905નો 7 ઓગસ્ટ આપણે ક્યારેય ભૂલી શકીએ નહીં. આ જ દિવસે દેશની આઝાદી માટે સ્વદેશી આંદોલનની (National Handloom Day) શરૂઆત થઈ હતી અને આત્મનિર્ભર ભારતના વિચારનું પણ બીજ વાવાયું હતું.” તેમણે જણાવ્યું કે સ્વદેશી માત્ર એક (Swadeshi Movement) આંદોલન નહોતું, પરંતુ ભારતના આત્મસન્માન અને આત્મનિર્ભરતાનું પ્રતીક હતું.

વણકર સમુદાયને મજબૂત બનાવવાનો સંદેશ

પ્રધાનમંત્રીએ પોતાના સંદેશમાં દેશના લાખો પરંપરાગત વણકરો, કારીગરો અને હાથકરઘા ક્ષેત્ર સાથે જોડાયેલા પરિવારોના યોગદાનને બિરદાવ્યું. તેમણે કહ્યું કે સ્થાનિક હસ્તકલા અને હાથકરઘા ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાથી માત્ર ભારતની સાંસ્કૃતિક ઓળખ જ મજબૂત બનશે નહીં, પરંતુ લાખો પરિવારોને રોજગાર અને આર્થિક શક્તિ પણ મળશે.

‘વોકલ ફોર લોકલ’ અભિયાનને વધુ બળ

PM મોદીએ દેશવાસીઓને અપીલ કરી કે તેઓ શક્ય તેટલા સ્થાનિક અને હાથકરઘાથી બનેલા ઉત્પાદનો ખરીદે. તેમણે જણાવ્યું કે ‘વોકલ ફોર લોકલ’ અને ‘આત્મનિર્ભર ભારત’ જેવા અભિયાનોને સફળ બનાવવા માટે દરેક નાગરિકનો સહયોગ જરૂરી છે.


આ પણ વાંચો: શુક્રવારે રાત્રે gen z માટે ફરીથી PM મોદીએ વીડિયો સંદેશ આપ્યો

આ પણ વાંચો: PM મોદીના NEET Paper Leak સંબોધનનો વીડિયો Facebook પરથી હટ્યો, વિવાદ બાદ METAએ માફી માગી

આ પણ વાંચો: પરીક્ષા સુધારા માટે PM મોદીની મોટી જાહેરાત! નંદન નીલેકણીના નેતૃત્વમાં બનશે હાઈ-પાવર ટાસ્ક ફોર્સ