vadodra News: વડોદરાના અમિતનગર વિસ્તાર (Amit Nagar Vadodara) નજીક આવેલી નિર્માણાધીન ડીમાર્ટની કન્સ્ટ્રક્શન (D-Mart Site Accident) સાઇટ પર ગુરુવારે ગંભીર અકસ્માત સર્જાયો હતો. કામગીરી દરમિયાન અચાનક માટીની મોટી ભેખડ ધસી પડતાં એક પુરુષ અને એક મહિલા શ્રમજીવી તેના નીચે દટાઈ ગયા હતા. ઘટના બનતા જ સમગ્ર સાઇટ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
D-Mart Site Accident: સ્થાનિક કામદારોએ 15 મિનિટમાં બંનેને જીવતા બહાર કાઢ્યા

ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલાં જ સાઇટ પર હાજર અન્ય કામદારોએ હિંમત અને સમયસૂચકતા દાખવી બચાવ કામગીરી શરૂ કરી હતી. ભારે જહેમત બાદ સૌપ્રથમ પુરુષ શ્રમજીવીને બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ લગભગ 15 મિનિટના સતત પ્રયાસો બાદ દટાયેલી(Soil Collapse) મહિલાને પણ સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મળી હતી.
મહિલાને ઈજા, બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
અકસ્માતમાં મહિલાના પગના ભાગે ઈજા પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યારે બંને શ્રમજીવીઓને બચાવી લેવામાં આવતા મોટી જાનહાનિ ટળી હતી. હાલ તેમની સારવાર ચાલી રહી છે અને તબીબો દ્વારા તેમની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.
ફાયર વિભાગ પહોંચતા પહેલાં જ પૂર્ણ થયું રેસ્ક્યુ

ફાયર સ્ટેશન ઓફિસર પ્રતાપ ડામોરે જણાવ્યું હતું કે ભેખડ ધસી પડ્યાની જાણ મળતા જ ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે ત્યાં પહોંચ્યા ત્યારે સ્થાનિક મજૂરો દ્વારા બંને શ્રમજીવીઓને (Rescue Operation) બહાર કાઢીને હોસ્પિટલ મોકલી દેવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાની જાણ પોલીસને પણ કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
સલામતીના નિયમો અંગે ઊઠ્યા ગંભીર સવાલો
આ અકસ્માત બાદ કન્સ્ટ્રક્શન સાઇટ પર સલામતીના નિયમોના પાલન અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. વરસાદની ઋતુમાં માટીની ભેખડ ધસી પડવાનો જોખમ વધુ રહેતો હોવાથી નિષ્ણાતોના મત મુજબ જરૂરી પ્રોટેક્શન વોલ અને સુરક્ષા વ્યવસ્થા કર્યા બાદ જ ખોદકામની કામગીરી કરવી જોઈએ. હવે આ મામલે પોલીસ અને સંબંધિત વિભાગ દ્વારા કોન્ટ્રાક્ટરની બેદરકારી અંગે તપાસ કરવામાં આવશે.
આ પણ વાંચો: વલસાડમાં ફરી એકવાર ધરાશાયી થયો નિર્માણાધીન બ્રિજ, 4 મજૂરો દટાયા
આ પણ વાંચો: ખંભાતમાં પુલનો સ્લેબ તૂટતા બે શ્રમિકો દટાયાં, એકનું મોત
આ પણ વાંચો: વીજાપુર નજીક દિવાલ ધરાશાયી થતાં 6 મજૂરો દટાયા, 3ના મોત
