Lifestyle: સ્થૂળતા ઘટાડવા માટે સ્પ્રાઉટ્સને હૅલ્ધી બ્રેકફાસ્ટ (Healthy Breakfast) માનવામાં આવે છે. પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર આખા મગને સ્વાસ્થ્ય માટે અત્યંત લાભકારી માનવામાં આવે છે. ગુણકારી મગ સ્પ્રાઉટ્સ સલાડ (Moong Sprouts Salad) અર્થાત્ ફણગાવેલા મગનો સલાડ બનાવવાની આ 3 રેસિપીને ફોલો કરીને તમે એને ઘરે આસાનીથી તૈયાર કરી શકો છો.
ફણગાવેલા મગ ખાવાના સ્વાસ્થ્ય લાભ (Moong Sprouts Health Benefits)
સ્પ્રાઉટ્સ અથવા ફણગાવેલા મગને પ્રોટીન, ફાઈબર, વિટામિન C તથા એન્ટી-ઓક્સિડન્ટ્સ (Protein, Fiber, Vitamin C, Vitamin B and Antioxidants)થી ભરપૂર એક ‘સુપરફૂડ’ (Superfood) માનવામાં આવે છે, જેના સેવનથી પાચન સુધરે છે અને વજન ઘટાડવા (Weight Loss Journey)માં મદદ મળે છે. આ ઉપરાંત, એ બ્લડ પ્રેશરને નિયંત્રિત (BP Control) પણ કરે છે અને શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.
1. પાચન
એમાં રહેલું હાઈ ફાઈબર પાચન સુધારે છે
2. વજન
ઓછી કેલરી હોવાથી એ વજન ઘટાડવામાં મદદ કરે છે.
3. પોષણ
પ્રોટીન, વિટામિન B અને વિટામિન C ઉપરાંત, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, તથા ફોલેટનો ઉત્તમ સ્ત્રોત છે.

4. હૃદય
કોલેસ્ટ્રોલનું લેવલ ઘટાડીને હૃદય રોગ (Heart Disease)નું જોખમ ઘટાડે છે.
5. ડાયાબિટીસ
બ્લડ શુગર (Blood Sugar)ને નિયંત્રિત કરે છે આથી મધુપ્રમેહ (Diabetes) ધરાવનારા લોકો માટે એનું સેવન ફાયદાકારક છે.
6. નેત્રોનું તેજ
આંખોનું તેજ વધારવા માટે મગનું સેવન ઉત્તમ રહે છે.
7. રોગપ્રતિકારક શક્તિ
શરીરના કોષોને નુકસાન થતું અટકાવીને એ રોગપ્રતિકારક શક્તિ (Immune system)માં વૃદ્ધિ કરે છે.
8. લોહીનું દબાણ
આના સેવનથી બ્લડ પ્રેશર (BP) કંટ્રોલમાં રહે છે.
મગના સ્પ્રાઉટ્સ બનાવવાની વિધિ
આ માટે મગને ધોઇને રાતભર પાણીમાં ભીંજાવી રાખો. સવારે એનું બધું પાણી નિતારી દઇને કોઇ સુતરાઉ કે મલમલના કપડામાં બાંધીને કોઇ હૂંફ મળે એવા સ્થાન પર એકથી બે દિવસ સુધી રાખી મૂકવા. એને ઢાંકીને રાખવા અને સમયાંતરે ચેક કરી લેવું. જો મગ એકદમ સૂકા થઇ ગયેલા લાગે તો એમની પર પાણી સ્પ્રે કરી દેવુંય આ રીતે રાખવાથી મગના અંકુરો ફૂટી નીકળશે. આમ તમે ઘરે જ આસાનીથી મગ સ્પ્રાઉટ્સ બનાવી શકો છો.
શી રીતે બનાવશો ફણગાવેલા મગનો સલાડ? (Moong Sprouts Salad Recipe)
ફણગાવેલા મગનો સલાડ બનાવવાની આ 3 રેસિપીને ફોલો કરીને તમે એને ઘરે આસાનીથી તૈયાર કરી શકો છો.

