Rajkot News/ રાજકોટમાં ખેડૂતોને વ્યાજની જાળમાં ફસાવી કરોડોની જમીન પડાવ્યાનો આક્ષેપ

Farmer Land Scam: રાજકોટ ગ્રામ્ય પોલીસે રાજકોટ અને અમદાવાદમાં ચાલતા બે ગેરકાયદે કોલ સેન્ટર પર દરોડા પાડી ખેડૂતોને વ્યાજની જાળમાં ફસાવી જમીન પડાવવાના કથિત નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. તપાસ દરમિયાન 32 ખેડૂતોના જમીન સંબંધિત દસ્તાવેજોની નકલો મળી હોવાનું પોલીસનું કહેવું છે.

Gujarat Top Stories Rajkot Breaking News
Farmer Land Scam: વ્યાજે પૈસા આપ્યા, પછી જમીન પડાવી? રાજકોટમાં મોટા રેકેટનો પર્દાફાશ

Rajkot News: રાજકોટ ગ્રામ્ય પોલીસે વ્યાજખોરી અને ખેડૂતો (Farmer Land Scam) સાથે કથિત છેતરપિંડીના નેટવર્ક સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ અને અમદાવાદમાં ચાલતા બે ગેરકાયદે કોલ સેન્ટર (Call Center) પર દરોડા પાડી પોલીસે ખેડૂતોને નાણાકીય મુશ્કેલીમાં ફસાવી તેમની કિંમતી જમીન પડાવી લેવાના કથિત રેકેટનો પર્દાફાશ કર્યો છે.

પોલીસ તપાસ મુજબ, આ નેટવર્કમાં અલ્પેશ દોંગા અને અક્ષીત અકબરી ઉર્ફે હેપ્પી પટેલ સહિતના લોકોની સંડોવણી હોવાનો આક્ષેપ છે. આરોપીઓ ખેડૂતોને વ્યાજે નાણાં આપ્યા બાદ તેમની પાસેથી મૂળ રકમ કરતાં અનેકગણી વધુ રકમ વસૂલતા અને જમીનના દસ્તાવેજો અન્ય વ્યક્તિઓના નામે કરાવી લેતા હોવાની વિગતો પોલીસ તપાસમાં સામે આવી છે.

ખેડૂતોને વ્યાજની જાળમાં ફસાવ્યાનો આક્ષેપ

પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓ દ્વારા રાજકોટ ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને જરૂરિયાતના સમયે નાની રકમ વ્યાજે આપવામાં આવતી હતી. ત્યારબાદ લોનની રકમ પર ભારે વ્યાજ વસૂલવામાં આવતું અને કેટલીક પરિસ્થિતિમાં ખેડૂતોની જમીન અન્ય વ્યક્તિઓના નામે કરાવી લેવામાં આવતી હોવાનો આક્ષેપ છે.

જ્યારે ખેડૂતો પોતાની જમીન ((Farmer Land Scam)) પરત મેળવવા માટે આરોપીઓનો સંપર્ક કરતા ત્યારે તેમની પાસેથી અગાઉ લીધેલી રકમ કરતાં ઘણી વધારે રકમની માંગ કરવામાં આવતી હોવાનો પોલીસનો દાવો છે. આ રીતે ખેડૂતોની આર્થિક મજબૂરી અને જમીન સંબંધિત દસ્તાવેજોની જાણકારીનો લાભ લઈ સમગ્ર નેટવર્ક ચલાવવામાં આવતું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

Farmer Land Scam: અલગ-અલગ નામે પેઢીઓ ચલાવાતી હોવાનો ખુલાસો

તપાસ દરમિયાન આરોપીઓ સાથે સંકળાયેલી કેટલીક પેઢીઓ અને સંસ્થાઓના નામ પણ સામે આવ્યા છે. તેમાં ‘શ્રી અષ્ટલક્ષ્મી લોન હાઉસ’, ‘ગીતા ચેરિટેબલ ટ્રસ્ટ’ અને ‘પટેલ ઇન્વેસ્ટમેન્ટ પોઇન્ટ’નો સમાવેશ થાય છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, આ પ્રવૃત્તિઓને વ્યવસ્થિત રીતે ચલાવવા માટે આરોપીઓ પોતાના સંપર્કમાં રહેલા સાયબર નિષ્ણાતની મદદ લેતા હતા. કોલ સેન્ટરમાં મહિલાઓ મારફતે ખેડૂતો અને અન્ય લોકોનો સંપર્ક કરવામાં આવતો હોવાની વિગતો પણ તપાસમાં સામે આવી છે.

