Sabarkantha News/ ઉમેદવારના નિધનથી બેઠક પર મતદાન મોકૂફ

ચૂંટણી પંચના નિયમો અનુસાર, જો કોઈ માન્ય પક્ષના ઉમેદવાર(Candidate) નું મતદાન પહેલા નિધન થાય, તો તે બેઠકની ચૂંટણી પ્રક્રિયા અટકાવવામાં આવે છે

Gujarat
વિજયનગર તાલુકા પંચાયતની ચીતરીયા બેઠક પર ભાજપના ઉમેદવાર(Candidate) લીનાબેન લક્ષ્મણભાઈ નિનામાના અચાનક નિધનને કારણે ચૂંટણી પંચે આ બેઠક પરનું મતદાન હાલ પૂરતું મોકૂફ રાખ્યું છે

Sabarkantha News : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીનો જોર શિખરે છે, ત્યારે સાબરકાંઠા જિલ્લામાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. વિજયનગર તાલુકા પંચાયતની ચીતરીયા બેઠક પર ભાજપના ઉમેદવાર(Candidate) લીનાબેન લક્ષ્મણભાઈ નિનામાના અચાનક નિધનને કારણે ચૂંટણી પંચે આ બેઠક પરનું મતદાન હાલ પૂરતું મોકૂફ રાખ્યું છે.

ટૂંકી બીમારી બાદ ઉમેદવારનું નિધન

માહિતી મુજબ, લીનાબેન નિનામા વિસ્તારની લોકપ્રિય મહિલા અગ્રણી તરીકે જાણીતા હતા. બુધવારે સાંજે તબિયત બગડતા તેમને તાત્કાલિક ભિલોડાની હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હતું. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.

ચૂંટણી પંચનો નિયમ મુજબ નિર્ણય

ચૂંટણી પંચના નિયમો અનુસાર, જો કોઈ માન્ય પક્ષના ઉમેદવારનું મતદાન પહેલા નિધન થાય, તો તે બેઠકની ચૂંટણી પ્રક્રિયા અટકાવવામાં આવે છે. આ જ નિયમને અનુસરીને ચીતરીયા બેઠક પર મતદાન મોકૂફ રાખવામાં આવ્યું છે. હવે આગામી દિવસોમાં નવા શેડ્યૂલ સાથે ફરીથી ચૂંટણી જાહેર થશે.

નવા ઉમેદવાર સાથે ફરી શરૂ થશે પ્રક્રિયા

ભાજપ હવે આ બેઠક માટે નવા ઉમેદવારની પસંદગી કરશે. ત્યારબાદ ફરીથી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે અને ચૂંટણી પંચ નવી મતદાન તારીખ જાહેર કરશે.

ઈડર-હિંમતનગરમાં ભાજપની કડક કાર્યવાહી: 10 આગેવાનો સસ્પેન્ડ

બીજી તરફ, સાબરકાંઠા જિલ્લામાં જ ભાજપ સંગઠને શિસ્તભંગ મામલે કડક પગલાં લીધા છે. ઈડર નગરપાલિકાની ચૂંટણીમાં પક્ષના સત્તાવાર ઉમેદવારો સામે અપક્ષ તરીકે ઊભા રહેનાર 9 પૂર્વ કોર્પોરેટરો સહિત કુલ 10 આગેવાનોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આ કાર્યવાહી હેઠળ ઈડરના પૂર્વ પ્રમુખ જયસિંહ તંવરનું નામ પણ સામેલ છે. ઉપરાંત, હિંમતનગરમાં પણ પક્ષ વિરુદ્ધ ઉમેદવારી કરનાર એક કાર્યકર સામે કાર્યવાહી કરવામાં આવી છે.

પક્ષ વિરોધી પ્રવૃત્તિ સામે ભાજપની ‘લાલ આંખ’

પક્ષની નીતિ વિરુદ્ધ કામ કરનારા કાર્યકરો સામે ભાજપે કડક વલણ અપનાવ્યું છે. આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠન અંદર શિસ્ત જાળવવા માટે આ પગલાં લેવામાં આવ્યા હોવાનું માનવામાં આવે છે.


આ પણ વાંચો : સુરતમાં બારડોલી તાલુકા પંચાયતના કોંગ્રેસના ઉમેદવાર ધર્મેશ રાઠોડનું ટૂંકી સારવાર બાદ નિધન

આ પણ વાંચો : પાટણમાં બાબરી ચંદરાણીના સરપંચ ઉમેદવારનું મોત,સરપંચના પરિણામ પેહલા ઉમેદવારનું નિધન,સતુબેન ઠાકોરનું હ્રદય રોગના હુમલાથી નિધન,સારવાર બાદ મોડી સાંજે

આ પણ વાંચો : રાજસ્થાન વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના ઉમેદવારનું નિધન