Ahmedabad News/ અમદાવાદમાં વિદ્યાર્થિનીઓએ ફરિયાદ કરી તો ઉશ્કેરાયો વિદ્યાર્થી, સ્કૂલ બહાર ત્રણેયને માર માર્યાનો આરોપ

Bapunagar Jivan Sadhna School: અમદાવાદના બાપુનગરની જીવન સાધના સ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચેના વિવાદ બાદ ત્રણ વિદ્યાર્થિનીઓ સાથે મારામારી થયાનો આરોપ છે. એક વિદ્યાર્થિની બેભાન થતાં પોલીસ અને શિક્ષણ વિભાગે તપાસ શરૂ કરી.

Gujarat Top Stories Ahmedabad Breaking News
Bapunagar Jivan Sadhna School: વિદ્યાર્થીનો રોષ, ત્રણ વિદ્યાર્થિનીઓને નિશાન બનાવ્યાનો આરોપ

Ahmedabad News: અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલી જીવન સાધના સ્કૂલમાં (Bapunagar Jivan Sadhna School) વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ વચ્ચેના વિવાદે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હોવાની ઘટના સામે આવી છે. આક્ષેપ મુજબ, ક્લાસ દરમિયાન એક વિદ્યાર્થી વિદ્યાર્થિનીઓ તરફ સતત જોઈ રહ્યો હોવાની ફરિયાદ બાદ મામલો શિક્ષક સુધી પહોંચ્યો હતો. ત્યારબાદ શાળા છૂટ્યા બાદ વિદ્યાર્થીએ ત્રણ વિદ્યાર્થિનીઓ સાથે મારામારી (Student Fight)  કરી હોવાનો આરોપ છે.

ઘટનામાં એક વિદ્યાર્થિનીને ગંભીર ઈજા થતાં તે થોડા સમય માટે બેભાન થઈ ગઈ હોવાનું પરિવારજનોએ જણાવ્યું છે. સમગ્ર ઘટનાને પગલે શાળા સંચાલકોએ સગીર વિદ્યાર્થીને એલસી આપીને શાળામાંથી દૂર કર્યો છે.

Bapunagar Jivan Sadhna School: ક્લાસરૂમમાં શરૂ થયો હતો વિવાદ

મળતી માહિતી પ્રમાણે, ધોરણ 11માં અભ્યાસ કરતા કેટલાક વિદ્યાર્થીઓ વચ્ચે ક્લાસ દરમિયાન વિવાદ થયો હતો. ત્રણ વિદ્યાર્થિનીઓએ એક વિદ્યાર્થીને તેમની તરફ જોવાની બાબતે ટોક્યો હોવાનો દાવો છે.બાદમાં વિદ્યાર્થિનીઓ દ્વારા આ બાબતે શિક્ષકને જાણ કરવામાં આવી હતી. શિક્ષકે વિદ્યાર્થીને બોલાવીને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન વિદ્યાર્થી ઉશ્કેરાયો હોવાનો આક્ષેપ છે.

શાળા છૂટ્યા બાદ ગેટ બહાર મારામારી

વિવાદ બાદ શાળા છૂટતાં ગેટની બહાર (Bapunagar Jivan Sadhna School) વિદ્યાર્થીએ ત્રણ વિદ્યાર્થિનીઓને રોકીને માર માર્યો હોવાનો આરોપ છે. ઘટનામાં એક વિદ્યાર્થિનીને કાનના ભાગે ઈજા થઈ હતી, જ્યારે બીજી વિદ્યાર્થિની બેભાન થઈ ગઈ હોવાની માહિતી છે.ઘટના દરમિયાન વિદ્યાર્થિનીઓ રડતી હાલતમાં શાળાએ પરત આવી હતી. આસપાસના લોકોએ સગીર વિદ્યાર્થીને રોકીને શાળામાં લઈ ગયા હતા. ત્યારબાદ શાળા દ્વારા સંબંધિત વિદ્યાર્થીઓના વાલીઓને બોલાવવામાં આવ્યા હતા.

