Valsad News/ વલસાડમાં ફરી એકવાર ધરાશાયી થયો નિર્માણાધીન બ્રિજ, 4 મજૂરો દટાયા

ઔરંગા નદી  પર બની રહેલા નવા ઓવરબ્રિજનો એક મોટો સ્લેબ ધરાશાયી થયો હતો.આ ઘટનામાં 4 મજૂરો દટાયા હતા,જેમને સ્થાનિક લોકોએ તાત્કાલિક બહાર કાઢી વલસાડની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા.

Top Stories Gujarat Breaking News
બ્રિજ

Valsad News:ગુજરાતમાં એક પછી એક બ્રિજ-અકસ્માતની ઘટનાઓએ ફરી ચિંતા વધારી છે.આજે સવારે વલસાડ જિલ્લાના કૈલાશ રોડ પર ઔરંગા નદી પર બની રહેલા નવા ઓવરબ્રિજનો એક મોટો સ્લેબ ધરાશાયી થયો હતો.આ ઘટનામાં 4 મજૂરો દટાયા હતા,જેમને સ્થાનિક લોકોએ તાત્કાલિક બહાર કાઢી વલસાડની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા.સદનસીબે કોઈનું મૃત્યુ થયું નથી, પરંતુ ઘાયલોની હાલત ગંભીર છે.

બ્રિજનો એક મોટો સ્લેબ ધરાશાયી

આ અકસ્માત (Accident) આજે (12 ડિસેમ્બર) સવારે 9 થી સવા નવ વાગ્યાની વચ્ચે બન્યો હતો. બ્રિજના ગર્ડર મૂકવાની કામગીરી ચાલુ હતી અને લેવલિંગનું કામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક સ્ટ્રક્ચરનો એક ભાગ સ્લિપ થઈ ગયો અને મોટો સ્લેબ ધરાશાયી થઈ પડ્યો. સાઇટ પર કુલ 105થી વધુ મજૂરો-કામદારો હાજર હતા.

સ્થાનિક લોકોએ તુરંત જ બચાવ કામગીરી હાથ ધરી અને દબાયેલા ચારેય મજૂરોને બહાર કાઢ્યા હતા.ઘટનાની જાણ ગાંધીનગર સુધી પહોંચતાં જ માર્ગ અને મકાન વિભાગે તાત્કાલિક પગલાં લીધાં છે. વિભાગના ઉચ્ચ અધિકારીઓએ વલસાડ સર્કલ ઓફિસરને આ અકસ્માતની વિગતવાર તપાસ સોંપી છે.

ગયા જુલાઇ મહિનામાં વડોદરા (Vadodara) જિલ્લામાં મહી નદી ઉપર આવેલ ગંભીરા બ્રિજ નો એક ગાળો ધરાશાયી થઈ ગયો હતો. જેના કારણે પુલ પરનો વાહન વ્યવહાર બંધ થવાથી વાહનચાલકો તથા રાહદારીઓને ખુબ જ હાલાકી ભોગવવી પડતી હતી. આ ક્ષતિગ્રસ્ત પુલના બાજુમાં નવીન પુલ બનાવવાની કામગીરી માર્ગ અને મકાન વિભાગ દ્વારા ચોમાસા દરમ્યાન પણ યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હતી. ગુજરાતના વડોદરા જિલ્લાના પાદરા તાલુકા નજીક મહિસાગર નદી પર 9 જુલાઈ 2025 ના રોજ મુજપુર-ગંભીરા બ્રિજ અકસ્માત થયો હતો. નદી પર બનેલો ગંભીરા બ્રિજ અચાનક તૂટી પડ્યો હતો. આ બ્રિજ વડોદરા અને આણંદ જિલ્લાઓને જોડતો હતો અને મધ્ય ગુજરાતને સૌરાષ્ટ્ર પ્રદેશ સાથે જોડતો હતો, પરંતુ 9 જુલાઈ 2025 ની સવારે, આ 43 વર્ષ જૂના બ્રિજનો 12 મીટર લાંબો સ્લેબ અચાનક તૂટી પડ્યો. બ્રિજનો એક ભાગ તૂટી પડવાને કારણે, 2 ટ્રક, એક SUV કાર, એક પિકઅપ વાન અને એક બાઇક 110 ફૂટ નીચે મહિસાગર નદીમાં પડી ગયા. તે જ સમયે,બ્રિજના તૂટેલા ભાગ પર એક ટેન્કર લટકી ગયું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદના સુભાષ બ્રિજમાં તિરાડ મામલે મનપાનું ઇન્સ્પેકશન પૂર્ણ

આ પણ વાંચો:હેરિટેજ સિટીના દરવાજા સમાન સુભાષ બ્રિજમાં તિરાડો દેખાઈ

આ પણ વાંચો:રાહદારીઓ તથા ટુ-વ્હીલર વાહનો માટે મોટી રાહત, સ્ટીલ બ્રિજ તથા જરૂરી સમારકામ હાથ ધરી ગંભીરા બ્રિજ શરૂ કરાયો