Vadodara News/ ભારત–ન્યૂઝીલેન્ડ ODI મેચની ટિકિટ વેચાણ તારીખ જાહેર, 1 જાન્યુઆરીથી બુકિંગ શરૂ

વડોદરાના કોટંબી સ્ટેડિયમમાં 11 જાન્યુઆરીએ ભારત-ન્યૂઝીલેન્ડ (IND vs NZ) ODI મેચ, ટિકિટ વેચાણ 1 જાન્યુઆરીથી BookMyShow પર શરૂ.

Top Stories Gujarat Vadodara Sports
IND vs NZ

IND vs NZ ODI Vadodara : વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં આગામી 11 જાન્યુઆરી 2026ના રોજ ભારત અને ન્યૂઝીલેન્ડ  વચ્ચે વન-ડે ઇન્ટરનેશનલ મેચ રમાવાની છે. આ મેચને લઈને ક્રિકેટપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હવે ચાહકો માટે રાહનો અંત આવ્યો છે, કારણ કે મેચની ટિકિટ વેચાણ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

IND vs NZ મેચની ટિકિટ વેચાણ શરૂ

બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA) દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ભારત–ન્યૂઝીલેન્ડ  ODI મેચ માટેની ટિકિટ 1 જાન્યુઆરી 2026ના રોજ સવારે 11 વાગ્યાથી સામાન્ય જનતા માટે ઉપલબ્ધ થશે. ચાહકો BookMyShow પ્લેટફોર્મ મારફતે ઓનલાઇન ટિકિટ બુક કરી શકશે.

રાજ્યમાં મેચ પ્રત્યે ભારે ક્રેઝ 

વડોદરામાં યોજાનારી આ આંતરરાષ્ટ્રીય મેચમાં વિરાટ કોહલી, રોહિત શર્મા સહિતના સ્ટાર ખેલાડીઓ મેદાને ઉતરવાની શક્યતા હોવાથી શહેર સહિત સમગ્ર રાજ્યમાં મેચ પ્રત્યે ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. કોટંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં પ્રથમ વખત આટલી મોટી આંતરરાષ્ટ્રીય મેચ યોજાઈ રહી હોવાથી પણ ઉત્સાહ દૂગણો થયો છે.

શહેર ક્રિકેટમય માહોલમાં રંગાઈ જવાની શક્યતા

BCA દ્વારા ચાહકોને ચેતવણી પણ આપવામાં આવી છે કે, સોશિયલ મીડિયા કે બિનઅધિકૃત વેબસાઇટ મારફતે ટિકિટ ખરીદવાનું ટાળે. ફ્રોડથી બચવા માટે માત્ર અધિકૃત પ્લેટફોર્મ પરથી જ ટિકિટ બુક કરવાની અપીલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ ODI મેચ બાદ વડોદરામાં WPL મેચો પણ યોજાનાર હોવાથી આગામી દિવસોમાં શહેર ક્રિકેટમય માહોલમાં રંગાઈ જવાની શક્યતા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકાની આજે વર્ષ 2025ની છેલ્લી મેચ, ભારત જીત સાથે વર્ષનો અંત લાવવાની કોશિશ

આ પણ વાંચો:IND vs SA હાઇલાઇટ્સ: ધુમ્મસને કારણે ચોથી T20I રદ કરવી પડી, ટોસ રદ કરાયો

આ પણ વાંચો:વેસ્ટ ઈન્ડિઝમાં ઈરફાન પઠાણનાં મેકઅપ આર્ટિસ્ટનું પાણીમાં ડૂબવાથી થયું મોત