Jamnagar News/ જામનગરમાં વહેલી સવારે પાકિસ્તાની ડ્રોન તોડી પડાયાની અફવા

જામનગરમાં સવારે 4 વાગ્યે બ્લેકઆઉટ લાગુ કરવામાં આવ્યું હતું.

Top Stories Gujarat Breaking News

Jamnagar News: જામનગરમાં વહેલી સવારે જોવા મળેલ પાકિસ્તાની ડ્રોન (Drone)ને તોડી પાડવામાં આવ્યું છે. ગુજરાતના જામનગરમાં સવારે 4 વાગ્યે એક પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યું હતું. ડ્રોનને કારણે જામનગરમાં સવારે 4 વાગ્યે બ્લેકઆઉટ (Blackout) લાગુ કરવામાં આવ્યું હતું. જોકે, તંત્ર દ્વારા લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

કચ્છમાં બુધવારે પાકિસ્તાન દ્વારા કરાયેલા હુમલાના નિષ્ફળ પ્રયાસ બાદ ત્રણ ડ્રોન દેખાયા હોવાની આશંકાના પગલે ભુજ, નલિયા, નખત્રાણા અને ખાવડામાં બ્લેકઆઉટ કરી દેવાયો હતો.બુધવારે પણ કચ્છ પર પાકિસ્તાને હુમલાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ભારતે એર ડિફેન્સ સિસ્ટમથી હુમલાને નિષ્ફળ બનાવી દીધો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભારત-પાક.નાં તણાવ વચ્ચે ગુજરાતમાં નમો ભારત રેપિડ રેલ રદ કરાઈ

આ પણ વાંચો:Indian Armyએ 50થી વધુ ડ્રોન હુમલા કર્યા નિષ્ફળ

આ પણ વાંચો:ભારત અને પાકિસ્તાન તણાવ વચ્ચે સાયબર હુમલાની આશંકા, સરકારે એડવાઈઝરી જાહેર કરી