World News/ કેનેડા PR મેળવવી થશે સરળ? એક્સપ્રેસ એન્ટ્રીના 3 મોટા પ્રોગ્રામ્સ બંધ કરવાની તૈયારી.

કેનેડા સરકાર 2026 થી તેની PR (Canada PR) આપવાની એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમમાં મોટા ફેરફારો કરી રહી છે. FSWC, CEC અને FSTC પ્રોગ્રામ બંધ કરીને નવી સરળ સિસ્ટમ લાવવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.

Top Stories World
Canada PR

Canada Immigration Update Summary: કેનેડા સરકાર (Canada PR) તેના પ્રખ્યાત ‘એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમ’માં 2015 પછીનો સૌથી મોટો ફેરફાર કરવા જઈ રહી છે. ઇમિગ્રેશન, રિફ્યુજી અને સિટિઝનશિપ કેનેડા (IRCC) ના 2026-2028 ના પ્લાન મુજબ, હાલના ત્રણ મુખ્ય પ્રોગ્રામ્સ બંધ કરીને એક નવી અને સરળ સિસ્ટમ લાવવાની દરખાસ્ત છે. આ ફેરફારનો મુખ્ય હેતુ ઇમિગ્રેશન પ્રક્રિયાને વધુ સરળ અને આર્થિક જરૂરિયાતો મુજબ બનાવવાનો છે.

કયા 3 પ્રોગ્રામ્સ બંધ થઈ શકે છે?

નવા પ્રસ્તાવ મુજબ નીચેના ત્રણ કાર્યક્રમોને સમાપ્ત કરી તેના સ્થાને એક સિંગલ કેટેગરી લાવવામાં આવશે:

Federal Skilled Worker Class (FSWC): કુશળ કામદારો માટેનો પ્રોગ્રામ.

Canadian Experience Class (CEC): કેનેડામાં કામનો અનુભવ ધરાવતા લોકો માટે.

Federal Skilled Trade Class (FSTC): કુશળ કારીગરો અને ટ્રેડ વર્કર્સ માટે.

ફેરફાર પાછળનું કારણ અને નવી સિસ્ટમ:

હાલની જટિલ પાત્રતા શરતોને બદલે નવી શ્રેણીમાં નિયમો વધુ સરળ હશે, જેથી અરજદારો અને એમ્પ્લોયર્સ માટે પ્રક્રિયા સમજવી આસાન બને.

કેનેડાની(Canada PR) અર્થવ્યવસ્થા અને વ્યવસાયોની જરૂરિયાત મુજબ આંતરરાષ્ટ્રીય પ્રતિભાઓને આકર્ષવા માટે આ ફેરફાર જરૂરી ગણાવ્યો છે.

આ ફેરફાર હાલ માત્ર પ્રસ્તાવિત છે. 2026 ના વસંત (Spring) માં આ અંગે નિષ્ણાતો અને જનતાની રાય લેવામાં આવશે, ત્યારબાદ જ અંતિમ નિર્ણય લેવાશે.

Canada PR હાલની વ્યવસ્થા શું છે?

અત્યારે ઉમેદવારોએ પહેલા ઉપરના ત્રણમાંથી એક પ્રોગ્રામ માટે લાયક ઠરવું પડે છે. ત્યારબાદ તેમનું પ્રોફાઇલ (Canada PR) એક્સપ્રેસ એન્ટ્રી પૂલમાં જાય છે, જ્યાં CRS સ્કોરના આધારે રેન્કિંગ મળે છે. ઉચ્ચ રેન્ક ધરાવતા લોકોને PR માટે આમંત્રણ (ITA) મોકલવામાં આવે છે. વર્ષ 2025 માં અંદાજે 1.17 લાખથી વધુ લોકોને આ સિસ્ટમ દ્વારા આમંત્રણ અપાયા હતા.


આ પણ વાંચો :  ઈરાનના 8 તેલ ટેન્કરોને અમેરિકાએ અધવચ્ચે રોક્યા, ટ્રમ્પની નાકેબંધીથી ઈરાનનો 90% વેપાર ઠપ

આ પણ વાંચો :   PM મોદી અને ટ્રમ્પ વચ્ચે ઈરાન યુદ્ધ પર 40 મિનિટ ચર્ચા, હોર્મુઝ સ્ટ્રેટ મુદ્દે લીધો મોટો નિર્ણય

આ પણ વાંચો :  ઈરાન સાથે 2 દિવસમાં વાતચીત શક્ય’, ટ્રમ્પે પાકિસ્તાન આર્મી ચીફના કર્યા વખાણ.