Giant African Harvester Ants: ચીની તસ્કરો અત્યારે કીડીઓની તસ્કરી માટે સમગ્ર વિશ્વમાં સક્રિય થયા છે. તાજેતરમાં જ કેન્યાના નેરોબી એરપોર્ટ પરથી એક ચીની નાગરિકની ધરપકડ કરવામાં આવી હતી, જેની પાસે 2,000 થી વધુ કીડીઓ મળી આવી હતી. કેન્યાની કોર્ટે આ શખ્સને 1 વર્ષની જેલ અને 10 લાખ કેન્યાઈ શિલિંગનો દંડ ફટકાર્યો છે.
કેમ છે આ Antsની આટલી ડિમાન્ડ?
રિપોર્ટ અનુસાર, એક આફ્રિકન રાણી કીડીની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 220 ડોલર (અંદાજે 21,000 રૂપિયા) સુધી બોલાય છે. ચીની તસ્કરો મુખ્યત્વે નીચેના કારણોસર આ કીડીઓની તસ્કરી કરે છે:
પાલતુ પ્રાણી તરીકેનો શોખ: ચીન અને યુરોપના દેશોમાં લોકોને પારદર્શક કાચના ઘરો (Formicarium) માં કીડીઓ પાળવાનો શોખ વધ્યો છે. લોકો કીડીઓને કોલોની બનાવતી જોવામાં રસ ધરાવે છે.
પરંપરાગત દવાઓ: કેટલાક દેશોમાં આ કીડીઓનો ઉપયોગ સંધિવા (Arthritis) અને અન્ય જૂની બીમારીઓની સારવારમાં કરવામાં આવે છે.
ફોર્મિક એસિડ અને ડ્રગ્સ: કીડીઓમાંથી નીકળતા ફોર્મિક એસિડનો ઉપયોગ ડ્રગ્સ બનાવવા માટે કરવામાં આવતો હોવાની પણ આશંકા છે.
કેવી રીતે થાય છે શિકાર?
ચોમાસાની ઋતુમાં જ્યારે નર અને રાણી કીડીઓ (Ants) પ્રજનન માટે બહાર નીકળે છે, ત્યારે તસ્કરો રાણી કીડીઓનો શિકાર કરે છે. આ રાણી કીડીઓ 25 મિમી સુધી લાંબી હોય છે અને તે 50 થી 70 વર્ષ સુધી જીવી શકે છે. એક રાણી કીડી (Ants) આખી નવી કોલોની ઊભી કરી શકે છે, તેથી તસ્કરો માટે તે સૌથી કિંમતી હોય છે.
ખેતી અને પર્યાવરણ માટે ખતરો
વિજ્ઞાનીઓ માને છે કે આ કીડીઓની (Ants) હેરફેરથી પર્યાવરણને મોટું નુકસાન થઈ શકે છે. ખાસ કરીને ‘વિશાળ આફ્રિકન હાર્વેસ્ટર કીડી’ (Messor cephalotes) જો ચીનના ખેતરોમાં ફેલાઈ જાય, તો તે અનાજ આધારિત ખેતીને સંપૂર્ણપણે બરબાદ કરી શકે છે. ચીનમાં છેલ્લા 6 મહિનામાં 58,000 થી વધુ કીડીઓની (Ants) કોલોની ઓનલાઈન વેચાઈ હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો : ઈરાનની રેડ સી નાકાબંધીની ધમકી વચ્ચે શાંતિ મંત્રણા તેજ, ટ્રમ્પનો ઈઝરાયલ-લેબનોન પર મોટો દાવો
આ પણ વાંચો : કેનેડા PR મેળવવી થશે સરળ? એક્સપ્રેસ એન્ટ્રીના 3 મોટા પ્રોગ્રામ્સ બંધ કરવાની તૈયારી.