રાજકોટના કોલ સેન્ટરમાં 14 મહિલાઓ મળી

રાજકોટ શહેરમાં આવેલા કોલ સેન્ટર પર પોલીસે દરોડો પાડ્યો ત્યારે આશરે 14 મહિલાઓ કામ કરતી મળી આવી હતી. પોલીસ દ્વારા સ્થળ પરથી મહત્વપૂર્ણ દસ્તાવેજો અને અન્ય સામગ્રી કબજે કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. તપાસ દરમિયાન રાજકોટ, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, ભાવનગર, અમદાવાદ, બનાસકાંઠા અને મહેસાણા સહિતના વિસ્તારોના આશરે 32 ખેડૂતોના જમીન ((Farmer Land Scam)) સંબંધિત દસ્તાવેજોની નકલો મળી આવી હોવાનું પોલીસે જણાવ્યું છે. આ દસ્તાવેજોમાં 7/12 ઉતારા, 8-અ, હક્ક પત્રક, બોજો પત્રક તેમજ વિવિધ ઓળખના દસ્તાવેજોનો સમાવેશ થાય છે.

અલ્પેશ દોંગા સામે અગાઉથી 13 ગુના

પોલીસ તપાસમાં મુખ્ય આરોપી તરીકે સામે આવેલા અલ્પેશ દોંગા (Alpesh Donga) વિરુદ્ધ અગાઉથી પણ અનેક ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, રાજકોટ શહેરમાં તેના વિરુદ્ધ 7 અને રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 6 મળી કુલ 13 ગુના નોંધાયેલા છે. હાલ અલ્પેશ દોંગા જેલમાં હોવાનું જણાવવામાં આવ્યું છે. આ કેસમાં તેની પૂછપરછ અને આગળની કાયદેસરની કાર્યવાહી માટે પોલીસ કોર્ટ મારફતે તેનો કબજો મેળવવાની પ્રક્રિયા હાથ ધરી રહી છે.

અન્ય આરોપીની ધરપકડ, તપાસનો ધમધમાટ

આ કેસમાં સંડોવણીના આક્ષેપસર હિરેન લુણાગરિયાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ હવે સમગ્ર નેટવર્ક સાથે જોડાયેલા અન્ય લોકો, નાણાકીય વ્યવહારો અને ખેડૂતો પાસેથી લેવામાં આવેલા દસ્તાવેજો અંગે તપાસ કરી રહી છે. પોલીસનું ધ્યાન ખાસ કરીને એ બાબત તરફ છે કે ખેડૂતોની જમીન ((Farmer Land Scam))ના દસ્તાવેજો કઈ રીતે મેળવવામાં આવ્યા, જમીન ((Farmer Land Scam))ના વ્યવહારોમાં કોની ભૂમિકા હતી અને આ નેટવર્ક સાથે અન્ય કેટલા લોકો સંકળાયેલા છે.

તપાસમાં વધુ મોટા ખુલાસાની શક્યતા

રાજકોટ અને અમદાવાદમાંથી સામે આવેલા આ બંને કોલ સેન્ટર બાદ હવે પોલીસ સમગ્ર નેટવર્કની કડી જોડવાનો પ્રયાસ કરી રહી છે. ખેડૂતો પાસેથી લેવામાં આવેલા દસ્તાવેજોનો ઉપયોગ કયા હેતુથી કરવામાં આવતો હતો અને અત્યાર સુધીમાં કેટલા ખેડૂતો આ કથિત રેકેટનો ભોગ બન્યા છે તે અંગે પણ તપાસ આગળ વધી રહી છે.

હાલ પોલીસ દ્વારા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને તપાસ પૂર્ણ થયા બાદ આ સમગ્ર નેટવર્કની વધુ વિગતો સામે આવી શકે છે.


આ પણ વાંચો: એક વર્ષ માટે રાજકોટ જિલ્લા બેંક કોઈપણ વ્યાજ વિના ખેડૂતોને લોન આપશે

આ પણ વાંચો: નર્મદામાં 24 દિવસ બાદ ખેડૂતોના ધરણાનો અંત! સરકારની ખાતરી બાદ પારણાં, 70 હજારથી વધુ ખેડૂતોને લાભની શક્યતા

આ પણ વાંચો: કેન્દ્રની ચાલુ વર્ષે 1.5 ટકા વ્યાજમાફી સાથે સુધારેલી વ્યાજ યોજના ચાલુ રાખવા મંજૂરી