Ahmedabad News:અમદાવાદ શહેરની સૌથી પ્રતિષ્ઠિત શાળાઓમાં સેન્ટ ઝેવિયર્સ લોયોલા હોલ (મેમનગર) એકવાર ફી વિવાદના કારણે ચર્ચામાં આવી છે.ફી રેગ્યુલેશન કમિટી (FRC)એ શાળાની વાર્ષિક ફી ₹39,000થી ઘટાડીને માત્ર ₹22,000 નક્કી કરી હોવા છતાં શાળા તંત્ર હજુ પણ જૂની ઊંચી ફી જ વસૂલી રહ્યું છે. એટલું જ નહીં, જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) દ્વારા આ મામલે ફટકારવામાં આવેલી નોટિસનો પણ શાળા તંત્રએ હજુ સુધી કોઈ જવાબ આપ્યો નથી.
સેન્ટ ઝેવિયર્સમાં FRCના નિયમનું પાલન ન થતાનો આરોપ
વર્ષ 2023-24 માં FRCએ સેન્ટ ઝેવિયર્સ શાળાની પ્રસ્તાવિત ફી ₹39,000ને નામંજૂર કરીને માત્ર ₹22,000 વાર્ષિક ફી મંજૂર કરી હતી.આ નિર્ણય બાદ શાળા તંત્રએ હાઈકોર્ટમાં અરજી કરી હતી, પરંતુ કોર્ટે કોઈ સ્ટે આપ્યો નથી. કાયદાકીય રીતે FRCનો આદેશ હજુ અમલમાં છે, છતાં શાળા વાલીઓ પાસેથી ₹39,000ની પૂરી ફી વસૂલી રહી છે.
ફી ઘટાડવા સૂચના છતાં વધુ ફી લેવાતી હોવાના આક્ષેપ
વાલીઓની સતત ફરિયાદો બાદ અમદાવાદ (Ahmedabad) જિલ્લા શિક્ષણ અધિકારીએ નવેમ્બર ૨૦૨૫માં શાળાને સખત નોટિસ ફટકારી હતી. નોટિસમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે FRCના નિર્ણય મુજબ ફી ઘટાડીને ₹22,000 કરવી અને વધારાની વસૂલાયેલી રકમ વાલીઓને પરત કરવી. અને તેનો 7 દિવસમાં જવાબ આપવો.પરંતુ આજે 12 ડિસેમ્બર સુધી શાળા તંત્રએ નોટિસનો કોઈ જવાબ આપ્યો નથી, જે શિક્ષણ વિભાગના અધિકારીઓને પણ આશ્ચર્યમાં મૂકી દીધા છે.
આ પણ વાંચો: Ahmedabad News/વ્યાયામ શિક્ષકોના સમર્થનમાં ગુજરાત યુનિ. બહાર NSUI કાર્યકરોનું વિરોધ પ્રદર્શન, કાર્યકરોની ટીંગાટોળી કરાઈ અટકાયત, રાજ્યભરમાં આંદોલન ચાલુ રાખવાની ચીમકી
આ પણ વાંચો: નીટ પરીક્ષામાં થયેલી ગેરરીતિ મામલે NSUIના કાર્યકરોનો વિરોધ
