Ahmedabad News: અમદાવાદના સુભાષ બ્રિજ (Subhash Bridge) માં તિરાડ મામલે અમદાવાદ મનપાનું ઇન્સ્પેકશન પૂરું થયું છે. આ માટે અમદાવાદ મનપાએ ત્રણ કંપનીઓને ઇન્સ્પેકશનમાં સામેલ કરી હતી. પંકજ એમ પટેલ અને મલ્ટી મીડિયા કંપનીએ ઇન્સ્પેકશન પૂર્ણ કર્યુ હતુ. હાલમાં આ કંપનીઓ રિપોર્ટ તૈયાર કરવાની પ્રક્રિયામાં લાગેલી છે. આના પગલે હવે અમદાવાદનો સુભાષ બ્રિજ 15 ડિસેમ્બર સુધી બંધ રહેશે તે સુનિશ્ચિત થઈ ગયું છે.
અમદાવાદ મા સુભાષ બ્રિજ નું ઇન્સ્પેકશન
બુધવારે સવારે મનપાને પ્રથમ ત્રણ રિપોર્ટ સોંપવામાં આવશે. આગામી બેથી ત્રણ દિવસમાં વધુ ત્રણ સંસ્થાઓ ઇન્સ્પેકશન કરશે. આઇઆઇટી મુંબઈ, આઇઆઇટી રુડકી અને સુરતની એસવીએનઆઇટી દ્વારા પણ ઇન્સ્પેકશન કરવામાં આવશે.
અમદાવાદના સૌથી વ્યસ્ત પુલો પૈકીના એક અને હેરિટેજ સિટી (Heritage City) ના પ્રવેશદ્વાર ગણાતા સુભાષ બ્રિજ પર સ્પાનના એક ભાગ પર તિરાડો પડવાની ઘટના બાદ, પુલ નીચે થયેલા નુકસાનનું પ્રમાણ સ્પષ્ટ થઈ ગયું છે. પુલના નીચેના ભાગમાં ઈન્સપેક્સન દરમિયાન તિરાડો દેખાઈ છે.
સુભાષ બ્રિજના) જે ભાગમાં સ્પાન તૂટી પડ્યો છે તેમાં નીચેના ભાગમાં તિરાડો પડી ગઈ છે.પુલનો ત્રીજો સ્પાન તૂટી પડ્યો છે. પુલ ડિઝાઇન કન્સલ્ટન્ટ અને પુલ નિષ્ણાતો બધી બાજુથી નિરીક્ષણ કરી રહ્યા છે. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે પુલના ફક્ત એક જ સ્પાનને નુકસાન થયું છે. જોકે, મોરબી અને ગંભીરા પુલ પર થયેલી દુર્ઘટનાઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનની દેખરેખની ટીકાને ધ્યાનમાં રાખીને, સુભાષ બ્રિજના તૂટી ગયેલા સ્પાન અને અન્ય સ્પાનનું પણ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ડિઝાઇન કન્સલ્ટન્ટ પેનલ ઉપરાંત, SVNIT અને વિવિધ નિષ્ણાત સમિતિઓ પાસેથી પણ મદદ માંગવામાં આવી રહી છે.
માહિતી અનુસાર, સુભાષ બ્રિજના જે સ્પાનમાં તિરાડો પડી ગઈ હતી અને તે નીચે પડી ગયો હતો તેને બદલવામાં આવ્યો છે. વિવિધ નિષ્ણાતો દ્વારા સ્પાન અને થાંભલા સહિત સમગ્ર બ્રિજ માળખાનું અલગ-અલગ નિરીક્ષણ કર્યા પછી, જો એક ક્ષતિગ્રસ્ત સ્પાન સિવાય અન્ય કોઈ સમસ્યા ન મળે, તો ફક્ત ખામીયુક્ત ભાગને બદલવામાં આવશે. પુલના અન્ય સ્પાનનું નિરીક્ષણ કર્યા પછી નિર્ણય લેવામાં આવશે.
આ પણ વાંચો: સુભાષબ્રિજ પાંચ દિવસ માટે બંધ કરાતા વાહનચાલકોને ભારે હાલાકી
આ પણ વાંચો: શહેરની ટ્રાફિક સમસ્યા વધી, પશ્ચિમ અમદાવાદને જોડતો સરસપુર બ્રિજ થયો બંધ
આ પણ વાંચો: શાહીબાગ RTO સર્કલ પાસે ચક્કાજામ, ટ્રાફિક જામ થતા વાહનચાલકો ફસાયા

