Sabarkantha News : 28 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર દરમિયાન યોજાઈ રહેલી DGP CUP 2026 (DGP CUP 2026) અંતર્ગત હિંમતનગર બાયપાસ રોડ પર વોટર વિલે નજીકથી સાયકલિંગ સ્પર્ધા (Cycling Competition)નો પ્રારંભ થયો હતો. પુરુષ અને મહિલા સ્પર્ધકોને લીલી ઝંડી આપીને રેસ માટે રવાના કરવામાં આવ્યા હતા.
પુરુષ વિભાગમાં 36 અને મહિલા વિભાગમાં 6 પોલીસકર્મીઓએ ભાગ લીધો હતો. પુરુષો માટે 40 કિલોમીટર જ્યારે મહિલાઓ માટે 30 કિલોમીટરનું અંતર નક્કી કરવામાં આવ્યું હતું.
DGP CUP 2026 : 40 કિમી રેસમાં મહેશ વાઘેલાની જીત
પુરુષ વિભાગમાં અમદાવાદ શહેર ટ્રાફિક વિભાગના કોન્સ્ટેબલ મહેશકુમાર ત્રિભુવનભાઈ વાઘેલા (Mahesh Vaghela)એ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેમણે 40 કિલોમીટરનું અંતર 1 કલાક 16 મિનિટ 58 સેકન્ડમાં પૂર્ણ કરીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું.
IB બોર્ડરના એમ.જે. આહીર 1 કલાક 17 મિનિટ 2 સેકન્ડના સમય સાથે બીજા ક્રમે રહ્યા હતા. જ્યારે અમદાવાદ GIPCFના જયદીપ જોશીએ 1 કલાક 17 મિનિટ 5 સેકન્ડમાં રેસ પૂર્ણ કરીને ત્રીજું સ્થાન મેળવ્યું હતું.
મહેશ વાઘેલા (Dipali Dholakiya)માટે આ સિદ્ધિ ખાસ બની છે. અગાઉ ખેડા ખાતે યોજાયેલી DGP CUP સાયકલિંગ સ્પર્ધામાં તેઓ બીજા ક્રમે રહ્યા હતા. આ ઉપરાંત સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે યોજાયેલી કાશ્મીરથી કન્યાકુમારી સાયકલિંગમાં તેમણે 16 દિવસમાં 4,250 કિલોમીટરનું અંતર કાપીને પોલીસ વિભાગનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
મહિલા વિભાગમાં દિપાલી ધોળકિયા પ્રથમ
મહિલા વિભાગમાં ગાંધીનગર રેન્જની કોન્સ્ટેબલ દિપાલી પ્રવીણભાઈ ધોળકિયાએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું. તેમણે 30 કિલોમીટરનું અંતર 1 કલાક 20 મિનિટ 22 સેકન્ડમાં પૂર્ણ કર્યું હતું.
ભાવનગર રેન્જની દક્ષાબેન દેવાયતભાઈએ બીજું જ્યારે પંચમહાલ-ગોધરા રેન્જની ઉર્મિલાબેન કલાભાઈએ ત્રીજું સ્થાન મેળવ્યું હતું.
DGP CUPની સાયકલિંગ સ્પર્ધા (Cycling Competition)પોલીસકર્મીઓ માટે માત્ર સ્પર્ધા નહીં પરંતુ ફિટનેસ, શિસ્ત, સ્ટેમિના અને સાહસનું પણ પરીક્ષણ બની હતી. હિંમતનગરમાં યોજાયેલી આ રેસમાં પોલીસકર્મી (Himmatnagar Police)ઓની રમત પ્રત્યેની પ્રતિબદ્ધતા અને શારીરિક ક્ષમતાનો પરિચય જોવા મળ્યો હતો.
આ પણ વાંચો:અમદાવાદને 2030 કોમનવેલ્થ ગેમ્સની યજમાની મળશે કે નહિ તેની સત્તાવાર જાહેરાત આજે સાંજે થવાની શક્યતા
આ પણ વાંચો:મનીષ નરવાલે ભારતને અપાવ્યો ચોથો મેડલ, 10 મીટર એર પિસ્તોલમાં સિલ્વર મેડલ જીત્યો
