Not Set/ RBI સાથેના ગજગ્રાહને લઈ સરકારે છોડ્યું આ “બ્રહ્માસ્ત્ર”, ગવર્નર આપી શકે છે રાજીનામું

નવી દિલ્હી, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) અને કેન્દ્રની મોદી સરકાર વચ્ચે વિભિન્ન મુદ્દાઓને લઈ જોવા મળતો ગજગ્રાહ હવે ચરમસીમાએ પહોચી ગયો છે. આ પરસ્પરના મતભેદોનો વિવાદ એ હદ સુધી પહોંચી ચુક્યો છે હવે મોદી સરકાર દ્વારા પોતાના “બ્રહ્માસ્ત્ર”નો ઉપયોગ કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા RBI સાથે ચાલી રહેલા વિવાદો વચ્ચે બંધારણ હેઠળ મળેલા […]

Top Stories India Trending

નવી દિલ્હી,

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) અને કેન્દ્રની મોદી સરકાર વચ્ચે વિભિન્ન મુદ્દાઓને લઈ જોવા મળતો ગજગ્રાહ હવે ચરમસીમાએ પહોચી ગયો છે. આ પરસ્પરના મતભેદોનો વિવાદ એ હદ સુધી પહોંચી ચુક્યો છે હવે મોદી સરકાર દ્વારા પોતાના “બ્રહ્માસ્ત્ર”નો ઉપયોગ કરવામાં આવ્યો છે.

કેન્દ્ર સરકાર દ્વારા RBI સાથે ચાલી રહેલા વિવાદો વચ્ચે બંધારણ હેઠળ મળેલા આરબીઆઈ એક્ટ, ૧૯૩૪ના સેક્શન ૭નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

national-rbi-governor-may-consider-resigning-after-rift-with-government-report-section-7-rbi-act

આ સાથે જ ૮૩ વર્ષોના ઈતિહાસમાં પહેલીવાર આ સેક્શનનો ઉપયોગ કેન્દ્ર સરકાર દ્વારા કરાઈ રહ્યો છે.

ઉર્જિત પટેલ આપી શકે છે રાજીનામું : સૂત્ર

સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, સરકાર સાથે વધેલી ખટાશ બાદ આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે, RBIના ગવર્નર ઉર્જિત પટેલ પોતાના પદ પરથી રાજીનામું આપી શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મંગળવારે કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ RBI પર ઠીકરો ફોડતા દેશમાં બેંકના NPA માટે રિઝર્વ બેંકને જવાબદાર ઠેરવી હતી.

સરકાર દ્વારા RBIને પાઠવવામાં આવ્યો પત્ર

ઇકોનોમિક ટાઈમ્સ દ્વારા જણાવ્યા અનુસાર, આરબીઆઈ એક્ટ, ૧૯૩૪ હેઠળ સરકાર દ્વારા ગયા એક કે બે અઠવાડિયામાં RBIના ગવર્નરને બે અલગ અલગ પત્રો પાઠવવામાં આવી ચુક્યા છે.

સરકાર દ્વારા પત્ર દ્વારા આરબીઆઈને નોન-બેન્કિંગ ફાઇન્નાશિયલ કંપનીઓ માટે લિક્વિદિટી, બેંકોને પૂંજી અને લઘુ તેમજ મધ્યમ વર્ગના ઉદ્યોગ માટે લોન આપવાનો નિર્દેશ કર્યો છે.

national-rbi-governor-may-consider-resigning-after-rift-with-government-report-section-7-rbi-act

બીજી બાજુ માનવામાં આવી રહ્યું છે કે, સરકાર આ પગલા દ્વારા જ RBIના ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્ય દ્વારા પોતાનો ગુસ્સો વ્યક્ત કરાયો છે. સાથે સાથે તેઓએ સરકારને RBIની સ્વતંત્રતા પર હાનિ પહોચાડતા ઘાતક પરિણામો ભોગવવાની ચેતવણી આપી છે.

સરકારને શા માટે સેક્સન ૭ લગાવવાની પડી જરૂરત

કેન્દ્ર સરકાર અને આરબીઆઈ વચ્ચેની ખટાશ વચ્ચે સેક્શન ૭નો ઉપયોગ કરવાની જરૂરત ત્યારે પડી જયારે દેશની કેટલીક વીજળીનું ઉત્પાદન કરતી કંપનીઓએ RBI દ્વારા જાહેર કરાયેલા સર્ક્યુલરને અલ્હાબાદ હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો.

શું છે આરબીઆઈ એક્ટ, ૧૯૩૪નો સેક્શન ૭ ?

national-rbi-governor-may-consider-resigning-after-rift-with-government-report-section-7-rbi-act

આજથી લગભગ ૮૩ વર્ષ પહેલા દેશની સેન્ટ્રલ બેન્કોને નિર્દેશ આપવાના હેતુથી ૧૯૩૪માં RBI એક્ટ હેઠળ સેક્શન ૭ને લાગુ કરવામાં આવ્યો હતો.

આરબીઆઈ એક્ટ, ૧૯૩૪ હેઠળ સરકારને અધિકાર છે કે, તેઓ સાર્વજનિક હિતના મુદ્દાઓ પર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને નિર્દેશ કરી શકે છે, જેને RBI માનવાનો ઇન્કાર કરી શકતી હતી.

બીજી બાજુ આ એક્ટ લાગુ થયા બાદ RBIના ગવર્નર તેમજ ડેપ્યુટી ગવર્નરને આપવામાં આવેલા તમામ અધિકારો છીનવાઈ જાય છે.