World News : પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ની પાકિસ્તાન સુપર લીગ (PSL) ની બાકીની મેચો સંયુક્ત આરબ અમીરાત (UAE) માં યોજવાની યોજનાને ઝાટકો લાગી શકે છે. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, અમીરાત ક્રિકેટ બોર્ડ (ECB) એ સંકેત આપ્યો છે કે તે સુરક્ષા કારણોસર PSL મેચોનું આયોજન કરવાની પરવાનગીનો ઇનકાર કરી શકે છે.
ઇસીબીના એક સૂત્રએ જણાવ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા સરહદી તણાવને ધ્યાનમાં રાખીને “સુરક્ષા ચિંતાઓ” ને કારણે આ નિર્ણય લેવામાં આવી શકે છે. જોકે PCB એ પહેલાથી જ જાહેરાત કરી દીધી છે કે PSL ની બાકીની મેચો UAE માં યોજાશે, પરંતુ અમીરાત ક્રિકેટ બોર્ડ આ માટે સંમતિ આપવા તૈયાર નથી લાગતું.
આ નિર્ણયની અસર પીએસએલના સમયપત્રક અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પર પડી શકે છે, ખાસ કરીને જ્યારે ભારત-પાકિસ્તાન સંબંધો પહેલાથી જ તણાવપૂર્ણ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે.
આ પણ વાંચો:વલસાડ પોલીસે માછીમારોને સાવધાન રહેવા સૂચના આપી
આ પણ વાંચો:જામનગરમાં વહેલી સવારે પાકિસ્તાની ડ્રોન તોડી પડાયાની અફવા
આ પણ વાંચો:CM ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે બેઠક, સરકારી કર્મીઓની રજા રદ

