સમગ્ર ગુજરાતમાં નૂતન વર્ષની ઉજવણી થઈ રહી છે. ત્યારે આજથી ગુજરાતીઓનું નૂતન વર્ષ વિક્રમ સંવત 2077ની શુભ શરૂઆત થઈ છે. નવા વર્ષને લોકો ઉત્સાહભેર વધાવી રહ્યાં છે. ત્યારે પીએમ નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ લોકોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી છે.
પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે સૌ ગુજરાતી બહેનો-ભાઈઓને નવા વર્ષની હ્રદયપૂર્વક શુભકામનાઓ. પીએમ નરેન્દ્ર મોદીએ શુભકામનાઓ પાઠવા લખ્યું કે, નૂતન વર્ષાભિનંદન…..સૌ ગુજરાતી બહેનો-ભાઈઓને નવા વર્ષની હૃદયપૂર્વકની શુભકામનાઓ. આપ સર્વને નવા વર્ષે સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને સુખ પ્રાપ્ત હો એવી મારી અંતરની મનોકામનાઓ…આવો, સૌ સાથે મળી સંકલ્પ કરીએ, નૂતનવર્ષ હો નવપ્રયાણનું, નવપ્રયાસનું, નવભારતના નવનિર્માણનું….સાલમુબારક….
નૂતન વર્ષાભિનંદન…..
સૌ ગુજરાતી બહેનો-ભાઈઓને નવા વર્ષની હૃદયપૂર્વકની શુભકામનાઓ. આપ સર્વને નવા વર્ષે સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને સુખ પ્રાપ્ત હો એવી મારી અંતરની મનોકામનાઓ…આવો, સૌ સાથે મળી સંકલ્પ કરીએ, નૂતનવર્ષ હો નવપ્રયાણનું, નવપ્રયાસનું, નવભારતના નવનિર્માણનું….સાલમુબારક…..— Narendra Modi (@narendramodi) November 16, 2020
પીએમ નરેન્દ્ર મોદીએ આ ઉપરાંત ભાઈ બીજના પાવન પ્રસંગને લઈને પણ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી છે. તેઓએ ટ્વીટ કરીને લખ્યું કે, ભાઈ બીજના પાવન અવસર પર આપ સૌને. ખૂબ-ખૂબ શુભકામનાઓ.
भाई दूज के पावन अवसर पर आप सभी को बहुत-बहुत शुभकामनाएं।
— Narendra Modi (@narendramodi) November 16, 2020
