Lifestyle: જો તમે સ્વાસ્થ્ય પ્રત્યે સભાનતા ધરાવો છો તો તમારે સવારના શિરામણ અર્થાત્ બ્રેકફાસ્ટથી દિવસની શરુઆત કરવી જોઇએ. સવાર-સવારમાં તળેલું કે ગળ્યું ખાવાની જગ્યાએ આ પ્રોટીનસભર સોયા ચંક્સ સલાડ (Soya Chunks Salad) ખાશો તો એની સામે ભલભલી વાનગી પણ ફિક્કી લાગશે!
બાળકો (Kids)ને તો આ સલાડ અત્યંત પસંદ પડે છે. સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે, આ વાનગીમાં કોઇ વિશેષ સામગ્રીની પણ આવશ્યકતા નથી હોતી. માત્ર અમુક વસ્તુઓને સોયા ચંક્સ સાથે મિશ્રિત કરીને આ વાનગી બનાવી શકાશે.

સોયા ચંક્સ સલાડના સ્વાસ્થ્યલાભ (Health Benefits of Soya Chunks Salad)
1. પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત
સોયા એક સંપૂર્ણ પ્રોટીન (Complete Protein) છે, જેનો અર્થ એ છે કે, એમાં તમામ 9 એમિનો એસિડ (9 Amino Acids) પ્રાપ્ત થાય છે જે શરીર માટે આવશ્યક છે. એના સેવનથી મસલ્સને મજબૂતી મળે છે.
2. વજન ઘટાડવામાં સહાયક
સોયાબીનમાં ફાઇબર (Fiber)ની માત્રા વધુ હોય છે, જેથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. એ મોટાબોલિઝમને બૂસ્ટ કરે છે જેથી શરીરમાં ફેટ બર્ન થવામાં મદદ મળે છે.
3. હૃદયના સ્વાસ્થ્ય માટે લાભકારી
સોયાબીનમાં સેચ્યુરેટેડ ફેટ ઓછી હોય છે અને એમાં હાજર ઓમેગા-3 ફેટી એસિડ અને આઇસોફ્લેવોન્સ ખરાબ કોલેસ્ટ્રોલ (Bad Cholesterol)ને ઓછું કરવા માટે અને હૃદયની બીમારીઓના જોખમ (Heart Disease Risk)ને ઓછું કરવામાં સહાયક સિદ્ધ થાય છે.
મોટા ભાગે તમે સાંભળ્યુ જ હશે કે સવારનો નાસ્તો (Breakfast) હંમેશાં હૅલ્ધી જ હોવો જોઇએ. કારણ કે, હૅલ્ધી બ્રેકફાસ્ટ તમને આખો દિવસ એનર્જી આપે છે. આપણે સવાર-સવારમાં પૌંઆ, ઉપમા અથવા તો આલુ પરોઠા અને પનીર પરોઠા ખાવાનું પસંદ કરીએ છીએ. પણ ક્યારેય તમે પ્રોટીનસભર સોયા ચંક્સ સલાડ ટ્રાય કર્યો છે ખરો? એ ખાવામાં જેટલો સ્વાદિષ્ટ છે એટલો સ્વાસ્થ્ય માટે પણ ગુણકારી માનવામાં આવે છે. સૌથી સારી વાત તો એ છે કે એને બનાવવામાં જરાય સમય લાગતો નથી અને ઝટપટ બની જાય છે! અહિં તમને આ પ્રોટીનથી ભરપૂર સોયાબીન સલાડ બનાવવાની સામગ્રી તથા વિધિ અંગે જણાવીશું….

શી રીતે બનાવશો સોયા ચંક્સ સલાડ?
સોયાબીનમાંથી બનચા સોયા ચંક્સનો સલાડ બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.
સામગ્રી
1 વાડકી સોયાબીન ચંક્સ
સમારેલા શાકભાજી આવશ્યકતા અનુસાર
ખીરા કાકડી
ટમેટું
ડુંગળી
1-2 લીલા મરચાં (વૈકલ્પિક)
સમારેલી તાજી કોથમીર

બનાવવાની વિધિ
1. સૌપ્રથમ સોયાબીન ચંક્સ (Soya Chunks)ને પાણીમાં ભીંજાવીને અડધો કલાક રાખો.
2. જ્યારે એ સારી રીતે ફૂલી જાય ત્યારે એને પાણીમાંથી બહાર કાઢીને એને સારી રીતે નીચોવી લેવા.
3. હવે એક પૅન લઇને એમાં થોડું તેલ, ઘી અને બટર ઉમેરીને સોયાબીનને સાંતળી લો. તમે ઇચ્છો તો થોડું લાલ મરચું પણ ઉમેરી શકો છો. આ ઉપરાંત, તમે એમાં સમારીને સાંતળેલા પનીરના ટુકડા કે મશરુમ (Paneer or Mashroom) પણ ઉમેરી શકો છો.
4. ત્યાર બાદ, એક મધ્યમ આકારની ડુંગળી, ટમેટું, ખીરા કાકડી, લીલા મરચાં અને ગાજર જેવા મનપસંદ શાકભાજી (Vegetables) લઇને એને બારીક સમારી લો.
5. હવે એક બાઉલમાં તૈયાર સાંતળેલા સોયાબીન ઉમેરો અને ત્યાર બાદ, એમાં સમારેલા ડુંગળી, ટમેટું, ખીરા કાકડી, લીલા મરચાં અને ગાજર ઉમેરો અને આ તમામ સામગ્રીને સારી રીતે મિક્સ કરી લો.
તો તૈયાર છે તમારો હૅલ્ધી સોયા ચંક્સ સલાડ…જેને તમે કોથમીર અને ચાટ મસાલા ઉપરાંત કશ્મીરી લાલ મરચું ભભરાવીને ખાઇ શકો છો. આનો સ્વાદ વડીલો અને બાળકો સૌને પસંદ પડશે.
આ પણ વાંચો: લીલાછમ મગ સ્પ્રાઉટ્સના હૅલ્ધી સલાડ…પેટ ભરીને ખાઓ…’વેટ લોસ જર્ની’ માટે ખાસ 3 રેસિપી…
આ પણ વાંચો: પ્રોટીનથી ભરપૂર સોયાબીન ની ચટણી…જબરદસ્ત સ્વાદ…રોટલી-રાઇસ સાથે ખાવાની મજા પડી જશે!