મગના સ્પ્રાઉટ્સની પ્રથમ રેસિપી
1. આમ તો ફણગાવેલા મગને કાચા ખાવાનું હૅલ્ધી ગણાય છે. પણ આ અંકુરિત મગમાં બારીક સમારેલી શાકભાજી (Vegetables) ઉમેરી દેવાથી એનો સ્વાદ મસ્ત લાગશે.
2. આ સ્પ્રાઉટ્સમાં કાકડી, ટમેટાં, ડુંગળી, કાકડી, લીલા મરચાં, કોથમીર, ઉકાળેલા મકાઇ દાણા, બીટ અને પનીર (Paneer) ઉમેરીને ખાઇ શકાય છે.
3. એમાં ચાટ મસાલો, સંચળ અને લીંબુનો રસ ઉમેરીને મિક્સ કરી લો.
તો તૈયાર છે તમારા સ્વાદિષ્ટ મગ સ્પ્રાઉટ્સનો હૅલ્ધી અને ટેસ્ટી બ્રેકફાસ્ટ…જેને તમે પેટ ભરીને ખાઇ શકો છો.

મગના સ્પ્રાઉટ્સની દ્વિતિય રેસિપી
1. આ સ્પ્રાઉટ્સને એક અન્ય રીતથી પણ તમે બનાવી શકો છો જેનો સ્વાદ સહેજ મીઠ્ઠો હોય છે.
2. એક બાઉલમાં મગના મુઠ્ઠીભર સ્પ્રાઉટ્સ લઇને એમાં વિવિધ ફળો (Fruits) જેવા કે સમારેલા સફરજન, દ્રાક્ષ, દાડમના દાણા અથવા તમારા મનપસંદ ફળોને ઉમેરીને ખાઇ શકો છો.
3. અહિં ધ્યાન રાખવું કે વધુપડતા નરમ ફળ ન ઉમેરવા કારણ કે એનાથી સ્વાદ અને ટેક્ષ્ચર ખરાબ થઇ શકે છે.
4. આ ફળ ઉપરાંત, સમારેલું બીટ, કાકડી અને ગાજર પણ તમે ઉમેરી શકો છો. આ સલાડમાં ડુંગળી, ટમેટાં કે લીલા મરચા ઉમેરવાથી એનો સ્વાદ બગડી શકે છે.
5. હવે એમાં ચાટ મસાલા, લીંબુનો રસ અને મીઠું કે સંચળ ઉમેરીને ખાઇ શકો છો.

મગના સ્પ્રાઉટ્સની તૃતિય રેસિપી
1. સૌપ્રથમ ફણગાવેલા મગને પાણીમાં હળવા ઉકાળી લેવા અથવા કૂકરમાં સહેજ બાફી લેવા. એ વધુપડતા ગળે નહિં એનું ધ્યાન રાખવું.
2. હવે એક પૅનમાં 1 ચમચી બટર (Butter) અથવા તો સરસિયું લઇને એને ગરમ થવા દો.
3. એમાં સમારેલી ડુંગળી, લીલા મરચા અને ટમેટા ઉમેરો અને હળવા સાંતળો.
4. હવે એમાં તરત જ ફણગાવેલા મગ ઉમેરી દો અને મીઠું (Salt) ઉમેરીને ઢાંકીને 10 મિનિટ સુધી ધીમા તાપે થવા દો.
5. ઉપર ચાટ મસાલો અને લીંબુનો રસ (Chat Masala & Lemon Juice) મિક્સ કરી દો.
આ ફ્રાય કરેલા મગ સ્પ્રાઉટ્સ ખાવાની ઘણી જ મજા પડે છે!
Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.
આ પણ વાંચો: મૂળાની ભાજીને ફેંકશો નહિં…બનાવો ચટાકેદાર મૂળાની ચટણી…ફટાફટ રેસિપી..!
આ પણ વાંચો: ચટણી લીલી રાખવા આ નુસ્ખા અપનાવો, 10 દિવસ સુધી રહેશે તાજી!
