India News : કેન્સર જેવી ગંભીર અને પ્રાણઘાતક બીમારીની દવાઓની કિંમતમાં થઈ રહેલા અતિશય ભાવવધારા અને દર્દીઓ સાથે થઈ રહેલી લૂંટ (Cancer Medicine) મુદ્દે સુપ્રીમ કોર્ટે (Supreme Court)ભારે નારાજગી વ્યક્ત કરી છે. જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની ખંડપીઠ સમક્ષ રજૂ થયેલા એક કેસમાં સામે આવ્યું હતું કે, રિટેલરોને માત્ર રૂ. 2700 માં મળતી કેન્સરની એક દવા પર રૂ.27000ની મહત્તમ છૂટક કિંમત (MRP) છાપવામાં આવી રહી છે. ખરીદ કિંમત અને MRP વચ્ચેના આ આશરે ૧૦ ગણાના તફાવત પર અદાલતે સખત વાંધો ઉઠાવ્યો હતો.
Cancer Medicine : અધિકારીઓની ભૂમિકા અને ‘દિનદહાડે ડકેતી’ પર સવાલ
સુપ્રીમ કોર્ટે આ સમગ્ર વ્યવસ્થાને ‘દિનદહાડે ડકેતી’ સમાન ગણાવીને ગંભીર ટિપ્પણી કરી હતી. બેન્ચે સવાલ કર્યો હતો કે, જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા લાચાર દર્દીઓ પાસેથી આટલો મસમોટો નફો કેવી રીતે વસૂલી શકાય? દવાની કિંમતોનું નિયમન અને દેખરેખ રાખતી સરકારી સંસ્થાઓ તથા અધિકારીઓ આટલો મોટો ભાવ તફાવત હોવા છતાં મૌન કેમ છે તે અંગે પણ અદાલતે જવાબ તલબ કર્યો છે.
આયુષ્માન ભારત યોજના અને ભાવ નિયંત્રણનો મુદ્દો
સુનાવણી દરમિયાન આયુષ્માન ભારત (Ayushman Bharat)જેવી સરકારી સ્વાસ્થ્ય યોજનાઓ (Government Health Schemes)માં થતી ગડબડનો મુદ્દો પણ ઉછળ્યો હતો. કેટલીક હોસ્પિટલો કે સંસ્થાઓ ખૂબ ઓછા ભાવે દવા ખરીદીને સરકાર પાસે ઊંચી MRP ના આધારે રિઇમ્બર્સમેન્ટ મેળવીને સરકારી તિજોરીને નુકસાન પહોંચાડતી હોવાનું સામે આવ્યું છે. દવાની કિંમતમાં પારદર્શિતા, ભાવ નિયંત્રણ અને જેનેરિક દવાઓના પ્રિસ્ક્રિપ્શન સંબંધિત મુદ્દાઓને ધ્યાને રાખીને સુપ્રીમ કોર્ટે આ મામલે આગામી સુનાવણી 29 સપ્ટેમ્બરના રોજ નક્કી કરી છે.
આ પણ વાંચો :ભારતમાં 17 વર્ષમાં સૌથી ઓછો ચોમાસુ વરસાદ! 15% ઘટ, બિહાર-રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં ચિંતા
આ પણ વાંચો :જમુઈ શરમજનક ઘટના પર રાજકારણ ગરમાયું; આરોપી નંદન યાદવનું હાફ એન્કાઉન્ટર
