Lifestyle/ મૂળાની ભાજીને ફેંકશો નહિં…બનાવો ચટાકેદાર મૂળાની ચટણી…ફટાફટ રેસિપી..!

Mooli Chutney (મૂળાની ચટણી)…આ શિયાળાની સ્પેશ્યલ ચટણી રેસિપીનો સ્વાદ તમે ભૂલી નહિં શકો! રોટલી હોય કે પરોઠા, તમામ સાથે એને ખાવાથી લિજ્જત આવે છે…

Trending Food Health & Fitness Lifestyle
Mooli Chutney, મૂળાની ચટણી, શિયાળા, રેસિપી

Lifestyle: શિયાળા (Winter)માં ભાજીની તો ભરમાર જોવા મળે છે. અન્ય ભાજીઓ જેવી કે, પાલખ (Spinach), તાંદળજો, મેથી, સરસવ, બથુઆ, સવા વગેરેની ભાજી તો પાંદડાના સ્વરુપમાં જ હોય છે પણ મૂળાની વાત જ અલગ છે! એમાં ઘણા લોકો મૂળા (Radish)ની વાનગી બનાવીને એની સાથે જોડાયેલા પાનને વેસ્ટ સમજીને ફેંકી દેતા હોય છે! પણ આવું કરતા પહેલા એક વાર મૂળાની ચટણી (Mooli Chutney)ની રેસિપી ઉપર નજર નાખી લેજો…તમે ક્યારેય મૂળાની ભાજીને નહિં ફેંકો પણ ભાજીવાળા પાસેથી પાન સહિતનો મૂળો ખરીદવાનું પસંદ કરશો! એક વાર આ ચટણી બનાવશો પછી તમે આ સિઝનમાં વારંવાર બનાવશો અને એનો ટેસ્ટ તમારી દાઢે વળગશે!!

Mooli Chutney, મૂળાની ચટણી, શિયાળા, રેસિપી

શિયાળા માં મૂળાની ચટણી (Mooli Chutney) બનાવવાની રેસિપી

શિયાળામાં જમણનો સ્વાદ વધારવા માટે લોકો ભાત-ભાતના પ્રયોગો કરતા હોય છે અને એમાં વધારો કરશે આજની રેસિપી (Recipe)…મૂળાની ચટણી (Mooli Chutney)…આ તીખી તમતમતી ચટણીનો સ્વાદ તમે ભૂલી નહિં શકો! રોટલી હોય કે પરોઠા, તમામ સાથે એને ખાવાથી લિજ્જત આવે છે અને જમણનો સ્વાદ વધારે છે!

જો તમે પણ તીખું (Spicy Food)ખાવાના શોખીન છો તો, આ તીખી તમતમતી મૂળાની ચટણી (Mooli Chutney)ને અચૂક બનાવો અને એની મજા માણો. ઠંડીના દિવસોમાં લોકો તીખું ખાવાનું વધુ પસંદ કરે છે. લંચ કે ડિનરમાં આ ચટણી મળી જાય તો મજા પડી જાય! આ ઉપરાંત, જો તમને તીખી લસણની ચટણી (Lasan Chutney)માં કોઇ ટિ્વસ્ટ આપવો હોય તો તમે આ મૂળાની ચટણી ઘરે આસાનીથી બનાવી શકો છો. વાસ્તવમાં એનો તીખો, ખાટો અને નમકીન સ્વાદ દાઢે વળગે એવો હોય છે!

Mooli Chutney, મૂળાની ચટણી, શિયાળા, રેસિપી

સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે મૂળાની ચટણી રેસિપી

મૂળાની ચટણી (Mooli Chutney) સ્વાદની સાથોસ્થ હૅલ્થ (Health) માટે પણ ફાયદાકારક છે. મૂળામાં વિટામિન, ફાઇબર (Vitamin, Fiber) અને એન્ટીઓક્સિડન્ટ હોય છે જેથી પાચન બહેતર બને છે. આ ઉપરાંત, ઇમ્યુનિટી (Immunity) પણ બુસ્ટ કરે છે.

