Sports News: જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડ્યાને ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાંથી આરામ આપવામાં આવી શકે છે. ટીમ મેનેજમેન્ટ 2026 ના T20 વર્લ્ડ કપની તૈયારીઓ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે, અને તેથી, આ બંને ખેલાડીઓના વર્કલોડને મેનેજ કરવા માટે નિર્ણય લેવામાં આવી શકે છે. જોકે, બંને ખેલાડીઓ T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીમાં રમતા જોવા મળશે.
બુમરાહ-પંડ્યાને બ્રેક
ન્યૂઝીલેન્ડ સામેની T20 શ્રેણીને વર્લ્ડ કપ પહેલા ભારતની છેલ્લી T20 શ્રેણી માનવામાં આવે છે. તેથી, બુમરાહ અને હાર્દિક આ શ્રેણીમાં ભાગ લઈને તેમની તૈયારીઓને અંતિમ સ્વરૂપ આપવા માંગશે. ટીમ મેનેજમેન્ટ ઇચ્છે છે કે બંને ખેલાડીઓ સંપૂર્ણપણે ફિટ અને ફ્રેશ રહે.
માર્ચમાં ચેમ્પિયન્સ ટ્રોફી પછી હાર્દિક પંડ્યાએ એક પણ ODI રમી નથી. દરમિયાન, જસપ્રીત બુમરાહ 2023ના વનડે વર્લ્ડ કપ પછી આ ફોર્મેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યો નથી. તેથી, તેમને ન્યુઝીલેન્ડ શ્રેણીમાંથી આરામ આપવો એ એક વ્યૂહાત્મક નિર્ણય માનવામાં આવે છે.
રિષભ પંતને પણ વન-ડેમાં ન લેવાય તેવી સંભાવના
ટી20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ (Indian team) જાહેર કરવામાં આવી છે. સંજુ સેમસન અને જીતેશ શર્મા પછી, રિષભ પંત (Rishabh Pant) લાંબા સમય સુધી ટીમના મુખ્ય વિકેટકીપર-બેટ્સમેન રહ્યા છે. જોકે, હવે ટી20 વર્લ્ડ કપ માટે તેમને ટીમમાં પસંદ કરવામાં આવ્યા નથી, અને તેમના સ્થાન પર ઇશાન કિશન (Ishan Kishan) ને ઘરેલુ ક્રિકેટમાં તેના મજબૂત પ્રદર્શનના આધારે ભારતીય ટીમ (Indian team) નો ભાગ બનવામાં સફળ રહ્યો.
ODI માં પંત ઇન્ડિયા ટીમનો મહત્વનો ભાગ છે અને કેએલ રાહુલના બેકઅપ વિકેટકીપર તરીકે સેવા આપે છે. તાજેતરના અહેવાલો મુજબ, રિષભ પંત (Rishabh Pant) ને ODI ટીમમાંથી પણ બહાર કરવામાં આવવાની શક્યતા ચર્ચામાં છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 11થી 18 જાન્યુઆરી, 2026 વચ્ચે ત્રણ મેચની ODI શ્રેણી યોજાવાની છે. ન્યૂઝીલેન્ડ સામે આ શ્રેણી માટે ભારતીય ટીમ (Indian team) ની પસંદગી હજુ બાકી છે. એક અહેવાલ અનુસાર, BCCI એ રિષભ પંત (Rishabh Pant) ને આ શ્રેણીમાં સ્થાન ન આપવાનો નિર્ણય કર્યો છે.

રિષભ પંતે છેલ્લી વનડે 7 ઓગસ્ટ, 2024 ના રોજ શ્રીલંકા સામે રમી હતી. ત્યારથી તે ટીમમાં છે, પરંતુ તેને મેચમાં તક મળતી નથી. તાજેતરમાં દક્ષિણ આફ્રિકા સામે પૂર્ણ થયેલી ODI શ્રેણીનો પણ તે ભાગ હતો, છતાં પ્લેઇંગ ઈલેવનમાં સ્થાન ન મળ્યું. હવે, ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણીમાં તેની પસંદગી ન થવાની શક્યતા વધી ગઈ છે.
