Conflict Resolution Summary: અમેરિકા અને ઈરાન (Iran) વચ્ચે યુદ્ધવિરામને કાયમી શાંતિમાં બદલવા માટે ગંભીર પ્રયાસો તેજ થયા છે. 21 એપ્રિલે વર્તમાન યુદ્ધવિરામ સમાપ્ત થાય તે પહેલાં કોઈ ચોક્કસ ડીલ કરવા માટે અમેરિકાના ટોચના નેતાઓ મધ્યસ્થી દેશો સાથે વાતચીત કરી રહ્યા છે. આ પ્રક્રિયામાં પાકિસ્તાન મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. પાકિસ્તાની સેના પ્રમુખ આસિમ મુનીર અમેરિકાનો વિશેષ સંદેશ લઈને તેહરાન પહોંચ્યા છે અને ઈરાની અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક કરી રહ્યા છે.
પાકિસ્તાન, ઈજિપ્ત અને તુર્કીની મધ્યસ્થી
અમેરિકી મીડિયા એક્સિઓસના અહેવાલ મુજબ, પાકિસ્તાન, ઈજિપ્ત અને તુર્કી આ શાંતિ પ્રક્રિયામાં મધ્યસ્થી કરી રહ્યા છે. અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને જેરેડ કુશનર ઈરાન સાથેના ડ્રાફ્ટ પ્રસ્તાવો પર સતત કામ કરી રહ્યા છે. બીજા તબક્કાની મંત્રણા પણ પાકિસ્તાનમાં યોજાય તેવી શક્યતા છે.
Iranની ‘રેડ સી’ નાકાબંધીની ધમકી
શાંતિ મંત્રણા વચ્ચે પણ તણાવ યથાવત છે. ઈરાને ચેતવણી આપી છે કે જો અમેરિકા તેના બંદરોની નાકાબંધી (Blockade) ચાલુ રાખશે, તો તે રેડ સી (Red Sea) અને ફારસની ખાડીમાં જહાજોની અવરજવર રોકી દેશે. અમેરિકી નૌસેનાએ અત્યાર સુધીમાં 10 ઈરાની જહાજોને પાછા વાળ્યા છે.
ઈઝરાયલ-લેબનોન વચ્ચે 34 વર્ષ પછી સંવાદ
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈઝરાયલ અને લેબનોનના ટોચના નેતાઓ 34 વર્ષમાં પહેલીવાર સીધી વાતચીત કરી શકે છે. ઈઝરાયલ લેબનોનમાં એક અઠવાડિયાના કામચલાઉ સીઝફાયર (Ceasefire) પર પણ વિચાર કરી રહ્યું છે, જોકે દક્ષિણ લેબનોનમાં હજુ પણ અથડામણો ચાલુ છે.
રશિયાનો યુરેનિયમ પ્રસ્તાવ ફગાવ્યો
રશિયાએ મિડલ ઈસ્ટમાં તણાવ ઘટાડવા માટે ઈરાન (Iran) નો તમામ યુરેનિયમ સ્ટોક પોતાની પાસે રાખવાનો પ્રસ્તાવ આપ્યો હતો, પરંતુ અમેરિકાએ આ પ્રસ્તાવને નામંજૂર કર્યો છે.
ચીનની અપીલ અને FIFA નો નિર્ણય
ચીને ઈરાનને (Iran) હોર્મુઝ સ્ટ્રેટમાં સામાન્ય અવરજવર શરૂ કરવા વિનંતી કરી છે. બીજી તરફ, FIFA એ સ્પષ્ટ કર્યું છે કે યુદ્ધ છતાં ઈરાની ફૂટબોલ ટીમ 2026 નો વિશ્વ કપ રમવા અમેરિકા આવશે.
આ પણ વાંચો : ઈરાનના 8 તેલ ટેન્કરોને અમેરિકાએ અધવચ્ચે રોક્યા, ટ્રમ્પની નાકેબંધીથી ઈરાનનો 90% વેપાર ઠપ
આ પણ વાંચો : PM મોદી અને ટ્રમ્પ વચ્ચે ઈરાન યુદ્ધ પર 40 મિનિટ ચર્ચા, હોર્મુઝ સ્ટ્રેટ મુદ્દે લીધો મોટો નિર્ણય
આ પણ વાંચો : ઈરાન સાથે 2 દિવસમાં વાતચીત શક્ય’, ટ્રમ્પે પાકિસ્તાન આર્મી ચીફના કર્યા વખાણ.
