Valsad News: વલસાડ (Valsad) રૂરલ પોલીસે માછીમારોને શંકાસ્પદ પ્રવૃતિઓને લઈ સાવધાન રહેવા સૂચના આપી છે. રૂરલ પોલીસે મગોદ ડુંગરીનાં દરિયાકાંઠે માછીમારો સાથે વિશેષ બેઠક બોલાવી શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો તુરંત પોલીસ અને તંત્રને જાણ કરવાની સૂચના આપી છે.
ઉપરાંત, માછીમારોને ઊંડા દરિયામાં માછીમારી કરવા પર પ્રતિબંધ મૂકાયો છે. વલસાડમાં દરિયાકિનારા નજીક જાગૃતિસભાઓ યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. હાલ સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર છે, દરિયાઈ સીમા પર પોલીસ અને કંપનીનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, તમામ પ્રકારની ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે.
આ પણ વાંચો:‘ઓપરેશન સિંદૂર’ પછી પાકિસ્તાનમાં ભયનો માહોલ, ઘણા શહેરોમાંથી વિસ્ફોટના સમાચાર આવ્યા
આ પણ વાંચો:સર્વપક્ષીય બેઠકમાં રાજનાથ સિંહનું મોટું નિવેદન, કહ્યું- “પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન હજુ પણ યથાવત્”
