Sports News: એશિયન ગેમ્સ 2026માં(Asian Games) ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શ્રીલંકાને 147 રનથી હરાવીને સતત બીજી વખત ગોલ્ડ મેડલ જીત્યો છે. આ જીત સાથે ભારતે ટૂર્નામેન્ટમાં પોતાનું પહેલું ગોલ્ડ મેડલ પણ મેળવ્યું. ટીમની આ ઐતિહાસિક સફળતા બાદ તમિલનાડુના મુખ્યમંત્રી થલાપતિ વિજયે રાજ્યની 18 વર્ષની ક્રિકેટર જી કમાલિનીને 75 લાખ રૂપિયાનું કેશ રિવોર્ડ આપવાની જાહેરાત કરી છે.
CM વિજયે આખી ટીમને આપી શુભેચ્છા
એશિયન ગેમ્સમાં (Asian Games) તમિલનાડુ(મદુરાઈ)ની રહેવાસી કમાલિની ભારતીય ટીમનો ભાગ હતી. મુખ્યમંત્રી વિજયે ભારતીય મહિલા ક્રિકેટ ટીમને અભિનંદન પાઠવવાની સાથે કમાલિનીની સિદ્ધિની પણ પ્રશંસા કરી. તેમણે જણાવ્યું કે તમિલનાડુ સરકાર પ્રતિભાશાળી ખેલાડીઓને સતત પ્રોત્સાહન આપતી રહેશે. એશિયન ગેમ્સમાં (Asian Games) કમાલિનીની સફળતા રાજ્યના યુવાનો અને મહિલાઓ માટે પ્રેરણારૂપ બનશે તેમ પણ તેમણે કહ્યું.
ફાઇનલમાં ભારતનો શાનદાર વિજય
ફાઇનલ મુકાબલામાં ભારતે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 3 વિકેટે 216 રન બનાવ્યા. સ્મૃતિ મંધાનાએ એશિયન ગેમ્સ 2026 માં (Asian Games) 45 બોલમાં 79 રન બનાવ્યા, જ્યારે શેફાલી વર્માએ 48 રનની ઇનિંગ રમી. રિચા ઘોષે માત્ર 22 બોલમાં 49 રનની તોફાની ઇનિંગ રમીને ભારતનો સ્કોર 200ની પાર પહોંચાડ્યો. જવાબમાં શ્રીલંકાની ટીમ ભારતીય બોલિંગ સામે ટકી શકી નહીં અને માત્ર 69 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. દીપ્તિ શર્માએ 3 વિકેટ ઝડપી હતી, જ્યારે શેફાલી વર્મા, શ્રી ચરાણી અને શ્રેયાંકા પાટિલે પણ મહત્વનું યોગદાન આપ્યું.
ભારતે સેમિફાઇનલમાં બાંગ્લાદેશને 114 રનથી હરાવ્યું હતું. ભારતે 4 વિકેટે 195 રન બનાવ્યા હતા, જેમાં શેફાલી વર્માએ શાનદાર સદી ફટકારી હતી. ત્યારબાદ ભારતીય બોલર્સે બાંગ્લાદેશને 81 રનમાં સમેટી દીધું હતું. આ મેચમાં કમાલિનીએ 10 બોલમાં 3 રન બનાવ્યા હતા.
કોણ છે જી કમાલિની?
તમિલનાડુની વિકેટકીપર-બેટર જી કમાલિની નાની ઉંમરે ભારતીય ક્રિકેટમાં પોતાની ઓળખ બનાવી ચૂકી છે. 2024ની મહિલા અંડર-19 એશિયા કપ(Asian Games) અને 2025ના અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપમાં (Asian Games) ભારતની સફળતામાં તેમનું યોગદાન રહ્યું હતું. મુંબઈ ઇન્ડિયન્સે તેમને પસંદ કર્યા બાદ તેઓ મહિલા પ્રીમિયર લીગમાં ડેબ્યૂ કરનારી સૌથી નાની ઉંમરની ખેલાડીઓમાં સામેલ થઈ હતી. ડિસેમ્બર 2025માં તેમણે શ્રીલંકા સામે ભારત માટે આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કર્યું હતું. હવે એશિયન ગેમ્સના ગોલ્ડ સાથે કમાલિનીની કારકિર્દીમાં વધુ એક મહત્વનું પ્રકરણ ઉમેરાયું છે.
આ પણ વાંચો :ભારતનો જાપાન સામે 2 રનથી રોમાંચક વિજય, બેટિંગ નિષ્ફળ રહી પણ બોલરોએ બચાવી લાજ
આ પણ વાંચો :સોનમ મસ્કરની એશિયન ગેમ્સની સિલ્વર જીત પાછળ પિતાનો મોટો ત્યાગ, રાઇફલ માટે જમીન વેચી
આ પણ વાંચો :એશિયન ગેમ્સ-2026માં ભારતને પહેલો ગોલ્ડ, મહિલા ક્રિકેટ ટીમે શ્રીલંકાને 147 રનથી હરાવ્યું