મૂળાની ચટણી બનાવવા માટે તમને કોઇ વધારેપડતી સામગ્રીની આવશ્યકતા નહિં રહે કે ન તો વધુ સમય લાગશે! આ ચટણી ઘરમાં જ ઉપલબ્ધ કેવળ સાત-આઠ વસ્તુઓથી જ તૈયાર થઇ જશે. એનો ટેસ્ટ નાના-મોટા સૌને ભાવે એવો હોય છે. તો ચાલો હવે મૂળાના પાનની ચટણી બનાવવાની અત્યંત સરળ અને હૅલ્ધી રેસિપી વિશે વિગતવાર જોઇશું…

જો જમવાની થાળીમાં સાથે ચટણી કે અથાણા (Chatney & Pickle) પીરસવામાં આવે તો ભોજનની લહેજત (Taste)ઓર વધી જાય છે. જો તમે તીખું, મરચાવાળું કે પછી મસાલેદાર વાનગી ખાવાના શોખીન છો તો, આ રીતે મૂળાની ચટણી બનાવીને એની મજા માણી શકો છો. અહિં અમે તમને એની સરળ રેસિપી (Mooli Chutney) બતાવવા જઇ રહ્યાં છીએ. એને બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

શી રીતે બનાવશો મૂળાની ચટણી?

મૂળાની ચટણી બનાવવા માટે તમને આટલી સામગ્રીની આવશ્યકતા રહેશે.

Mooli Chutney, મૂળાની ચટણી, શિયાળા, રેસિપી

સામગ્રી

અડધો મૂળો

1 નંગ ડુંગળી

જરુર પ્રમાણે સરસવનું તેલ

4 મધ્યમ કદના ટમેટા

7-8 લસણની કળીઓ

સ્વાદાનુસાર મીઠું

2 ચમચી લાલ મરચું

1 લીંબુનો રસ

બનાવવાની વિધિ

1. સૌપ્રથમ એક તાવડીમાં તેલ ગરમ કરી લો. સરસિયું (Mustard Oil) હોય તો ઉત્તમ રહેશે.

2. તેલ ગરમ થાય એટલે એમાં 4 મધ્યમ કદના ટમેટા (Tomatoes)ને ક્રોસમાં ચીરા પાડીને ઉમેરી દો. તથા એમાં જ 5-7 લસણ (Garlic)ની ફોલેલી કળીઓ ઉમેરો.

3. હવે થોડું મીઠું ભભરાવીને તાવડીને ઢાંકીને ચડવા દો. આ દરમિયાન અડધા મૂળાને છોલીને સમારી લો અને મૂળાના પાનને ચૂંટી લો એની જાડી દાંડીઓને દૂર કરી દેવી.

4. મૂળાના પાનને સારી રીતે ધોઇને સમારી લેવા. હવે એક મિક્સર જારમાં સમારેલા મૂળા, મૂળાની ભાજી, સમારેલી ડુંગળી (Onion) અને લીલા મરચાને વાટી લો.

5. ટમેટાં ચડી જાય એટલે એને ઠંડા કરીને એની છાલ દૂર કરી દેવી. હવે આ શેકાયેલા ટમેટાં અને લસણને મિક્સર જારમાં ઉમેરી દો.

6. એમાં થોડું સરસિયું, મીઠું, લાલ મરચું અને લીંબુનો રસ (Lemon Juice) મિક્સ કરી લો. આ તમામ સામગ્રીને પીસી લો.

તો તૈયાર છે તમારી મૂળાના પાનની બનેલી સ્વાદસભર ચટણી! તમે આ ચટણીને રોટલી, પરોઠા, થેપલાં કે ભાત ગમે તેની સાથે ખાઇ શકો છો. મૂળાના પાનનો ઉપયોગ કરીને બનાવવામાં આવતી આ હૅલ્ધી અને ટેસ્ટી ચટણી (Mooli Chutney) જમણના સ્વાદને અનેકગણો વધારી દેશે. મૂળાની ચટાકેદાર સ્વાદિષ્ટ ચટણી સર્વ કરવા માટે તૈયાર છે! આ ચટણીને કાચના એક હવાચુસ્ત જાર (Airtight Container)માં સ્ટોર કરીને ફ્રીઝમાં રાખીને તમે અમુક દિવસ સુધી ઉપયોગમાં લઇ શકો છો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ચટણી લીલી રાખવા આ નુસ્ખા અપનાવો, 10 દિવસ સુધી રહેશે તાજી!

આ પણ વાંચો: તીખું ખાવાના શોખીન છો? તો બનાવો લસણની આ ચટાકેદાર ચટણી…