Amazon Shutting down: Amazon India એ મોટો નિર્ણય લીધો છે. કંપનીએ ભારતમાં તેના ઈ-લર્નિંગ પ્લેટફોર્મને બંધ કરવાનો નિર્ણય લીધો છે. જો તમે પણ આ લર્નિંગ પ્લેટફોર્મમાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે, તો જાણો તમારા પૈસાનું શું થશે…? આ પ્લેટફોર્મ ભારતમાં લોન્ચ થયાના 2 વર્ષ બાદ જ બંધ થઈ રહ્યું છે. કોરોના મહામારી બાદ કંપનીએ ભારતમાં આ પ્લેટફોર્મ શરૂ કરવાનો નિર્ણય લીધો હતો. આ પ્લેટફોર્મ દ્વારા વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે કોચિંગ કરી શકે છે. પ્રવેશ પરીક્ષાની તૈયારી માટે પણ વપરાય છે. હાલમાં, કંપની તેને આવતા વર્ષે ઓગસ્ટમાં બંધ કરશે.
કંપનીએ જણાવ્યું છે કે, આ કોચિંગ પર નોંધાયેલા તમામ વિદ્યાર્થીઓને સંપૂર્ણ ફી પરત કરવામાં આવશે. માહિતી આપતાં કંપનીના પ્રવક્તાએ કહ્યું છે કે તેને તબક્કાવાર બંધ કરવામાં આવશે. ઘણી કંપનીઓ બજારમાં આ ક્ષેત્રમાં પહેલેથી જ સંકળાયેલી છે જેમ કે – byju’s, Unacademy, Vedantu વગેરે. આ કારણે ભારતમાં તેની સફળતા ખાસ ન રહી. હાલમાં 150 જેટલા વિદ્યાર્થીઓ આમાં સામેલ છે અને 50 કર્મચારીઓ પણ સામેલ છે. કંપનીએ આ 50 કર્મચારીઓને અન્ય કોઈ વ્યવસાયમાં ઉમેરવાનો નિર્ણય કર્યો છે.
કંપનીએ જણાવ્યું છે કે જે લોકો એમેઝોન ઈ-લર્નિંગની ઍક્સેસ ધરાવે છે, તેઓ ઓક્ટોબર 2024 સુધી તે સામગ્રીનો ઉપયોગ કરી શકશે. કંપનીના પ્રવક્તા પાસેથી મળેલી માહિતી અનુસાર, કંપની મોટું વિચારે છે અને નવા આઈડિયામાં રોકાણ કરે છે. અમેરિકામાં મંદીના સંકટને કારણે, કંપની તેના બિનલાભકારી વ્યવસાયને બંધ કરી રહી છે.
આ પણ વાંચો: શેરબજાર/Paytm વિશ્વમાં દાયકાનો સૌથી ખરાબ IPO બન્યો, રોકાણકારોના 79% પૈસા
