Not Set/ ઓસ્ટ્રેલિયામાં શ્રેણી જીત્યા બાદ ભારતીય ખેલાડીઓને મળશે ઇનામ, BCCIએ કરી ઘોષણા

મુંબઈ, સિડનીમાં રમાયેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની અંતિમ ટેસ્ટ મેચ ડ્રો રહેવાની સાથે જ ભારતીય ટીમે એક ઐતિહાસિક શ્રેણી વિજય પોતાનો નામે કર્યો છે. આ જીત સાથે જ ભારતે છેલ્લા ૭૧ વર્ષનો દુકાળ સમાપ્ત કરતા ઓસ્ટ્રેલિયાની ધરતી પર કોઈ ટેસ્ટ શ્રેણીમાં વિજય પ્રાપ્ત કર્યો છે. Committee of Administrators: The Board of Control for Cricket in […]

Top Stories Trending Sports

મુંબઈ,

સિડનીમાં રમાયેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની અંતિમ ટેસ્ટ મેચ ડ્રો રહેવાની સાથે જ ભારતીય ટીમે એક ઐતિહાસિક શ્રેણી વિજય પોતાનો નામે કર્યો છે. આ જીત સાથે જ ભારતે છેલ્લા ૭૧ વર્ષનો દુકાળ સમાપ્ત કરતા ઓસ્ટ્રેલિયાની ધરતી પર કોઈ ટેસ્ટ શ્રેણીમાં વિજય પ્રાપ્ત કર્યો છે.

ભારતને મળેલી ૨-૧ના શ્રેણી વિજય બાદ વિરાટ બ્રિગેડની ખુબ પ્રશંસા કરવામાં આવી રહી છે, ત્યારબાદ હવે ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા હવે ભારતીય ખેલાડીઓ તેમજ કોચિંગ સ્ટાફ માટે ઇનામી રાશિની જાહેરાત કરવામાં આવી છે.

BCCI દ્વારા પોતાના નિવેદનમાં જણાવવામાં મુજબ, ચાર ટેસ્ટ મેચમાં પ્લેઇંગ ઇલેવનમાં રમનારા ખેલાડીઓને ૧૫ – ૧૫ લાખ રૂપિયા આપવાની ઘોષણા કરી છે. સાથે સાથે રિઝર્વ ખેલાડીઓને ૭.૫ લાખ રૂપિયા તેમજ ટીમના પ્રત્યેક કોચને ૨૫ – ૨૫ લાખ રૂપિયા આપવામાં આવશે.

આ ઉપરાંત સપોટિંગ સ્ટાફને તેઓની સેલરી અને ફીસની બરાબરીમાં બોનસ આપવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતને મળેલી ૨-૧ના શ્રેણી વિજય બાદ વિરાટ બ્રિગેડની ખુબ પ્રશંસા કરવામાં આવી રહી છે. ભારતીય ક્રિકેટના પૂર્વ દિગ્ગજ ખેલાડીઓની સાથે દુનિયાની ટીમોના અન્ય ખેલાડીઓ દ્વારા પણ ભારતીય ટીમના પરફોર્મન્સને બિરદાવવામાં આવી રહ્યું છે.