Not Set/ અજય દેવગણ અને કાજોલે પોતાની દીકરી માટે સિંગાપોરમાં ખરીદ્યું શાનદાર ઘર

સ્ટાર કિડ્સની લાઈફ સ્ટાઇલ એકદમ હટકે જ હોય છે. એ જ રીતે નાયસા જે અજય દેવગણ અને કાજોલની દીકરી છે એની પણ લાઈફ સ્ટાઇલ લેવીશ જ છે. માતા પિતા પોતાનાં બાળકોની કેર કરતાં હોય છે એ પછી સામાન્ય ફેમીલી હોય કે સેલેબ્રીટી ફેમીલી. અજય અને કાજોલની દીકરી સિંગાપોર ભણે છે અને એનું ત્યાં જવું એ […]

India Trending Entertainment

સ્ટાર કિડ્સની લાઈફ સ્ટાઇલ એકદમ હટકે જ હોય છે. એ જ રીતે નાયસા જે અજય દેવગણ અને કાજોલની દીકરી છે એની પણ લાઈફ સ્ટાઇલ લેવીશ જ છે. માતા પિતા પોતાનાં બાળકોની કેર કરતાં હોય છે એ પછી સામાન્ય ફેમીલી હોય કે સેલેબ્રીટી ફેમીલી.

અજય અને કાજોલની દીકરી સિંગાપોર ભણે છે અને એનું ત્યાં જવું એ કેટલું મુશ્કેલ છે એની વાત કાજોલ અને અજયે ઘણીવાર ઇન્ટરવ્યુમાં કરી જ છે.માતા પિતાથી દુર પરિવારથી દુર રહીને ભણવું એ સહેલી વાત નથી. જોકે અજય કાજોલ અને એમનો દીકરો યુગ અવારનવાર ત્યાં મુલાકાત લેતા હોય છે અને નાયસા પણ મુંબઈ આવતી રહેતી હોય છે.

સુત્રોની જાણકારી અનુસાર કાજોલ અને અજયે સિંગાપોરમાં પોશ વિસ્તારમાં એક શાનદાર એપાર્ટમેન્ટ ખરીદ્યો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ ઘર એમણે પોતાની દીકરી માટે ખરીદ્યું છે જે સિંગાપોરમાં સ્ટડી કરી રહી છે જેથી તેને કોઈ તકલીફ ન પડે.