સાત મહિનાના પ્રવાસ બાદ નાસાનું માર્સ ઇનસાઈટ સોમવારે મંગળ ગ્રહ પર સફળતા પૂર્વક ઉતરાણ કરી ચુક્યું છે.
ભારતના સમય અનુસાર માંશ્ય રાત્રિ એટલે કે ૧:૩૦ વાગ્યે ઇનસાઇટ મંગળ ગ્રહ પર ઉતર્યા બાદ તેણે નાસાના કંટ્રોલ રૂમમાં સિગ્નલ મોકલ્યું હતું કે તે સુરક્ષિત અને જીવિત છે.

ઇનસાઈટ પ્રથમ વખત મંગળ ગ્રહની જમીનનું ખોદાણ કરીને અભ્યાસ કરશે અને ભૂકંપની ગતિવિધિનું પણ અવલોકન કરશે. ઇનસાઈટ ઉપગ્રહએ આ વર્ષના ૫ મે ના રોજ ઉડાન ભરી હતી.
Aaah…soaking up the Sun with my solar panels. 🌞 After a long flight, and thrilling #MarsLanding, it feels great to get a good stretch and recharge my batteries. (Like, literally.) It’s just what I’ll need to really start getting in tune with #Mars. https://t.co/yse3VEst3G pic.twitter.com/LpsiI0KNNz
— NASA InSight (@NASAInSight) November 27, 2018
૬૨૦૦ કિમી પ્રતિ કલાકની સ્પીડ ધરાવતા આ ઉપગ્રહએ ૩૦૧,૨૨૩,૯૮૧ માઈલનું અંતર કાપ્યું છે.
મંગળ ગ્રહ પર ઉતરવાની પ્રોસેસ સાત મિનીટ સુધી ચાલી હતી. ભારતના સમય પ્રમાણે સોમવારે રાત્રે ૧: ૨૪ વાગ્યે તે મંગળ પર ઉતર્યું હતું.

Thank you so much to my incredible team who got me safely to #Mars. Hear from some of them on how my #MarsLanding went. Tune in at 2 p.m. PT (5 p.m. ET): https://t.co/oig27aMjZd pic.twitter.com/xbS9W4YFUI
— NASA InSight (@NASAInSight) November 26, 2018
આખી દુનિયાના વૈજ્ઞાનિકો આ ઉતરાણ લાઇવ જોયું હતું. જેવું ઇનસાઈટ મંગળની સપાટી પર પહોચ્યું તેવા વૈજ્ઞાનિકો ખુશીને મારે કુદવા મંડ્યા હતા.
તમને જણાવી દઈએ કે આ ઉપગ્રહનો કુલ ખર્ચ ૭૦૪૪ કરોડ રૂપિયા થયો હતો.
૫ મે ૨૦૧૮ ના રોજ કેલીફોર્નીયાના વનડેનબર્ગ એરફોર્સ સ્ટેશનથી એટલસ વી રોકેટ દ્વારા તેને લોન્ચ કરવામાં આવ્યું હતું.
આની પહેલા પણ નાસા દ્વારા વર્ષ ૨૦૧૨માં મંગળ પર યાન ક્યુરોસીટી મોકલવામાં આવ્યું હતું. આ જ મિશનમાં મંગળ ગ્રહ પર પાણી છે તેના પુરાવા મળ્યા હતા.