‘બહેનની ફરિયાદ બાદ હુમલો કર્યો’

ઈજાગ્રસ્ત વિદ્યાર્થિનીની બહેને આક્ષેપ કર્યો હતો કે ક્લાસમાં બનેલી ઘટનાની ફરિયાદ શિક્ષક અને શાળા સંચાલન સુધી પહોંચાડવામાં આવી હતી. ત્યારબાદ આ બાબતથી નારાજ થઈને વિદ્યાર્થીએ શાળા છૂટ્યા બાદ તેની બહેન અને અન્ય વિદ્યાર્થિનીઓ સાથે મારામારી કરી હતી.પરિવારજનોએ ઘટનામાં યોગ્ય કાર્યવાહી કરવાની માગ કરી છે.

સ્કૂલ મેનેજમેન્ટે સગીરને એલસી આપી

જીવન સાધના સ્કૂલના ટ્રસ્ટી અને સંચાલક અનિલ વર્માના જણાવ્યા પ્રમાણે, શાળા બહાર મારામારી (School Violence)  બાદ સ્થાનિકો વિદ્યાર્થીને પકડીને શાળામાં લાવ્યા હતા. ત્યારબાદ બંને પક્ષના વાલીઓને બોલાવી સમગ્ર મામલે વાતચીત કરવામાં આવી હતી.સંચાલનના જણાવ્યા પ્રમાણે, ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને તે માટે સગીર વિદ્યાર્થીને એલસી આપવામાં આવી છે.

સ્કૂલ સંચાલકે શાળાઓમાં વિદ્યાર્થીઓના વર્તન અને માનસિક સ્થિતિને ધ્યાનમાં રાખીને કાઉન્સેલિંગની વ્યવસ્થા વધુ મજબૂત કરવાની જરૂરિયાત પણ વ્યક્ત કરી હતી.

DEOએ તપાસના આદેશ આપ્યા

અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું કે ઘટનાની જાણ થતાં શિક્ષણ નિરીક્ષકને સ્થળ પર તપાસ (Student Safety) કરવા સૂચના આપવામાં આવી છે.

શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર ઘટનાની હકીકત જાણવા રિપોર્ટ તૈયાર કરવા જણાવાયું છે. ઉપરાંત ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને શાળાને જરૂરી પોલીસ કાર્યવાહી કરવા પણ સૂચના આપવામાં આવી હોવાનું DEOએ જણાવ્યું હતું.

પોલીસે સગીરનું કાઉન્સેલિંગ કર્યું

બાપુનગર પોલીસના જણાવ્યા પ્રમાણે, ઘટનામાં સામેલ 16 વર્ષીય સગીર વિદ્યાર્થી અને તેના માતા-પિતાને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા સગીરનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું અને તેની પાસે માફીપત્ર પણ લખાવવામાં આવ્યું હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું છે.

હાલ સમગ્ર મામલે શાળા, શિક્ષણ વિભાગ (Gujarat Education) અને પોલીસ દ્વારા ઘટનાની વિગતોની તપાસ કરવામાં આવી રહી છે. સગીર સાથે જોડાયેલા મામલામાં કાયદાકીય પ્રક્રિયા દરમિયાન તેની ઓળખ જાહેર કરવામાં આવી નથી.


આ પણ વાંચો: નિરમા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓનો બ્લેક ડે: કાળા કપડાં અને પ્લેકાર્ડ સાથે વિદ્યાર્થીઓનો વિરોધ

આ પણ વાંચો: જસદણની જીવનશાળા હોસ્ટેલમાં 17 વર્ષીય વિદ્યાર્થીનું મોત, ઘટનાથી શાળા-હોસ્ટેલમાં શોક

આ પણ વાંચો: રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં 6 દિવસમાં 2 વિદ્યાર્થીના આપઘાત: પોલીસની પ્રાથમિક તપાસમાં બંને કેસ અલગ