Junagadh Vanthali Suicide Case: જૂનાગઢ જિલ્લાના વંથલી પંથકમાં જમીન પચાવી પાડવાના ત્રાસથી એક વૃદ્ધે મોતને વહાલું કરતા ચકચાર મચી ગઈ છે. ગાદોઈ ગામની અઢી વીઘા જમીન હડપી લેવાના ઈરાદે કાકાના દીકરા સહિતના શખ્સો દ્વારા આપવામાં આવતા માનસિક ત્રાસથી કંટાળી વૃદ્ધે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. ૨૦ વર્ષ જૂના આ જમીન વિવાદે આખરે એક માસૂમનો જીવ લીધો છે.
Suicide નોટમાં વ્યક્ત કરી વ્યથા
મૃતક વૃદ્ધ પાસેથી એક સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે, જેમાં તેમને પડી રહેલી હેરાનગતિ અને જમીન વિવાદનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. પરિજનોના જણાવ્યા અનુસાર, કાકાના દીકરા અને અન્ય શખ્સો અઢી વીઘા જમીન પડાવી લેવા માટે સતત દબાણ કરી રહ્યા હતા અને તેમને માનસિક રીતે તોડી નાખ્યા હતા.

૫ શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ
આ ઘટના બાદ મૃતકના પુત્રએ વંથલી પોલીસ સ્ટેશનમાં ૫ શખ્સો વિરુદ્ધ પિતાને આપઘાત (Suicide) માટે મજબૂર કરવા અંગેની ફરિયાદ નોંધાવી છે. પોલીસે સ્યુસાઈડ નોટ અને પુત્રની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ૨૦ વર્ષથી ચાલતા આ ઝઘડાનો અંત આટલો કરુણ આવશે તેવું કોઈએ વિચાર્યું નહોતું.
ગાદોઈ ગામમાં શોકનું મોજું
ગાદોઈ ગામની જમીન પચાવી પાડવાના આ કેસમાં કૌટુંબિક સભ્યો જ સામસામે આવતા ગામમાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. હાલ વંથલી પોલીસ દ્વારા તમામ આરોપીઓને પકડવા અને જમીન વિવાદના મૂળ સુધી પહોંચવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો: સુરત: ઓલપાડના નાયબ મામલતદારે કર્યો આપઘાત
આ પણ વાંચો: પાટણમાં મામલતદારના આપઘાત મામલે 11 પજવાણીકારો સામે ફરિયાદ
આ પણ વાંચો: સુરતના વરાછામાં વિદ્યાર્થિનીનો સુસાઇડ નોટ લખી આપઘાત
