Devbhumi Dwarka News/ ઓખાના દરિયા વિસ્તારની સુરક્ષામાં વધારો, મરીન પોલીસ અને કોસ્ટગાર્ડનું સંયુક્ત પેટ્રોલિંગ

દ્વારકાના ઓખામાં દરિયા કાંઠાની સુરક્ષામાં વધારો કરાયો છે. દરિયામાં કોસ્ટગાર્ડ અને મરીન પોલીસ દ્વારા કાંઠાની સુરક્ષા માટે સંયુક્ત પેટ્રોલિંગ શરુ કરી દેવાયું છે.

Gujarat Others

Devbhoomi Dwarka News ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ છેડાઈ ચૂક્યું છે, જેની સાવચેતીના ભાગરુપે દ્વારકાના ઓખામાં દરિયા કાંઠાની સુરક્ષામાં વધારો કરાયો છે. દરિયામાં કોસ્ટગાર્ડ અને મરીન પોલીસ દ્વારા કાંઠાની સુરક્ષા માટે સંયુક્ત પેટ્રોલિંગ શરુ કરી દેવાયું છે. તેમજ દરિયાઈ સીમા નજીક દરિયો ન ખેડવા અંગે માછીમારો તેમજ સ્થાનિકોને સૂચન આપવામાં આવી છે. તેમજ સ્થાનિક પોલીસ અને કોસ્ટગાર્ડ સરહદ વિસ્તારમાં સતત નજર રાખી રહ્યું છે. તેમજ ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધને લઈને દ્વારકાની દરિયાઈ વિસ્તારની સીમા સુરક્ષામાં વધારો કરાયો છે

ભારત અને પાકિસ્તાન યુદ્ધની સ્થિતિને ધ્યાને રાખીને ગુજરાત સરહદી રાજ્ય હોવાથી બોર્ડરને અડતા જિલ્લાઓ પર નજર રાખવા CM પટેલની સૂચનાનુસાર સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને ઈમર્જન્સી સમીક્ષા બેઠક યોજાઈ હતી. મંત્રીએ સરહદી જિલ્લાના કલેક્ટર તેમજ પોલીસ વડાઓ સાથે ટેલિફોનિક વાતચીત કરીને જાણકારી મેળવી હતી.

કોઈ અનિચ્છનિય બનાવ ન બને, કોઈ ડરે નહી તે અંગે જરૂરી સાવચેતીના પગલાં ભરવા સૂચનાઓ આપી હતી. આ બેઠકમાં મુખ્ય સચિવ પંકજ જોશી, અધિક મુખ્ય સચિવ જયંતિ રવિ, રાહત કમિશ્નર આલોક કુમાર પાંડે અને ગુજરાત પોલીસ વડા વિકાસ સહાય સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:‘ઓપરેશન સિંદૂર’ પછી પાકિસ્તાનમાં ભયનો માહોલ, ઘણા શહેરોમાંથી વિસ્ફોટના સમાચાર આવ્યા

આ પણ વાંચો:શું ઓપરેશન સિંદૂર હજુ પણ અધૂરું છે? ભારતનું આગામી લક્ષ્ય જોઈને લશ્કર, જૈશ અને પાકિસ્તાન ગભરાટમાં, કોણ હશે નિશાના પર

આ પણ વાંચો:સર્વપક્ષીય બેઠકમાં રાજનાથ સિંહનું મોટું નિવેદન, કહ્યું- “પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન હજુ પણ યથાવત્”