sports news/ સોનમ મસ્કરની એશિયન ગેમ્સની સિલ્વર જીત પાછળ પિતાનો મોટો ત્યાગ, રાઇફલ માટે જમીન વેચી

એશિયન ગેમ્સ 2026માં સિલ્વર મેડલ જીતનારી Sonam Maskar અને તેમના પિતાના સંઘર્ષની પ્રેરણાદાયી કહાની. પિતાએ જમીન અને દુકાન વેચીને શૂટિંગ કિટ અપાવી હતી.

Sports Trending
Sonam Maskar

Sonam Maskar Asian Games 2026 Silver Medal:  એશિયન ગેમ્સ 2026માં ભારત માટે સિલ્વર મેડલ જીતનાર શૂટર સોનમ મસ્કરની સફળતા પાછળ તેના પરિવારનો મોટો સંઘર્ષ છુપાયેલો છે. મહિલાઓની 10 મીટર એર રાઇફલ ટીમ ઇવેન્ટમાં ભારતને રજત પદક અપાવનાર 23 વર્ષીય સોનમ માટે તેના પિતાએ મોટો ત્યાગ કર્યો હતો. શૂટિંગ માટે જરૂરી રાઇફલ અને કિટ ખરીદવા માટે પિતા ઉત્તમ મારુતિ મસ્કરે પોતાની 0.25 એકર જમીન અને દુકાન વેચી દીધી હતી.

કોરોનામાં બંધ થયો પિતાનો બિઝનેસ

2020માં કોરોના મહામારી દરમિયાન લાગેલા લોકડાઉનથી ઉત્તમ મસ્કરનો મુંબઈનો દૂધ સપ્લાયનો વ્યવસાય સંપૂર્ણપણે ઠપ થઈ ગયો હતો. આર્થિક મુશ્કેલીઓ વચ્ચે પરિવારને મુંબઈ છોડીને કોલ્હાપુર પરત ફરવું પડ્યું. ત્યાં તેમની પાસે એક જમીનનો પ્લોટ અને દુકાન હતી. દીકરીના શૂટિંગના (Sonam Maskar) સપનાને આગળ વધારવા માટે આ બંનેમાંથી સંપત્તિ વેચવાનો નિર્ણય લેવાયો. પિતાએ જમીન અને દુકાન બજારભાવ કરતાં ઓછા ભાવે વેચીને મળેલા નાણાંથી સોનમ માટે જરૂરી રાઇફલ અને શૂટિંગ કિટ ખરીદી હતી.

પિતાએ કહ્યું- આ ત્યાગ નહીં, મારી જવાબદારી હતી

સોનમની(Sonam Maskar) સફળતા બાદ તેના પિતા ઉત્તમ મસ્કરે કહ્યું કે દીકરી માટે કરેલું આ કોઈ ત્યાગ નહોતું, પરંતુ પિતા તરીકેની તેમની જવાબદારી હતી. દેશ માટે દીકરીને મેડલ જીતતી જોઈને અત્યાર સુધીની મહેનત અને મુશ્કેલીઓ સફળ સાબિત થઈ હોવાનું તેમણે જણાવ્યું.

કોચે સોનમની ટેકનિકમાં કર્યો મોટો સુધારો

ધોરણ 10 પછી સોનમે અંધેરીના તોલાની કોલેજમાંથી શૂટિંગની શરૂઆત કરી હતી. શરૂઆતમાં તે એકેડમીની કિટથી પ્રેક્ટિસ કરતી હતી. 2022માં પોતાની રાઇફલ મળ્યા બાદ તેની રમતને વધુ ગતિ મળી. કોચ રોહિત હવાલદાર અને રાધિકા બારલે હવાલદારે તેની ટેકનિક પર ખાસ કામ કર્યું. સોનમના(Sonam Maskar) પોઝ્ચર, ખભાની મજબૂતી અને શૂટિંગ દરમિયાન શરીરના સંતુલન પર ધ્યાન આપવામાં આવ્યું. તે દરરોજ 90થી 120 શોટ્સની પ્રેક્ટિસ કરતી હતી. તેની માનસિક મજબૂતીને પણ તેની મોટી તાકાત માનવામાં આવે છે.

ચેસથી શૂટિંગ સુધીનો સફર

શૂટિંગ(Sonam Maskar) પહેલાં સોનમને ચેસ રમવાનો પણ શોખ હતો. તે પોતાના ભાઈ-બહેન સાથે ચેસ રમતી અને આજે પણ તણાવ ઘટાડવા માટે ચેસ રમે છે. 2023માં જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 7મું સ્થાન અને એશિયન ચેમ્પિયનશિપમાં 4મું સ્થાન મેળવ્યા બાદ 2024માં કૈરો વર્લ્ડ કપમાં તેણે સિલ્વર મેડલ જીત્યો હતો.હવે એશિયન ગેમ્સ 2026ના ટીમ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીતીને સોનમે પોતાના પિતાના સંઘર્ષને એક યાદગાર સફળતામાં ફેરવી દીધો છે.


આ પણ વાંચો : 49 બોલમાં અણનમ સદી, શેફાલી વર્માએ એશિયન ગેમ્સમાં રચ્યો ઇતિહાસ

આ પણ વાંચો : ભારતની શાનદાર જીત, બાંગ્લાદેશને 114 રને હરાવી ફાઇનલમાં એન્ટ્રી

આ પણ વાંચો : IND vs AFG 3rd T20I: વૈભવ સૂર્યવંશીની એન્ટ્રીથી લઈને રાશિદ ખાનના રેકોર્ડ સુધી