પ્રહાર/ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાએ આમ આદમી પાર્ટી પર કર્યા પ્રહાર ,ફંડ મામલે શું કહ્યું જાણો

ગુજરાતમાં હવે ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકિ રહ્યા છે ત્યારે કોંગ્રેસની રાજકિય સ્થિતિ કફોડી છે,એક બાજુ નેતાઓ પાર્ટી છોડી રહ્યા છે અને બીજી બાજુ કોંગ્રેસ સંગઠનમાં ગાબડું જોવા મળી રહ્યું છે

Top Stories Gujarat

ગુજરાતમાં હવે ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકિ રહ્યા છે ત્યારે કોંગ્રેસની રાજકિય સ્થિતિ કફોડી છે,એક બાજુ નેતાઓ પાર્ટી છોડી રહ્યા છે અને બીજી બાજુ કોંગ્રેસ સંગઠનમાં ગાબડું જોવા મળી રહ્યું છે, એવામાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અને વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા એ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા હતા.અરવિંદ કેજરીવાલની પાર્ટી કોંગ્રેસના મત કાપવા આવી છે, જ્યાં કોંગ્રેસ મજબૂત છે, તેણે પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે, ગુજરાતમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જ ચૂંટણી થાય છે. ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના નેતા સુખરામ રાઠવાએ આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા.સુખરામ કોંગ્રેસની ધરતીના છે, મારી અંતિમયાત્રા પર કોંગ્રેસનો ઝંડો ફરકાવવામાં આવશે. આમ આદમી પાર્ટીએ કહ્યું કે, કેજરીવાલની પાર્ટી આમ આદમી પાર્ટી બીજેપીની બી ટીમ છે. જ્યાં કોંગ્રેસ મજબૂત છે ત્યાં તેઓ પોતાના ઉમેદવાર ઉભા કરે છે.

ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી અને પ્રિયંકા બંને 22 પછી ગુજરાત ચૂંટણી પ્રચાર માટે આવશે. કોંગ્રેસના ઉમેદવાર પાસે ફંડ નથી, તેથી જ તેઓ જૂની પદ્ધતિથી ચૂંટણી લડી રહ્યા છે. મોટા નેતાઓની રેલી હોય તો ખર્ચ પણ વધુ થાય છે. કોંગ્રેસના ઉમેદવાર પાસે ફંડ ઓછું છે. નાની રેલી યોજીને જ સંતોષ કરવો પડે છે.