બે વર્ષથી ભારતીય ટીમ (Indian team) માં ન રહેલા ઇશાન કિશન એ અંતે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કરીને 2026ના T20 વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયામાં સ્થાન મેળવ્યું છે. હવે કિશન (Ishan Kishan) ODIમાં પણ પાછા આવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેણે તાજેતરમાં વિજય હજારે ટ્રોફી દરમ્યાન ઝારખંડ માટે નંબર 6 પર બેટિંગ કરીને 125 રનની ધમાકેદાર ઇનિંગ રમ હતી. હાલ તે ઉત્તમ ફોર્મમાં છે, જેને કારણે પસંદગીકારો ખાસ નજર રાખી રહ્યા છે. જો આ શક્તિશાળી વિકેટકીપર-બેટ્સમેનને ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણી માટે પસંદ કરવામાં આવે, તો તે આશ્ચર્યજનક નહી રહેશે.
IND vs NZ મેચની ટિકિટ વેચાણ શરૂ
વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં આગામી 11 જાન્યુઆરી 2026ના રોજ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ODI રમાવવાની છે. આ મેચને લઈને ક્રિકેટપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હવે ચાહકો માટે રાહનો અંત આવ્યો છે, કારણ કે મેચની ટિકિટ વેચાણ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA) દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ભારત–ન્યૂઝીલેન્ડ ODI મેચ માટેની ટિકિટ 1 જાન્યુઆરી 2026ના રોજ સવારે 11 વાગ્યાથી સામાન્ય જનતા માટે ઉપલબ્ધ થશે. ચાહકો BookMyShow પ્લેટફોર્મ મારફતે ઓનલાઇન ટિકિટ બુક કરી શકશે.

રાજ્યમાં મેચ પ્રત્યે ભારે ક્રેઝ
વડોદરામાં યોજાનારી આ આંતરરાષ્ટ્રીય મેચમાં વિરાટ કોહલી, રોહિત શર્મા સહિતના સ્ટાર ખેલાડીઓ મેદાને ઉતરવાની શક્યતા હોવાથી શહેર સહિત સમગ્ર રાજ્યમાં મેચ પ્રત્યે ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. કોટંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં પ્રથમ વખત આટલી મોટી આંતરરાષ્ટ્રીય મેચ યોજાઈ રહી હોવાથી પણ ઉત્સાહ દૂગણો થયો છે.
શહેર ક્રિકેટમય માહોલમાં રંગાઈ જવાની શક્યતા
BCA દ્વારા ચાહકોને ચેતવણી પણ આપવામાં આવી છે કે, સોશિયલ મીડિયા કે બિનઅધિકૃત વેબસાઇટ મારફતે ટિકિટ ખરીદવાનું ટાળે. ફ્રોડથી બચવા માટે માત્ર અધિકૃત પ્લેટફોર્મ પરથી જ ટિકિટ બુક કરવાની અપીલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ ODI મેચ બાદ વડોદરામાં WPL મેચો પણ યોજાનાર હોવાથી આગામી દિવસોમાં શહેર ક્રિકેટમય માહોલમાં રંગાઈ જવાની શક્યતા છે.
આ પણ વાંચો: ભારત–ન્યૂઝીલેન્ડ ODI મેચની ટિકિટ વેચાણ તારીખ જાહેર, 1 જાન્યુઆરીથી બુકિંગ શરૂ
આ પણ વાંચો: BCCI T20 વર્લ્ડ કપ માટે રિષભ પંતના સ્થાને આ વિકેટકીપર-બેટ્સમેને લાવવાનું વિચારી રહી છે
આ પણ વાંચો: વન ડે ક્રિકેટમાં ફરી એકવાર ‘કિંગ કોહલી’નો રાજ,કોહલીની બેટિંગથી વિરોધીઓમાં ભય
